Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 7
________________ ૧૯) સૂતાં સૂતાં ભણવું નહિ. ૨૦) સૂતાં સૂતાં તમાકુ ખાવું નહિ. (તમાકુ ક્યારેય ખાવું જ નહિ). ૨૧) કપાળ ઉપર તિલક રાખીને સૂવું નહિ તે અશુભ છે. ૨૨) પથારી પર બેસીને સુડી આદિ કોઈપણ અસ્ત્રાથી સુપારીના ટૂકડા કરવા નહિ. ૨૩) ઊંઘના પાંચ પ્રકારઃ ૧. જલ્દી જાગે તે નિદ્રા. ૨. મહેનતથી જાગે તે નિદ્રા નિકા૩. બેઠા-બેઠા કે ઊભા ઊભા ઊધે તે પ્રચલા, (ઘોડાને આ નિદ્રા હોય છે.) ૪. ચાલતા ચાલતા ઊંઘે તે પ્રચલા-પ્રચલા ૫. દિવસે વિચારેલું રાત્રે ઊંઘમાં કરે તેથીણદ્ધિ નિદ્રા. થીણદ્ધિ ઊંઘવાળો જીવ પ્રાયઃ નરકમાંથી આવેલા અને નરકમાં જનારો હોય છે. ૨૪) ડાબા પડખે સૂવું સ્વાથ્ય માટે પણ લાભપ્રદ છે. શાસ્ત્રીય વિધાન પણ છે. સંથારા પોરસીમાં વામપાસેણ’ શબ્દ આવે છે. આયુર્વેદમાં વામકુક્ષિ કહેલું છે. શરીર વિજ્ઞાન અનુસારે સીધા (ચત્તા) સૂવાથી કરોડરજ્જુને નુકશાન થાય છે. ઊંધા - સૂવાથી આંખો બગડે છે. ૨૫) ભણવા અને જાપ માટે પૂર્વ અને ઉત્તર સન્મુખ દિશા ઉત્તમ છે. દક્ષિણ સન્મુખ જમવા બેસવું નહિ. ૨૬) ઝાડે (ઠલ્લે) જવું હોય ત્યારે સૂર્ય-હવા અને ગામને પૂંઠ ન કરાય. ૨૭) દિવસે ઉત્તરને પૂંઠન કરાય. રાત્રે દક્ષિણને પૂંઠ ન કરાય. વાસ્તુ શાસ્ત્ર કહે છે પૂર્વ - પશ્ચિમને પૂંઠ ન કરવી. ૨૮) શ્રાદ્ધગુણ વિવરણઃ લક્ષ્મીનું સ્થાન પૂર્વ દિશામાં, રસોડું અગ્નિ ખૂણામાં, શયન દક્ષિણ દિશામાં, શસ્ત્રાદિક નૈઋત્ય ખૂણામાં, ભોજન પશ્ચિમ દિશામાં, ધાન્ય સંગ્રહ વાયવ્ય ખૂણામાં રાખવું જોઇએ. ૨૯) વિદ્યા પ્રાપ્તિ માટે ભક્તામરની ત્રણ ગાથાઓ : ભક્તામરની ગાથા નંબર-૩ (ત્રણ); ૬ (છ); ૨૦ (વીસ). કોઈ પણ એક ગાથા ત્રણ વખત બોલી ગણધરોને વંદન કરી જ્ઞાનના પાંચ ખમાસમણા આપી ધાર્મિક સૂત્રો ગોખવા બેસીએ તો જલ્દી યાદ રહી જાય છે. ગુડનાઈટ...૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 98