Book Title: Good Night Author(s): Rashmiratnasuri Publisher: Jingun Aradhak Trust View full book textPage 9
________________ આવ્યો છું? મારા કર્તવ્યો શું છે? હું ક્યાં જઇશ? મને કેવું દુર્લભ અને ઉતમ જિના શાસન મળ્યું છે? મારાદેવ ગુરુ અને ધર્મ કેટલા મહાન છે? આ માનવ જન્મમુનિ બની મોક્ષમાં જવા માટે છે. સંયમ ન મળે ત્યાં સુધી મારે મારું જીવન કેવું બનાવવું? પ્રતિજ્ઞા વગરનું જીવન પશુતુલ્ય છે. નિયમ તો લગામ છે, અંકુશ છે. એ હાથી-ઘોડા પર લાગે, ગધેડા પર નહીં મને મોક્ષમાર્ગ કયા ઉપકારી ગુરુદેવે બતાડ્યો છે? કોણે એ માર્ગ પર મને સ્થિર કર્યો છે? મારા ધર્મમિત્ર કોણ છે? ભુલક્કડ ગોપીચંદની જેમ મારા ઉપકારી ઉત્તમ દેવ-ગુરુને ભૂલતો તો નથી ને? મેંકઇ કઇ પ્રતિજ્ઞાઓ લીધી છે? નાનામાં નાની પ્રતિજ્ઞા પણ લીધા પછી વારંવાર આ રીતે દરરોજ યાદ કરીએ તો વધુ લાભ મળે. જે સિદ્ધાત્માની કૃપાથી મારો આત્મા નિગોદમાંથી બહાર નિકળ્યો, સાતમી નરકથી પણ અનંતગુણી વેદનાથી મારો છુટકારો થયો, એ પરમોપકારી સિદ્ધ ભગવન્તોને મારા કોટી-કોટી વંદન હો. ...પથારીથી નીચે ઉતરવાની વિધિ જમણા હાથની તર્જનીને નાક પાસેલઇ જઇ જે સ્વરચાલતો હોય એ પગ પથારીથી નીચે મૂક્યો. ડાબો સ્વર (ચંદ્ર સ્વર) ચાલે તો ડાબો પગ પહેલાં નીચે મૂકવો. જમણો સ્વર (સૂર્ય સ્વર) ચાલતો હોય તો જમણો પગ નીચે મૂકવો. બંને = સુષુમ્ના સ્વર ચાલે એ વખતે પરમાત્માનું ધ્યાનાદિ કરવું પણ પથારીથી ઉતરવું નહીં! (૩) સવારે ઉઠવાની વિધિ સવારે બ્રહ્મમુહૂર્તમાં (લગભગ ૪ થી ૪-૩૦ વાગે) ઉઠવું જોઇએ. વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું છે કે સૂર્યોદય પછી જાગવાથી યાદ શક્તિ ઓછી થાય છે. ૬ મહિના સુધી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી બ્રાહુમઔષધિ જેવી અસર થાય છે. યાદ શક્તિ વધે છે. અંજલીબધ્ધ પ્રણામ કરી આઠ કર્મને દૂર કરવા આઠ નવકાર ગણવા. વિવેક:- પથારી ઉપર બેસીને નવકાર ગણવા હોય ત્યારે મનમાં ગણવા. અંજલીબધ્ધ પ્રણામની વિધિ જમણા હાથની આંગળી ઉપરઆવે એ રીતે હાથ જોડવા. સવારે સહુપ્રથમ પુરુષોએ ગુડનાઈટ.. ૬ Jain Education International For Personal & Private Use Only WWW.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 98