Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 18
________________ ૭) ઘર દેરાસરના શિખર પર ધ્વજદંડ ન કરવો. પણ આમળસાર કળશ કરવો. (વાસ્તુસાર પ્રાસાદ,૬૮) ૮) ઘરદેરાસરની પ્રતિષ્ઠા અધિકમાસમાં થઇ શકે છે. માઘમહિના માં નિષેધ કહેલ છે. નામરાશિના જ ભગવાન રખાય. ખરતર ગરઘવાળા મલ્લિનાથ, નેમિનાથ, મહાવીર સ્વામિ ઘર દેરાસરમાં નિષેધ કરે છે. તપાગરઘમાં નિષેધ નથી. પ્રશ્નઃ વહેલું ઉઠવાનું કહ્યું પણ વહેલુ ઉવું કઇ રીતે? જવાબઃ ૧) વહેલા ઉઠવા માટે જ વહેલા સૂવાનું કહેવાય છે. ૨) મનના બે ભેદ છે. સુષુપ્ત મન અને જાગૃત મન (Consious Mind and sub Consious Mind) ચેતન મન અને અવચેતન મન. સુષુપ્ત મનને આદેશ આપવામાં આવે તો વહેલું જાગી શકાય છે. રાતના સુતા પહેલા નવકારગણી ત્રણવાર મનને આદેશ કરવાનો કે મારે આટલા વાગે ઉઠવું છે. આ રીતે, ઓટૉ સજેસન થેરોપી દ્વારા બોડી એલાર્મ ગોઠવી શકાય. આજ રીતે કોઇપણ વ્યસન કે ખોટી આદત ને છોડવા માટે સૂતાં પહેલા અવચેતન મનને આદેશ આપવાથી કામ થઇ જાય છે. દા.ત. સિગારેટનું વ્યસન હોય તો, દરરોજ સૂતી વખતે મનને આદેશ આપો કે હું સિગારેટ જોઇશ તો મને ઉબકા આવશે અને ૨-૪-૧૦ દિવસે ઉબકા આવવા માંડશે, અને એને છોડવું પડશે. આ વાત આજના મનોવૈજ્ઞાનિકો જાહેર કરે છે. જૈન શાસન તો કહે છે કે, “મન કે જીતે જીત હૈ મન કે હારે હાર.” મનને મજબુત કરો ધાર્યું કરી શકશો. પ્રશ્ન: વહેલા સૂવા માટે શું કરવું જોઇએ ? જવાબ : જમવા અને સૂવાની વચ્ચે ચાર કલાકનો ગેપ જોઇએ, એમ આજનું વિજ્ઞાન કબુલે છે, જૈન શાસ્ત્રમાં તો આ વાત હજારો વર્ષોથી લખાયેલી છે. સૂર્યાસ્ત પહેલાં જમી લેવું. રાત્રિભોજન કરવું નહીં. જૈન દર્શન કેટલું સાયન્ટિફિક છે ! ગુડનાઈટ. ૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98