Book Title: Fari Kyare Malse Aa Jivan Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 5
________________ चक्रवर्तिपदलाभादिकं पुण्यफलं निश्चयतो दुःखमेव, कर्मोदयजन्यत्वात्, नरकत्वादिपापफलवत् । । વિશેષાવશ્યક ભાષ્ય છે - ગા. ૨00૪ તૃષા છીપાવવા સરબત મળે પણ એ સરબત આપનાર જો દુશમન હોય તો માણસ એ સરબત પેટમાં પધરાવતા પહેલાં લાખ વાર વિચાર કરે જ ને? મુનિ ! જવાબ આપ તું. જગત જેને પણ “સુખ’ માને છે એ રૂપવતી સ્ત્રી, વિપુલ સંપત્તિ, પ્રચંડ સત્તા, આકર્ષક રૂપ, કોકિલ કંઠ, ધારદાર વક્નત્વ વગેરે સુખો પ્રત્યે તારા મનમાં ખ્યાલ કયો? એ તમામ પ્રત્યે તારા મનમાં કૂણી લાગણી કે ધિક્કારની લાગણી ? એ તમામ પ્રત્યે તારા મનમાં આદરભાવ કે નફરતનો ભાવ? આ પ્રશ્ન અમારે તને એટલા માટે પૂછવો પડે છે કે આ સંસારમાં થઈ રહેલ તારી રખડપટ્ટી એક જ પરિબળને આભારી છે. અને એ પરિબળનું નામ છે ‘કર્મસત્તા.' એણે તને માત્ર દુ:ખો જ નથી આપ્યા, સુખો પણ આપ્યા છે. એણે તને માત્ર નરકાદિ દુર્ગતિઓનો મહેમાન જ નથી બનાવ્યો, સ્વર્ગાદિ સુખો પણ તને એણે જ આપ્યા છે. એણે તારા મુખ પર માત્ર વેદના જ નથી ઝીંકી, હાસ્ય પણ તારા મુખ પર એણે જ પ્રગટાવ્યું છે. અને કરુણતાની વાત એ છે કે એની આ ચાલબાજીએ જ તને પરમાત્મા બનતો રોક્યો છે. સદ્દગુણોના સૌદર્યની મજા એણે જ તને માણવા દીધી નથી. સમાધિના અને સમતાના શ્રેષ્ઠતમ સુખથી એણે જ તને વંચિત રાખી દીધો છે. ચાલાક રાજા દુશ્મન રાજા તરફથી અપાતા ઝેરને તો પેટમાં નથી જ પધરાવતો પણ સરબતને ય પોતાના પેટમાં પધરાવતા લાખ વાર વિચાર કરે છે. અમારે તને એટલું જ યાદ કરાવવું છે કે દુઃખ તને નાપસંદ છે. કારણ કે એ કર્મસત્તા તરફથી તને મળેલી અણગમતી ભેટ છે તો સુખ પણ તને એટલું જ નાપસંદ પડવું જોઈએ કારણ કે એ ય કર્મસત્તા તરફથી જ તને મળેલી ભેટ છે. ભલે એ ભેટ તારા માટે કદાચ મનગમતી છે. પણ એનું મૂળ પોત તો ખતરનાક જ છે. શું કહીએ અમે તને? જે પણ પરિબળો તારા આત્માને શાશ્વતસ્થાનથી અને શાશ્વત સુખથી દૂર રાખતા હોય એ તમામ પરિબળો - પછી ચાહે એ દુઃખરૂપ હોય કે સુખરૂપ હોય - તારા આત્મા માટે ભયંકર જ છે. આ વાત તું તારા દિલની દીવાલ પર સુવર્ણાક્ષરે કોતરી રાખજે. પ્રશ્ન દુઃખથી દૂર રહેવાનો કે દુઃખથી બચતા રહેવાનો નથી. પ્રશ્ન સુખથી દૂર રહેવાનો અને સુખથી બચતા રહેવાનો છે. એ બાબતમાં તું સ્પષ્ટ અને સાવધ થઈ ગયો કે મુક્તિસુખનો તું અધિકારી બની ગયો જ સમજ.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51