Book Title: Fari Kyare Malse Aa Jivan
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 30
________________ @ @ ૩૦ @ @ सर्वदुःखानां मूलम् स्नेहः। - સમરાઈચ્ચકહા તો @ @ e @ @ @ રોગનું મૂળ છે પેટનો બગાડો. તકલીફોનું મૂળ છે દરિદ્રતા. ક્લેશ-કંકાસનું મૂળ છે બરછટ ભાષાપ્રયોગ. મૂર્ખતાનું મૂળ છે બુદ્ધિની જડતા. પાગલતાનું મૂળ છે બુદ્ધિની મંદતા પણ મુનિ ! સઘળાં ય દુઃખોનું કોઈ એક જ ઉદ્ગમસ્થાન હોય તો એ છે સ્નેહ. આ સ્નેહને તું રામનું નામ આપતો હોય કે આકર્ષણનું નામ આપતો હોય, વાસનાનું નામ આપતો હોય કે આવેગનું નામ આપતો હોય, એની સામે અમારો કોઈ જ વાંધો નથી. અમે તો તને એટલું જ કહેવા માગીએ છીએ કે કપડાં પર લાગી ગયેલ ઘીનો ડાઘ દૂર થતાંની સાથે જ એ કપડું જેમ વાતાવરણમાંની ધૂળને પોતાના તરફ ખેંચવાનું બંધ કરી દે છે તેમ તારા મનને સ્નેહમુક્ત બનાવવામાં તું જેવો સફળ બનતો જઈશ, એ જ પળે તારા આત્મા પર વાતાવરણમાં રહેલ કાર્મણ વર્ગણાઓ ચોંટવાની બંધ થવા લાગશે. દુઃખની વાત છે કે આ જગતના જીવો દુઃખમુક્ત બનવા માગે છે પણ રોગમુક્ત બનવા નથી માગતા. આગની નજીક રહેવું છે અને ગરમીથી બચી જવું છે? ગટરની બાજુમાં રહેવું છે અને દુર્ગધથી બચી જવું છે? ધુમાડાવાળા વાતાવરણમાં રહેવું છે અને શ્વાસની તકલીફથી બચી જવું છે? એ બધું ય જો અસંભવ છે તો મનને રાગભાવમાં રમતું રાખીને આત્માને દુઃખોનો શિકાર બનતો અટકાવવો એ ય સર્વથા અસંભવિત જ છે. યાદ રાખજે તું. વીતરાગ બન્યા વિના સર્વજ્ઞ બની શકાતું નથી અને કષાયભાવથી મુક્ત બન્યા વિના વીતરાગ બની શકાતું નથી. સ્વરૂપની ઓળખાણ વિના કષાયસેવનથી બચી શકાતું નથી અને બહિર્ભાવોમાંથી મનને બહાર લાવ્યા વિના સ્વરૂપની ઓળખ શક્ય નથી. પ્રલોભનોથી બચતા રહ્યા વિના મનને બહિર્ભાવોના આકર્ષણથી મુક્ત રાખવું શક્ય નથી અને મન સાથે સંઘર્ષ ખેલતા રહ્યા વિના પ્રલોભનોથી ભાગતા રહેવા મનને તૈયાર કરવું શક્ય નથી. સો વાતની એક વાત. વિષયુક્ત મોદક સ્વાદમાં ગમે તેટલો મીઠો હોય તો ય મોતથી બચવા માટે એ મોદકથી દૂર રહેવું જરૂરી જ છે તો સ્નેહભાવ મનને ગમે તેટલો મીઠો લાગતો હોય તો ય આત્માને દુઃખોથી બચાવતો રહેવા માટે, દુર્ગતિની યાત્રાએ જતો રોકવા માટે મનને સ્નેહભાવનું શિકાર બનતું રોકવા જેવું જ છે. યાદ રાખજે તું. દ્વેષના અગ્નિથી મનને મુક્ત રાખવામાં કોઈ જ તકલીફ પડવાની નથી. રાગના હિમથી મનને દૂર રાખતાં નવનેજાં પાણી ઊતરી જવાનું છે. પટ

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51