Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 8
________________ ૨) સવારે ઉઠવાની વિધિ સવારે ચાર ઘડી (૯૬ મીનીટ) બાકી રહે ત્યારે અર્થાત - બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઇએ. “શ્રાવક તૂ ઉઠે પ્રભાત ચાર ઘડી રહે પાછલી રાત” ... અંગ્રેજીમાં કહેવત.. Early to bed and early to rise is the way to be healthy, wealthy and wise. આજના વૈજ્ઞાનિકોએ સિધ્ધ ક્યું છે કે જે માણસ રોજેરોજ સૂર્યોદય પછી ઉઠે છે તેની મગજ શક્તિ નબળી પડે છે, વધારે ઉંઘ લેવી શરીર અને મનને હાનિકારક છે. એમ કેલિફોર્નિયાના રિસર્ચ ડૉક્ટરોએ સાબિત ક્યું છે. જુવાન માણસે ૬ ક્લાકથી વધારે સૂવું નહીં બાળકોએ – ૮, વૃધ્ધોએ – ૪-ર આ વાત આજના વૈજ્ઞાનિકોએ હમણા સિધ્ધ કરી છે, પણ ભગવાન મહાવીર સ્વામીએ ૨૫૫૮ વર્ષ પહેલા આ વાત કહી હતી કે ૬ લાકથી વધારે ઉંઘવું ન જોઇએ, એટલે આસરે ૧૦.૦૦ વાગ્યે સૂવાનું થાય તો ૪.00 વાગે જાણી શકાય કહેવત છે આહાર અને ઉંઘ જેમ વધારો તેમ વધે અને જેમ ઘટાડો તેમ ઘટે. પથારીમાં બેસી આંખો બંધ રાખી અંજલીબધ્ધ પ્રણામ કરી પછી ૮ નવકાર ગણવા. સૂતાં સાત, ઉઠતાં આઠ. શા માટે ? આઠ કર્મોને કારણે જ સંસારની અંદર પરિભ્રમણ છે માટે એ આઠ કર્મોનો નાશ કરવા ૮ નવકાર પછી અંજલીને ખોલી હાથમાં સિધ્ધશિલા અને એની ઉપર બિરાજમાન ૨૪ તીર્થકર અને અનંતસિધ્ધોનાં દર્શનભાવથી કરવા. ૨૪ ભગવાનના નામ પણ લઇ શકાય. વૈદિક આદિ દર્શનોમાં પણ કહેવાયું છે કે, કરાગ્રે વસતિ લક્ષ્મી, કરમશે ચ સરસ્વતી. સવારે ઉઠીને સહુ પ્રથમ પોતાના હાથના અગ્રભાગના દર્શન કરનારને લક્ષ્મી મળે છે અને મધ્યભાગના દર્શન કરનારને સરસ્વતી વિદ્યાની પ્રાપ્તિ થાય છે. એક પંથ બે કાજલાભ પણ થાય અને મોક્ષનું લક્ષ્ય પણ મનમાં રહે માટે આપણા પૂર્વજો આવી રીતે સવારે હાથ જોતા, સિધ્ધશીલાના દર્શન કરતા. • સવારનું ચિંતન આચારાંગાદિ આગમ સૂત્રોના અનુસારે રોજ સવારે એવું વિચારવું જોઇએ “૬ મે મારામો? પુખ્વાઝો?.... હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? કઇ દિશાથી ગુડનાઈટ.૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 98