Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 24
________________ વગર જૈનનો દિકરો શોભે નહીં! તિલક આખો દિવસ રહે એ રીતે લગાડવું. પત્ની-શેઠ માલિકને વફાદાર રહેનારો માણસ શું તિલકને બેવફા બને?” મારે માથે પ્રભુનું તિલક છે. આ યાદ આવતાં જ ઘણા પાપથી બચી જશો. તિલક રાત્રે કાઢી નાખવું જોઇએ. ચંદનની સુગંધે સર્પનો ભય ક્યારેક થઇ શકે માટે. • દર્પણમાં જોઈને તિલક કરવું એનું બીજું નામ ‘કાળદર્શન છે. હુંકાળને આધીન છું. દિવસે-દિવસે હુંમોતની નજીક જઈ રહ્યો છું. બાળકથી યુવાન અને યુવાનથી વૃદ્ધ થઈ રહ્યો છું. આત્મકલ્યાણ સાધી લઉં અને હે ભગવાન! તું તો કાળથી પર છે. તું જરા મરણથી મુક્ત છે. એવું જ સ્વરૂપ મારે પ્રગટ કરવું છે. • નિમિત્ત શાસ્ત્ર પ્રમાણે કાળ દર્શન એટલે મૃત્યુ નજીક આવે ત્યારે શરીરમાંથી છાયાના પુ લોનીકળતા બંધ થાય...ક્યારેક મોટું ન દેખાય. ક્યારેક વિકૃત દેખાય તો સમજવું મૃત્યુ નજીક છે. જેથી સાધના કરી લેવાય દર્પણનો અર્થ દર્પણ, દર્પ એટલે અહંકાર, દર્પણ એટલે અહંકાર ન કર, આય નો (INC) હું નથી. દર્પણ આગળ અહંકાર તોડવાનો છે. ત્યાં જ માણસ અહંકાર કરી બેસે છે. (વિજ્ઞાન - મૃત્યુ નજીક આવે ત્યારે માણસનું આભા મંડળ (Aura) કાળું શ્યામ બને છે. માણસ ક્રોધ કરે ત્યારે પણ આભામંડળ કાળું બને છે. માટે જ આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. ક્રોધ એ મૃત્યુ છે.) પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપવી. ત્રણ પ્રદક્ષિણા આપવાથી ૧૦૦વર્ષના ઉપવાસ = ૩૬,૫૦૦ ઉપવાસ (છત્રીસ હજાર પાંચસો ઉપવાસ)નો લાભ મળે છે. પ્રદક્ષિણા જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ પણ મહામાંગલિક છે. ૧) જ્યોતિષશાસ્ત્રાનુસારે પ્રયાણ કરવા પૂર્વે ત્રણ પ્રદક્ષિણા આપવાથી મુહુર્તના તમામ દોષો દૂર થઇ જાય છે, કારણકે જિન મંદિર મહામંગલ કહેવાય છે. ૨) દેરાસરમાં ૧૦ ત્રિકનું પાલન કરવું. (૧) નિસાહિત્રિક (૨) પ્રદક્ષિણા ત્રિક (૩) પ્રણામત્રિક (૪) પૂજાત્રિક (૫) અવસ્થાત્રિક (૬) પ્રમાર્જનાત્રિક (૭) દિશાત્યાગ ત્રિક (૮) આલંબન ત્રિક (૯) મુદ્રા ત્રિક (૧૦) પ્રણિધાન ત્રિક. ગુડનાઈટ. ૨૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98