________________
४७
क्रोधादीनामनुदिनं त्यागो जिनवचनभावनाश्च भावेनोनोदरिका ।
ભૂખ કરતાં ભોજન ઓછું,
શરીર તો એનાથી તંદુરસ્ત રહે જ છે
પરંતુ ‘ઊણોદરી’નામના પ્રભુએ ફરમાવેલા બાહ્યતપની પણ
એનાથી આરાધના થાય છે.
પણ મુનિ !
એક વાત અમે તારા ધ્યાન પર લાવવા માગીએ
છીએ કે પેટમાં ભૂખ કરતાં ઓછું ભોજન પધરાવવા માત્રથી
તારી મુક્તિ નજીક આવી જાય,
તારી સદ્ગતિ નિશ્ચિત્ત થઈ જાય, તારી સમાધિ અકબંધ થઈ જાય કે
સમતા તને આત્મસાત્ થવા લાગે
એવું તું ભૂલે-ચૂકે માની ન બેસતો કારણ કે
ભૂખ કરતાં ઓછું ભોજન એ ઊણોદરી જરૂર છે પણ એ ઊણોદરીનો સમાવેશ ‘દ્રવ્ય ઊણોદરી’માં થાય છે. જેમ દ્રવ્ય ચારિત્ર કે
દ્રવ્યક્રિયા મુક્તિનું કારણ બનીને જ રહે એવું નિશ્ચિત્ત
નથી તેમ દ્રવ્ય ઊણોદરી પણ મુક્તિનું કારણ
બનીને જ રહે એવું નિશ્ચિત્ત નથી.
મુક્તિનું કારણ તો બની શકે છે ભાવ ચારિત્ર અને ભાવક્રિયા.
બસ, એ જ ન્યાયે મુક્તિનું કારણ બનવાની
ક્ષમતા તો ધરાવે છે ભાવ ઊણોદરી.
અને સાંભળી લે તું ભાવ ઊણોદરી કોને કહેવાય છે તે ?
૯૩
– પ્રવચનસારોદ્વાર
ક્રોધાદિ કષાયોની માત્રામાં રોજ કડાકો બોલાવતા જવું એને કહેવાય છે ભાવ ઊણોદરી અને જિનવચનોથી ચિત્તને ભાવિત કરતા રહેવું એને કહેવાય છે ભાવ ઊણોદરી.
જવાબ આપ.
તારા જીવનમાં આ બંને પરિબળોનો સતત અમલ ખરો ?
જોઈ તો છે ને તે ગૅસ પરથી ઉતારી લીધેલી પાણીની તપેલી ?
એ તપેલીમાંનુ પાણી જેમ સતત ઠંડું જ થતું
જાય છે તેમ તારા મનમાં પણ
કષાયોનું જે જોર છે એ રોજેરોજ ઘટતું જ જવું જોઈએ. કષાયોની માત્રા જે ગઈકાલે હતી એ આજે ન જોઈએ અને આજે જે માત્રા છે એ આવતી કાલે ન જોઈએ. અને આ પરિણામ અનુભવવા માટે તારી પાસે હોવી જોઈએ જિનવચનોની ભાવિતતા. કષાયોનું સ્વરૂપ, કષાયોના હેતુ અને કષાયોનું ફળ.
આ ત્રણેયની સમજણ મેળવવા માટે અને
એ સમજણ પ્રત્યેની શ્રદ્ધાને સ્થિર કરી દેવા માટે
જિનવચનોની ભાવિતતા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. યાદ રાખજે સમ્યક્ લક્ષ્ય
અને એ લક્ષ્યને આંબવા માટેની સાચી લગન,
આ બેના સ્વામી બની ગયા વિના
નહીં તો તને કષાયોની માત્રામાં કડાકો
બોલાવવામાં સફળતા મળે કે
નહીં તો ચિત્તને જિનવચનોથી ભાવિત કરતા રહેવામાં તને સફળતા મળે.
દ્રવ્ય ચારિત્ર, દ્રવ્યક્રિયા અને
દ્રવ્ય ઊણોદરી તો અનંતકાળમાં અનંતીવાર કર્યા. ચાલ્યો આવ હવે ભાવચારિત્ર, ભાવક્રિયા અને
ભાવ ઊણોદરીના માર્ગે. મુક્તિ તારી હાથવેંતમાં છે.
૯૪