Book Title: Fari Kyare Malse Aa Jivan Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 4
________________ सुबहमपि श्रुतमधीतं चरणविप्रहीणस्य निश्चयतो अज्ञानमेव। - ગા. ૧૧૫૨ ) ભોજન હાજર છે, ભોજનનાં દ્રવ્યોના ગુણધર્મની બરાબર જાણકારી છે અને છતાં માણસ જો ભોજનનાં એ દ્રવ્યોને આરોગતો નથી તો એની પાછળનાં મુખ્ય કારણો ચાર હોઈ શકે. માણસનું પેટ ભરેલું હોય, માણસની ભૂખ મરી ગઈ હોય, માણસની હોજરી નરમ હોય અથવા તો માણસ ગાંડો હોય. મુનિ! તારી પાસે આગમોનો બોધ સરસ છે ને? હજારો શ્લોકો તને કંઠસ્થ છે ને? તારી વિદ્વત્તાથી સહુ આશ્ચર્યચકિત છે ને? જવાબ આપતું. તારા જીવનમાં એનું આચરણ કેટલું છે ? પાપ-પ્રમાદના ત્યાગનો તારો પુરુષાર્થ કેવો છે? સદ્ આચરણક્ષેત્રે સત્ત્વ ફોરવતા રહેવાની તારી તૈયારી કેવી છે? તું કેવળજ્ઞાન નથી પામી ચૂક્યો એની અમને ખબર છે. વ્રત-નિયમોના સ્વીકાર માટેનું સન્ત તારી પાસે સારું એવું છે એની ય અમને ખબર છે. સદ્ આચરણની જ જ્યાં બોલબાલા હોય એ સંયમજીવનનો તું સ્વામી છે એની ય અમને ખબર છે અને છતાં તું જે કાંઈ ભણ્યો છે, કર્મબંધનાં અને કર્મક્ષયનાં કારણોની તારી પાસે જે કાંઈ જાણકારી છે એ જાણકારીને ઉચિત તારા જીવનમાં જો આચરણ નથી તો અમારે તને એટલું જ કહેવું છે કે તારું જ્ઞાન એ જ્ઞાન નથી પણ એજ્ઞાનું જ છે. લોહી બનાવી શકતી બદામ તારી સામે જ પડી છે, તારા શરીરમાં લોહી ઓછું છે. અને છતાં તું બદામ ખાવાની બાબતમાં ગલ્લા-તલ્લાં કરે છે. આનો અર્થ તો એટલો જ ને કે કાં તો તને બદામની તાકાતની જાણકારી નથી અને કાં તો લોહીની અલ્પતાની ભયંકરતા તારા ખ્યાલમાં નથી. જનમ-મરણની પરંપરા પર પૂર્ણવિરામ મૂકી દેવાની આગવી તાકાત ધરાવતું સમ્યફ શ્રુત તારી પાસે ઉપલબ્ધ છે. તારા એક એક આત્મપ્રદેશ પર અનંત અનંત કાર્મણ વર્ગણાઓ ચોંટેલી છે. અને છતાં તું સદ્ આચારોથી હીન જીવન જીવી રહ્યો છે તો એનો અર્થ તો એટલો જ ને કે કાં તો તને શ્રાધ્યયનમાં પડેલ અનંત અનંત કર્મોનો સફાયો બોલાવી દેવાની પ્રચંડ ક્ષમતા પર શ્રદ્ધા નથી અને કાં તો આત્માના ચાલુ રહેલા ભવભ્રમણની ખતરનાકતા તને સમજાઈ નથી. એ સિવાય આવી ભૂલ તું કરી જ શી રીતે શકે ? મુનિ ! થોડોક ડાહ્યો થા. સત્ત્વશીલ થા. સ્વચ્છંદમતિથી મનને અને સુખશીલવૃત્તિથી શરીરને થોડુંક મુક્ત કરતો જા . પ્રભુનાં જે પણ વચનોને તે કંઠસ્થ કર્યા છે એ તમામ વચનોને આચરણમાં ઉતારીને એ વચનોને તું ‘જ્ઞાનરૂપ પુરવાર કરતો જા. બાકી, અમૃત પીધું પણ અમર ન થયા, પીવાની રીત ના જાણી ! કાં પેટમાં ગયું નહીં ને, કાં ગયું તે પાણી’ આવું તારા અધ્યયન માટે ન બને એનું ખાસ ધ્યાન રાખજે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 51