________________
७ नास्ति काचिदसौ क्रिया यया साधूनां ध्यानं न भवति।
– આવશ્યક નિર્યુક્તિ
ભોજન, પાણી, ધંધો, ચાલવાનું, બેસવાનું, સૂવાનું અને આના જેવી જ અન્ય ક્રિયાઓ અમુક સમયે જ થતી હોય એ તો સમજાય છે પણ શ્વાસોચ્છવાસની ક્રિયા? એ તો ક્યા સમયે ચાલુ નથી હોતી એ પ્રશ્ન છે. મુનિ ! તારા હાથમાં આજે જે સંયમજીવન છે એ જીવનની શી તાકાત છે એ તારા ખ્યાલમાં છે ખરું ? ભલે ને તું રસ્તા પર ચાલી રહ્યો છે, ભલે ને તું કોકની સાથે વાતો કરી રહ્યો છે, ભલે ને તું ગોચરી વહોરવા જઈ રહ્યો છે, ભલે ને તું ઉપકરણ લેવા-મૂકવાની ક્રિયા કરી રહ્યો છે, ભલે ને તું અંડિલ-માત્રુ જઈ રહ્યો છે, ભલે ને તું પ્રતિલેખન કે પ્રતિક્રમણ કરી રહ્યો છે, ભલે ને તું સ્વાધ્યાય કે ધ્યાન કરી રહ્યો છે, તારી પ્રત્યેક ક્રિયા ધ્યાનરૂપ જ છે. તારે ધ્યાન લગાવવા સ્વતંત્ર સમય કાઢવાની જરૂર નથી. શું કહીએ તને? આર્તધ્યાન અને રોદ્રધ્યાન, આ બે દુર્બાન છે કે જે તારા માટે વજર્ય છે.
ધર્મધ્યાન અને શુક્લધ્યાન આ બે શુભધ્યાન છે કે જે તારા માટે ઉપાદેય છે. ચાલવાની તારી ક્રિયા જો ઇર્યાસમિતિ રૂપ છે તો બોલવાની તારી ક્રિયા ભાષાસમિતિ રૂપ છે. ગોચરી વહોરતાં દોષોની ગવેષણા કરતા રહેવાની તારી ક્રિયા જો એષણાસમિતિરૂપ છે, તો વસ્તુ લેતા-મૂક્તા થતી પુંજવા પ્રમાર્જવાની તારી ક્રિયા આદાન-ભંડમત્તનિક્ષેપણાસમિતિરૂપ છે અને સ્થડિલ-માત્રુ જવા-પઠવવાની તારી ક્રિયા પારિષ્ઠાપનિકા સમિતિરૂપ છે. આ દરેક ક્રિયામાં રહેતી અપ્રમત્તતા, જીવરક્ષાના પરિણામ, આજ્ઞાસાપેક્ષતા, અધ્યવસાય વિશુદ્ધિ, નિર્મળ વિચારધારા, સ્વરૂપની જાગૃતિ આ બધાયનું પોત કાં તો ધર્મધ્યાનરૂપ છે અને કાં તો શુક્લધ્યાનરૂપ છે. જો ધર્મધ્યાન અને શુક્લધ્યાન એ જ શુભ ધ્યાનરૂપ છે અને તારા જીવનની પ્રત્યેક ક્રિયામાં જો આ બે શુભધ્યાનમાંથી જ અન્યતર એક ધ્યાન છે તો પછી જવાબ આપ તું, તારે હવે બીજું કયું ધ્યાન ધરવાનું બાકી રહે છે ? શુભધ્યાન માટે તારે બીજા કોની પાસે જવાનું બાકી રહે છે ? બીજી કઈ ક્રિયા તારે શુભધ્યાન માટે કરવાની રહે છે? આંખ સામે રાખજે ઢંઢણ અણગારને. મોદકને પરઠવતા પરઠવતા એ મુનિવર કેવળજ્ઞાન પામી ગયા છે જો આવી તુચ્છ અને મામૂલી દેખાતી ‘પરઠવવાની ક્રિયા પણ કેવળજ્ઞાનનું કારણ બની શકતી હોય તો પછી તારે તો પાગલ બનીને નાચતા રહેવાની જરૂર છે. કારણ કે તારી પાસે જે ક્રિયાઓ છે એ તો એક એકથી ચડિયાતી છે !
100