Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust
View full book text
________________
દેવ પૂજા ગુરપાસ્તિ-સ્વાધ્યાય સંયમ તપઃ |
દાન ચ સવ્રુહસ્થાનાં (પ) કર્તવ્યનિ દિને દિને II દિવસ ઉગેને આથમે એની વચ્ચે ૬ કર્તવ્ય પૂરા કરે એજ સાચો શ્રાવક કહેવાય
.. સર્વ પ્રથમ શયન વિધિ.. ૧) સૂર્યાસ્ત બાદ ૧ પ્રહર (લગભગ ૩ ક્લાક) પછી ઉંઘવું. વાળા પછીનું વાળું –
પરિવારભેગો કરી ઘરના વડીલ પ્રવચનની વાતો સંભળાવે. જેથી સંતાનોમાં ધર્મના
સંસ્કાર પડે, પ્રવચન શ્રવણ નો રસ જાગે અને દેવગુરુની મહિમા વધે. ૨) લગભગ ૧૦ વાગે સૂવું અને ૪ વાગે ઉઠવું. યુવાનોને ૬ કલાકની ઉંઘ કાફી છે. ૩) સુવાની મુદ્રા - ઉલ્ટા સોયે ભોગી, સીધા સોયે યોગી; ડાબા સોયે નિરોગી,
જમણા સોયે રોગી. ૪) ડાબા પડખે સૂવું. ૫) સૂતાં સાત, ઉઠતાં આઠ નવકાર ગણવા. સાત ભયને દૂર કરવા સાત નવકાર
ગણવાના અને આઠ કર્મને દૂર કરવા આઠ નવકાર ગણવાના. સાત ભય: ૧. ઈહલોક ભય ૨. પરલોક ભય ૩. આદાન (ચોરી)નો ભય ૪. અકસ્માત ભય ૫. વેદના ભય ૬. મરણ ભય ૭. અશ્લોક (અપયશ)નો ભય. આઠ કર્મ: ૧. જ્ઞાનાવરણીય ૨. દર્શનાવરણીય ૩. વેદનીય ૪. મોહનીય ૫.
અંતરાય ૬. નામ ૭. ગોત્ર ૮. આયુષ્ય ૬) ૧. સોનાનું કોડિયું, રૂપાની વાટ, આદેશ્વરનું નામ લેતાં સુખ જાય રાત.
૨. નવકાર તૂ મારો ભાઈ, તારે મારે ઘણી સગાઈ, અંત સમયે યાદ આવશોજી, મારી ભાવના શુદ્ધ રાખશોજી. ૩. કાને મારે કુંથુનાથ, આંખે મારે અરનાથ, નાકે મારે નેમિનાથ, મુખે મારે મલ્લિનાથ, સહાય કરે શાંતિનાથ, પરચો પૂરે પારસનાથ, જ્ઞાન મારા ઓશિકે, શીયલ મારે સંથારે ભર નિદ્રામાં કાળ કરૂં તો વોસિરે વોસિરે વોસિરે. “આહાર, શરીરને ઉપધિ, પચ્ચખું પાપ અઢાર, મરણ આવે તો વોસિરે, જીવું તો આગાર” આ રીતે શરીરના અંગોમાં પરમાત્માની સ્થાપના કરવી.
ગુડનાઈટ. ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 98