Book Title: Fari Kyare Malse Aa Jivan
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 14
________________ @ @ @ ૧૪ ક & Mo . पुण्यकर्मणि प्रवर्तमानानां पुंसां बहवो अन्तराया उत्तिष्ठन्ति - વૈરાગ્યશતક - ૩ e ઘાસને ઉગાડવા તમે જાઓ. કોઈ જ તકલીફ નહીં આવે. પુષ્પને તમે ઉગાડવા જાઓ. પાર વિનાની તકલીફો આવશે. વિાને સાચવવાની મહેનત તમે નહીં કરો તો ય એ સચવાઈ જશે. અત્તરની બૉટલને સાચવવા તમારે પુરુષાર્થ કરવો જ પડશે. મુનિ ! તું સત્કાર્યો કરવાનો માત્ર સંકલ્પ કરી જો. તપ શરૂ કરવો જ છે. સ્વાધ્યાયમાં હવે તો લાગી જ પડવું છે. સમિતિ-ગુપ્તિના પાલનમાં હવે તો બેદરકારી નથી જ દાખવવી. વિજાતીય પાત્રને મનમાં એક પળ માટે ય સ્થાન હવે તો નથી જ આપવું. ક્રિયા ચાહે પ્રતિલેખનની હોય કે પ્રતિક્રમણની હોય, પૂર્ણ અહોભાવ સાથે અને એકાગ્રતા સાથે જ કરવી છે, આ સંકલ્પને અમલી બનાવવાનો પુરુષાર્થ તું જેવો શરૂ કરીશ, તે નહીં ધાર્યા હોય એવાં વિદનો વચ્ચે આવીને ઊભા જ રહેશે. કાં તો પ્રતિકૂળ વાતાવરણ ઊભું થઈ જશે કાં તો શરીરમાં કાંક ગરબડ ઊભી થઈ જશે. કાં તો સહવર્તિઓ તરફથી તારા પ્રત્યે વિચિત્ર વર્તાવ થશે. કદાચ મને ‘મૂડ’ ગુમાવી બેસશે અને એમાંનું કદાચ કાંઈ જ નહીં બને તો છેવટે તારું મન ચંચળતાનું શિકાર બનીને તારા અમલી બનતા આરાધનાના સંકલ્પમાં તને આનંદનો અનુભવ નહીં થવા દે. ટૂંકમાં, ‘સુખના માર્ગમાં અંતરાય કદાચ નથી પણ આવતા તો ય હિતનો માર્ગ તો અંતરાય વિનાનો નથી જ હોતો’ એ તેં સાંભળેલી વાતનો તને પ્રત્યક્ષ અનુભવ થવા લાગશે. તું કદાચ પૂછી બેસીશ કે એની પાછળ કારણ શું હશે? તો તારા એ પ્રશ્નનો જવાબ એ છે કે તારું આત્મદ્રવ્ય સુવર્ણનું પ્રતિનિધિત્વ જરૂર ધરાવે છે પરંતુ ખાણમાં પડેલ સુવર્ણને શુદ્ધ બનવા માટે જેમ આગ વગેરેમાંથી પસાર થવું જ પડે છે તેમ કર્મથી મલિન એવા તારા આત્મદ્રવ્યને તું જો વિશુદ્ધ બનાવવા માગે છે તો કષ્ટોની ગરમી સ્વીકારી લીધા વિના એમાં તને સફળતા મળે તેમ જ નથી. શું કહીએ અમે તને? ચાકડા પર તૈયાર થયેલ ઘડાને જો મજબૂત બનવું છે તો કુંભાર એને નિંભાડાની આગમાં નાખીને જ રહે છે. કર્મ, કુસંસ્કારો અને કષાયોથી મલિન બની ચૂકેલા તારા આત્મદ્રવ્યનો તું એ તમામ પ્રકારની મલિનતાઓથી જો છુટકારો કરવા માગે છે તો પરિસહ-ઉપસર્ગ-સાધનાદિનાં કષ્ટોની આગમાં એને નાખવા તારે સંમત થવું જ પડશે. અને એક મહત્ત્વની વાત.. સાધના માર્ગે પીડા વેઠ્યા પછી જે પુરસ્કાર મળે છે એ પુરસ્કાર, વેઠેલી તમામ પીડાઓને સાર્થક કરીને જ રહે છે. પુત્રદર્શનનો આનંદ, સ્ત્રીને પ્રસૂતિની પીડા ભુલાવી જ દેતો હોય છે ને?

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51