________________
@
@
@ ૪૬y
@
@ છે.
9
भगवच्चित्तावस्थान क्लिष्टकर्मणो विरोधात्।
- ધર્મબિંદુ
@
'
@ @ @ @ @ પ્રકાશ અને અંધકાર, બંને એક જ જગાએ અને એક જ સમયે ? અસંભવ ! શ્રીમંતાઈ અને દરિદ્રતા, બંને એક જ વ્યક્તિમાં અને એક જ સમયે ? અસંભવ ! પર્યાપ્ત ભોજન પેટમાં અને એ પછી ય અતૃપ્તિ? અસંભવ ! પર્યાપ્ત અત્તર હાથમાં અને પછી ય નાક સંવેદનહીન? અસંભવ ! મુનિ ! આ બધું ય એક વાર કદાચ સંભવિત કે શક્ય બની જતું હશે, એક જ મ્યાનમાં બે તલવાર રહી જતી હશે, સતી અને વેશ્યા વચ્ચે કોક કારણ વિશેષે મૈત્રી જામી જતી હશે, સિંહ અને બકરા વચ્ચે મેળ પડી જતો હશે પરંતુ જે ચિત્તમાં પ્રભુ બિરાજમાન હોય છે, એ જ ચિત્તમાં કિલષ્ટ કર્મોની હાજરી પણ હોય એ તો સર્વથા અસંભવિત છે. આનો તાત્પર્યાર્થ ? આ જ કે પ્રભુની હાજરીવાળું ચિત્ત નથી તો ક્લિષ્ટ કર્મો અર્થાત્ ચીકણાં પાપો કરી શકતું કે નથી તો કિલષ્ટ કર્મોનો બંધ કરી શકતું.
અમે તને એટલું જ કહીએ છીએ કે તારા મનને અને જીવનને તું આ સમ્યફ પરિણામના આધારે તપાસી જોજે. જો તારા મનમાં એવા અશુભ અધ્યવસાયો પેદા થતા જ હોય કે જે ચીકણાં કર્મબંધનું કારણ બની રહેતા હોય તો નિશ્ચિત્ત સમજી રાખજે કે તારા ચિત્તમાં પ્રભુનું અવસ્થાન નથી. પ્રભુનું અવસ્થાન એટલે ? પ્રભુ વચનોનું અવસ્થાન ! પ્રભુના સમ્યફદર્શનનું અવસ્થાન! એની ઉપસ્થિતિ છતાં અશુભ કર્મબંધ ચાલુ રહે એ હજી બને પણ જે કર્મબંધને ‘કિલષ્ટ’ કહી શકાય એવો અશુભ કર્મબંધ તો સ્થગિત થઈને જ રહે. સમાપ્ત થઈને જ રહે. ગંભીરતાથી આ વાસ્તવિકતાને તું વિચારીશ તો તને ખ્યાલ આવી જશે કે ભૂતકાળના ભવોમાં તેં કરેલાં કિલષ્ટ કર્મો અને તેં બાંધેલાં કિલષ્ટ કર્મો એ પ્રભુની તારા ચિત્તમાં ગેરહાજરી હતી એને જ આભારી હતા. હવે આ ભવમાં તું એ બંને પ્રકારનાં ગલત પરિબળોથી તારા આત્માને જો બચાવી લેવા માગે છે તો એનો શ્રેષ્ઠ અને ક્યારેય નિષ્ફળ ન જાય એવો એક માત્ર વિકલ્પ આ જ છે. ‘ભગવચિત્તાવસ્થાન' શું કહીએ તને? ભારે વજનદાર પણ લાકડું એની નીચે પાણી આવી જવાથી હલકું ફૂલ બની જાય છે. ચીકણાં પણ કર્મો ચિત્તમાં પ્રભુની પ્રતિષ્ઠા થઈ જવા માત્રથી નષ્ટપ્રાયઃ થઈ જાય છે. લાવી દે ચિત્તમાં પ્રભુ, તારું પ્રભુ થવાનું નિશ્ચિત્ત થઈને જ રહેશે.