Book Title: Fari Kyare Malse Aa Jivan
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 31
________________ ૩૧ सिद्धियधूनिर्भराऽनुरागसमागमचिन्तादुर्बलः साधुः । કાળઝાળ મોંઘવારી, ટૂંકી આવક, પરિવાર મોટો. ચિંતામાં ને ચિંતામાં એનું શરીર સુકાતું ચાલ્યું. વરસોથી જે યુવતી પ્રત્યે એને લગાવ હતો એ યુવતી બે વરસ માટે અમેરિકા ચાલી ગઈ. એની સ્મૃતિમાં ને સ્મૃતિમાં એનું શરીર ઘસાતું ચાલ્યું. એક બાજુ સામે લીલુંછમ ઘાસ અને બીજી બાજુ સામે વાઘ. ઘાસ ખાતા રહેવા છતાં બકરીનું શરીર સુકાતું જ ચાલ્યું. મુનિ ! તું અને નિશ્ચિંત ? તું અને મસ્ત ? તું અને બળવાન ? એ બની જ શકે કેવી રીતે ? સિદ્ધિવધૂ સાથે વિવાહ કરવા તો તું સંસાર સમસ્તનો ત્યાગ કરીને નીકળી પડ્યો છે સાધના માર્ગે. માતા-પિતાદિ સ્વજનોને તો તે છોડચા જ છે પરંતુ પાંચે ય ઇન્દ્રિયોના વિષયોને પણ તેં તરછોડ્યા છે. શરીરની સુખશીલતા સામે તો તે બળવો પોકાર્યો જ છે પરંતુ મનની સ્વચ્છંદવૃત્તિ સામે ય તું જંગે ચડ્યો છે. એક જ ખ્વાબ છે તારું. હું ક્યારે સિદ્ધિવધૂને વરી લઉં ? જ્યાં સુધી તારું એ ખ્વાબ સફળ થતું નથી ૬૧ – સમરાઈચકહા ત્યાં સુધી તારા શિરે કેટકેટલી મુશ્કેલીઓ ત્રાટકવાની સંભાવના ઊભી છે એનો તને બરાબર ખ્યાલ છે જ. મુક્તિ નથી મળતી ત્યાં સુધી આત્માને સંસારમાં રહેવું પડે છે અને સંસારમાં રહેવું પડે છે એનો અર્થ ? સંસારની ચારેય ગતિઓમાં રખડતા રહેવું પડે છે. દુ:ખપ્રધાન નરકગતિ, વિવેકહીન તિર્યંચગતિ, મૂર્છાપ્રધાન દેવગતિ અને પુણ્યહીન માનવગતિ. આ ચારે ય ગતિઓમાં આત્માને સતત ભટક્યા જ કરવું પડે છે. છે શું આ ચારેય ગતિઓમાં ? કાં તો દુ:ખો અને કાં તો દુઃખોનું રિઝર્વેશન કરી આપે તેવાં સુખો ! ક્યાંય સ્વસ્થતા નથી, ક્યાંય સ્થિરતા નથી અને ક્યાંય શાંતિ નથી. આવા દુઃખમય સંસારમાં રહેવા છતાં ય તું જો સ્વસ્થ હોય, તારી તબિયત મસ્ત હોય, તારા શરીરની સાતે ય ધાતુઓ જો સતેજ હોય તો એનો અર્થ એટલો જ છે કે કાં તો તને સંસારની ભયંકરતાનો કોઈ અંદાજ નથી અને કાં તો મુક્તિસુખની ભદ્રંકરતા તારી નજરમાં નથી. શું કહીએ તને ? મોહવિજેતા પરમાત્માની તું ઉપાસના કરતો જા. એ તારકની મોહનાશક આજ્ઞાઓનું તું પાલન કરતો જા. સુખના અનંતકાળના તારા બોગસ અનુભવોને એક બાજુ રાખી દઈને મુક્તિસુખના અનુભવને આત્મસાત્ કરી લેવા તું કટિબદ્ધ બનતો જા. અમે તને ખાતરી સાથે કહીએ છીએ કે એ સુખનું આકર્ષણ તારા મનમાં ઊભું થઈ ગયા પછી તું શાંતિથી સૂઈ નહીં શકે. ૨

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51