Book Title: Fari Kyare Malse Aa Jivan
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 42
________________ @ @ @ @ ૪૨ @ दैवं हि दुर्मतिं दत्ते चपेटांन कपालयोः। - જૈન કથાર્ણવ લો એમ કહેવાય છે કે કોઈ માણસને જીવતા જ ખતમ કરી દેવો હોય તો એને દારૂના, જુગારના, વેશ્યાગમનના, દાણચોરીના કે ડ્રગ્સના રવાડે ચડાવી દેવો. એ સામે ચડીને મોતને આમંત્રણ આપતો રહીને વહેલી તકે સ્મશાનનો મહેમાન બની જશે. મુનિ ! ખૂબ ગંભીરતાથી તું યાદ રાખજે આ વાત કે કુદરત જયારે કોકને દુઃખી દુઃખી કરી દેવા માગે છે, એના ભાવિને અંધકારમય બનાવી દેવા માગે છે, જગતના ચોગાન વચ્ચે એની રેવડી દાણાદાણ કરી નાખવા માગે છે ત્યારે જરૂરી નથી કે એના શરીરને એ રોગગ્રસ્ત બનાવી દે કે એની પ્રતિષ્ઠાને એ ધૂળધાણી કરી નાખે. એની આબરૂને એ બટ્ટો લગાવી દે કે એના ગાલ પર એ બે-ચાર તમાચા લગાવી દે. ના. કુદરત એને દુર્બુદ્ધિનો શિકાર બનાવી દે છે. એની મતિને દુષ્ટ બનાવી દે છે. બસ, દુર્મતિનો શિકાર બની જતો એ પછી એવાં એવાં અકાર્યો કરવા લાગે છે કે જેના ફળસ્વરૂપે એ પોતાનો આલોક અને પરલોક બંને બરબાદ કરી બેસે છે. તપાસ તારા ખુદના જીવનને. પુષ્ટ કારણ વિના જો તું દોષિત ગોચરી વાપરી રહ્યો છે, માત્ર સુખશીલતાને પોષવા જો તું દિવસે નિદ્રા લઈ રહ્યો છે, શરીર સશક્ત હોવા છતાં જો તું વિગઈપ્રચુર દ્રવ્યો પેટમાં પધરાવી રહ્યો છે. સુંદર ક્ષયોપશમ અને સાનુકૂળ સંયોગો હોવા છતાં જો તું સ્વાધ્યાયક્ષેત્રે ભારે પ્રમાદ સેવી રહ્યો છે. પાંચે ય ઇન્દ્રિયો સંપૂર્ણ સ્વસ્થ હોવા છતાં અને પ્રભુવચનોની સમ્યક્ સમજ હોવા છતાં જો તું જાણી જોઈને સમિતિ-ગુપ્તિના પાલનમાં બેદરકારી દાખવી રહ્યો છે, વિરાધનાઓની વણઝાર પછી ય તારા મનમાં જો એમાં શું થઈ ગયું?' એવા ભાવો ઊઠી રહ્યા છે, સુતસેવનના સમાચારો કાને આવ્યા પછી ય તારા હૈયામાં જો હર્ષનાં કોઈ સંવેદનો ઊઠતા જ નથી, ઉપકારીઓના દર્શન પછી ય તારા મનમાં એમના પ્રત્યે જો કોઈ અહોભાવ જાગતો જ નથી. પુણ્યના ઉદયકાળમાં સદ્ગુણોનો ઉઘાડ કરી લેવાનો પુરુષાર્થ દાખવી લેવાનો જો તારા મનમાં કોઈ ઉમળકો જાગતો જ નથી તો અમે તને કહીએ છીએ કે તારે અત્યંત સાવધ બનીને તારી મતિને તપાસી લેવાની જરૂર છે. બની શકે કે કુદરતે પોતાના સકંજામાં તને લઈ લીધો હોય અને તને દુર્મતિનો શિકાર બનાવી દીધો હોય. અહોભાવશૂન્ય ધર્મારાધના, વેદનાશૂન્ય પાપસેવન, સંવેદનહીન ઉપકારીદર્શન, ડંખવિહીન પ્રમાદસેવન આ બધાં દુર્મતિનાં અથવા તો દુબુદ્ધિનાં જ સંતાનો છે. સમડીના મુખમાં સપડાઈ ચૂકેલા સર્પને જીવનદાન હજી મળી શકે છે પણ દુર્મતિના શિકાર બનેલાને સગુણ કે સદ્ગતિ પ્રાપ્તિ સર્વથા અસંભવિત છે. સાવધાન !

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51