Book Title: Fari Kyare Malse Aa Jivan
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 41
________________ ૪૧ उस्सग्गे अववार्य करेमाणो अववादे च उस्सग्गं करेमाणो अरहंताणं आसायणाएं वट्टइ | પરીક્ષામાં પ્રથમ નંબરે જ ઉત્તીર્ણ થઈ જવાની પ્રચંડ ક્ષમતા ધરાવતો યુવક પરીક્ષામાં માત્ર ‘પાસ’ થઈ જવાની ગણતરી રાખીને ભણવાની બાબતમાં બેદરકારી દાખવવા લાગે તો એના ઉજ્જવળ ભાવિ પર પૂર્ણવિરામ મુકાઈ જ જાય ને ? એક કલાકના માત્ર પાંચ કિલોમીટર જ ચાલી શકવાની ક્ષમતા ધરાવતો યુવક, કલાકના વીસ કિલોમીટર કાપી નાખવાની શરત લગાવી બેસે અને એના આધારે એ દોડવા લાગે તો શરીર અને સંપત્તિ, બંને ક્ષેત્રે એ નુકસાનીનો જ શિકાર બને ને ? મુનિ ! તારી પાસે જે જીવન છે એ પાટા પર દોડતી ગાડી જેવું નથી પરંતુ સાગર તરફ આગળ વધી રહેલી નદી જેવું છે. ગાડીને તો કાયમ પાટા પર જ દોડવાનું હોય છે એટલે એને રસ્તા પર કોઈ સંઘર્ષ કરવાનો આવતો નથી પરંતુ નદીની તો આખી વાત જ ન્યારી હોય છે. ક્યારેક એને જંગલમાંથી વહેવાનું હોય છે તો ક્યારેક એને રણપ્રદેશમાંથી આગળ ધપવાનું હોય છે. ક્યારેક ખડકાળ રસ્તેથી તો – સંબોધ સિત્તરી ક્યારેક સૂકા પ્રદેશ પરથી એને આગળ ધપવાનું હોય છે. આ સ્થિતિમાં પોતાની વહેવાની ગતિમાં એને ૮૧ અવારનવાર ફેરફારો કરતા જ રહેવું પડે છે. ક્યારેક શાંતિથી તો ક્યારેક આવેગપૂર્વક એને વહેવું પડે છે. ક્યારેક અવાજ કરતા તો ક્યારે બિલકુલ ધીમી ગતિએ એને વહેતા રહેવું પડે છે. બસ, મુક્તિ સુધી સહીસલામત પહોંચી જવા તારે પણ આ નદી જેવા બનીને જ તારા સંયમજીવનની યાત્રાને આગળ ધપાવવાની છે. ઉત્સર્ગસેવનની જો તારામાં પૂરેપૂરી ક્ષમતા છે જ તો ત્યાં તારે અપવાદનું સેવન નથી જ કરવાનું અને જ્યાં અપવાદનું સેવન કરવું જરૂરી જ છે ત્યાં ઉત્સર્ગસેવન માટે આગ્રહ રાખીને તારા સંયમજીવનને મુશ્કેલીમાં મૂકી દેવાની ભૂલ તારે નથી જ કરવાની. શરીર તારું સશક્ત છે. ક્ષુધા પરિસહને વેઠી લેવાનું તારી પાસે પ્રબળ સામર્થ્ય છે. તપશ્ચર્યાનો તને વરસોનો અભ્યાસ છે. અન્ય સંયોગો પણ બધી જ રીતે અનુકૂળ છે. આ સ્થિતિમાં તારે દોષિત ગોચરીનું સેવન નથી જ કરવાનું પણ તારા શરીરમાં તાવ છે. બેસવાના પણ તને હોશ નથી. તપશ્ચર્યાનો તને અભ્યાસ નથી. ભૂખ વેઠી શકે એવું તારી પાસે શરીર સામર્થ્ય નથી. નિર્દોષ અનુપાન મળી શકે એવી કોઈ જ શક્યતા નથી આ સ્થિતિમાં તારે લાંબા ગાળાના લાભને આંખ સામે રાખીને અલ્પ સમયનું નુકસાન કહી શકાય એવું એકદમ નિર્દોષ નહીં તો છેવટે અલ્પ દોષવાળું અનુપાન પણ વાપરી લેવું હિતાવહ છે. અલબત્ત, ઉત્સર્ગસેવનની તાકાત અને શક્યતા તથા અપવાદ સેવનની જરૂરિયાત અને સંયોગાધીનતા આ બધું તારે તારા અંતઃકરણની સાક્ષીએ જ નક્કી કરવાનું છે. તું જો ભવભીરુ છે અને પાપભીરુ પણ છે તો અમને પૂર્ણ વિશ્વાસ છે કે ઉત્સર્ગ-અપવાદ સેવનમાં વિવેકને હાજર રાખવામાં તું થાપ નહીં જ ખાય. ૮

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51