Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 4
________________ (૧) વિધિ અને વિજ્ઞાન ૧) દિશા બદલો દશા બદલાઇ જશે. ૨) વિધિની દિશા પકડો, મુક્તિ મળી જશે. ૩) શ્રાવકોએ શું કરવું? શું ન કરવું? એ તમામ વાતો જ્ઞાનીઓએ કરૂણા કરીને વગર પૂછ્યું બતાવી છે. ૪). આઠ જીવન કર્તવ્યો: ૧. દેરાસર બનાવવું. ૨. ઘર દેરાસર બનાવવું. ૩. ભગવાનની પ્રતિમા ભરાવવી. ૪. પ્રતિષ્ઠા કરાવવી. ૫. દીક્ષા મહોત્સવ કરાવવો. ૬. આચાર્ય પદવી આદિ પદ મહોત્સવ કરાવવો. ૭. આગમ લખાવવા. ૮. પૌષધશાળા બનાવવી. વાર્ષિક ૧૧ કર્તવ્યો: ૧. શ્રી સંઘ પૂજન. ૨. સાધર્મિક ભક્તિ. ૩. યાત્રાત્રિક. ૪. સ્નાત્ર મહોત્સવ પ. દેવદ્રવ્યની વૃદ્ધિ. ૬. મહાપૂજા. ૭. રાત્રિજાગરણ. ૮. શ્રુતજ્ઞાનની ભક્તિ. ૯. ઉદ્યાપન ૧૦. તીર્થ પ્રભાવના. ૧૧. આત્મશુદ્ધિ. આઠ ચોમાસાનાં કર્તવ્યો: ૧. નિયમ લેવા. ૨. બહાર ગામ જવું નહિ એવું દેશાવગાસિક વ્રત લેવું. ૩. સામાયિક કરવું. ૪. અતિથિસંવિભાગ. પ. વિવિધ તપો કરવા. ૬. અધ્યયન કરવું-નવું ભણવું (નવા સૂત્રો યાદ કરવા) ૭. સ્વાધ્યાય કરવો. ૮. જયણા પાળવી. પર્યુષણના ૫ કર્તવ્યો: ૧. અમારિ પ્રવર્તન. ૨. સાધર્મિક વાત્સલ્ય. ૩. ક્ષમાપના. ૪. અઠ્ઠમ તપ. ૫. ચૈત્ય પરિપાટી. માનવ જીવન મુનિ બનીને મોક્ષે જવા માટે જ છે. સાધુ મહાવ્રતધારી હોય તો શ્રાવક મહાવ્રત પ્યારી હોય. શ્રાવક જીવનની ઉત્તમતા અણુવ્રતોના પાલનથી આવે છે. શ્રાવકને દરરોજ છે : કર્તવ્યો અવશ્ય કરવા જોઈએ... દૈનિક છઃ કર્તવ્યો: ૧. દેવપૂજા ૨. ગુરુ ઉપાસના ૩. સ્વાધ્યાય ૪. સંયમ ૫. તપ અને ૬. દાન. દૈનિક – ૬ કર્તવ્યોની યાદ કરવા જેવી ગાથા : ગુડનાઈટ - ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 98