Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 27
________________ મનુષ્યગતિ દેવગતિ ગ્ર તિર્યંચગતિ નરકગતિ . સ્વસ્તિકની મહત્તા.... ૧) જર્મનીના હિટલરના નાઝી સેનાના ઝંડા ઉપર ઉંધા-ત્રાંસા સ્વસ્તિનું નિશાન હતું. ઈસાઈઓનું ક્રોસ પણ સ્વસ્તિકમાંથી બનેલ છે. ૨) “જીસસલીડ ઈન ઈન્ડિયા” પુસ્તકમાં લખ્યું છે કે જીસસ જૈન સાધુને ભારતમાં આવીને મળ્યા. અક્ષત પૂજામાં મુઠ્ઠીમાં ચોખા લઇ પહેલા સાથિયો, પછી ત્રણઢગલી ભરેલી કરવી, અંદરખાડોન કરવો. સિધ્ધશીલા અર્ધચંદ્રાકાર ઉપર સીધી લીટી કરવી. ચંદ્રમાનો આકાર ખોટો છે. સાથિયાની ઉપર નૈવેદ્યમાં સંપૂર્ણ થાળ (રોટલી-દાળ-ભાત-શાક બધું જ) લોટો પાણી પણ મૂકવો જોઈએ. જે વસ્તુ પ્રભુને ચઢે નહીં, એ વસ્તુ શ્રાવકના મોઢામાં જાય નહીં. આવો નિયમ હોવાથી ઘણાં પાપથી બચી જવાય. જેમ કે બ્રેડ, પાઉં, કંદમૂળ, કેડબરી, પેપ્સી, આઈસ્ક્રીમ આદિ ઘણું અભક્ષ્ય ઘરમાં આવતું બંધ થઈ જાય. સાથિયા પર નૈવેદ્ય મૂકવું. ત્રણ ઢગલી ઉપર પૈસા મૂક્વાની જરૂર નથી. પૈસા પૂજા નથી. દ્રવ્યઅર્પણની વિધિ છે માટે પૈસા ભંડારમાં નાંખવા. સિધ્ધશિલાની ઉપરની લીટી પર ફળ મૂકવું. ત્રીજી નિસીહિ બોલીને ચામરથી નૃત્ય પૂજા કરવી. નૃત્ય પૂજા કરતાં રાવણે તીર્થક્રનામ કર્મ બાંધ્યું. જે પ્રભુ આગળ નાચે એણે દુનિયામાં બીજે ક્યાંય નાચવું પડતું નથી. દર્પણમાં પ્રભુના પ્રતિબિંબને પંખો નાખવો. “મારા હૃદયમાં પ્રભુ વસો” એ ભાવના કરવી. ચૈત્યવંદન કરવું. ચૈત્યવંદન વખતે કોઇ પાટલો લઈ લે કે સાથિયો ભૂંસી કાઢે તો વાંધો નથી. મૂળનાયકની માળા ગણવી, દર્શન પૂજનનો આનંદ અભિવ્યક્ત કરવા ઘંટ વગાડવો. આજના સાયન્સ સાબિત કરી આપ્યું છે કે ઘંટનાદ કરવાથી કાનની અનેક બિમારીઓ દૂર થાય છે. ભગવાનને પૂંઠ ન થાય તેમ બહાર નીકળવું. બહાર બેસીને બાર નવકાર ગણવા. આજ્ઞાચક્રમાં ભગવાનને ઉપસ્થિત કરવા કોશિશ કરવી. ફરીથી “હે પ્રભુ! જલ્દી તારા દર્શને આવીશ' એવી લાગણી સાથે જવું. // ઇતિ દર્શન વિધિ સંપૂર્ણ ગુડનાઈટ.. ર૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98