Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 13
________________ • જે ઘરમાં પ્રવેશ કરતાં નમ્યો તે આખો દિ નમતો રહેશે માટે પહેલા ઘરના દરવાજા નાના હતા. દેરાસરનું શિલાન્યાસ કરવાથી પુણ્યના ઢગલા થાય અને ઘરનું શિલાન્યાસી કરવાથી પાપના ઢગલા થાય. • ઉપાશ્રય-દેરાસર એવા બનાવવા જોઈએ કે ઘરે જવું ફિક્કુ લાગે. • ઘરના ઈશાન ખૂણામાં લોઢાનું વજન ન રખાય, કારણ કે દેવ દિશા છે. (પ્રભુ સીમંધર સ્વામી ઇશાન દિશામાં છે.) ૬ જૈન શાસ્ત્રાનુસાર ગૃહ વાસ્તુ શિલ્પ (ચાલુ) ૧) ઘરમાં કાંટાવાળા વૃક્ષો રાખવાનો નિષેધ છે. (પૂજા માટે ગુલાબ વગેરે સિવાય) ૨) અસતિ પોષણનો નિષેધ હોવાથી શોખ ખાતરકૂતરા-બિલાડી, પોપટ-મેના આદિ ન રાખવા જોઇએ. ૩) ઘરમાં શોકેસ કેવો હોવો જોઇએ? જેને જોઇને આનંદ થાય, પ્રાયઃ આવતો જન્મ ત્યાં થાય. શોકેસમાં વાઘ-બિલાડી જોઇ છોકરાઓ રાજી થાય, અને એ વખતે આયુષ્ય બંધાઇ જાય તો ખલાસ, આવતા ભવમાં એને વાઘ-વરુના ભવમાં જવું પડે. શ્રી ધર્મનાથ ભગવાન વખતે – ઉંદરડાને જોઇને સાધુ રાજી થઇ ગયા, એ સાધુએ ઉંદરડાનું આયુષ્ય બાંધ્યું અને ઉંદરડા બન્યા. ઇડિયટ બોક્સની ઉપમાને વરેલ ટી.વી., વિડિયો અને ચેનલોના દ્રશ્યો ભવાંતરમાં આત્માની કેવી ઘોર ખોદી નાંખે છે, એ આનાથી સમજી શકાય છે. વાલીઓ જાગો! દીકરા-દીકરી વહાલા હોય તો, આ પાપ નિમિત્તોને દૂરથી સલામ કરો. શ્રાવક કૂળમાં જન્મેલ સદ્ગતિમાં જ જવો જોઇએ, દુર્ગતિમાં જાય જ કેમ? ઘરના શોકેસમાં અથવા છોકરાઓને રમવાના રમકડા, હિંસક સાધનો ન રાખો. (બંદૂક, ટૅક, ગન આદિ.) ફ્રાંસના મિત્તરાં પાસે જુલુસલઇ છોકરાઓ ગયા અને હિંસાના ભાવ પેદા કરે તેવા (ગન જેવા) રમકડાઓ ઉપર પ્રતિબંધ મુકાવ્યો, માટે ઘરના શોકેસમાં દર્શન, જ્ઞાન, ચારિત્રના ઉપકરણો રાખવા જોઇએ. (ચરવલો, ગુડનાઈટ..૧૦ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98