Book Title: Fari Kyare Malse Aa Jivan
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 12
________________ ૧૨ उड्डयनसमये पक्षी प्रायश पक्षातिरेकेण न किञ्चिद् धारयति तथैव साधोरपि धर्मोपकरणातिरेकेण वस्तुनोऽग्रहणम् । · પક્ષીને ઊડવું છે ધરતી પરથી આકાશ તરફ અને એ માટે એને સહારો લેવાનો છે પાંખનો. – યોગવિંશિકા - ૧૩ પાંખ પર એ કોઈ પણ પ્રકારનું વજન રાખવા તૈયાર થશે ખરું ? હરિંગજ નહીં. અરે, એનું ચાલે તો એ પાંખનું વજન લેવા પણ તૈયાર ન થાય પણ એની પાસે પાંખનો સહારો લેવા સિવાય બીજો કોઈ વિક્લ્પ જ ન હોવાથી પાંખને તો એ સાથે રાખશે જ પણ પાંખ સિવાય તો બીજા કોઈને ય એ સાથે નહીં રાખે. બીજું કાંઈ પણ એ સાથે નહીં રાખે. કારણ ? ધરતી વજનને પોતાના તરફ ખેંચતી રહે છે જ્યારે પક્ષીને ધરતીની વિરુદ્ધ આસમાનની દિશામાં જવું છે. વજન સાથે રાખવાનું એને ન જ પરવડે એ બિલકુલ સમજાય તેવી વાત છે. યુનિ તું તારા આત્મદ્રવ્યને ઊર્ધ્વગામી બનાવવા માગે છે ને ? અનંત અનંત કાળથી સંસારના ચારગતિરૂપ જે ક્ષેત્રમાં તું ભટકી રહ્યો છે એ ક્ષેત્રથી કાયમી છુટકારો પામીને તું સિદ્ધશિલામાં પહોંચી જવા માગે છે ને ? સમયના સકંજામાં રહેલ તારા આત્મદ્રવ્ય પર સમયની કોઈ જ અસર ન રહે એ સ્તરે તું સમયાતીત બની જવા માગે છે ને ? ઔદિયકભાવ અને ક્ષયોપશમભાવથી મુક્ત બનીને તું ૨૩ ક્ષાયિકભાવને તારી મૂડી બનાવી દેવા માગે છે ને ? તારા આ તમામ પ્રશ્નોનું એક જ સમાધાન છે. તું વજન ઘટાડતો જા. અલબત્ત, અહીં શરીરના વજનને ઘટાડવાની વાત નથી. વાત છે મનના વજનને ઘટાડતા રહેવાની. સ્નેહ એ છે મનનું વજન. મૂર્છા એ છે મનનું વજન. પરસ્પૃહા એ છે મનનું વજન. મનના આ અને આના જેવા જ અન્ય આસક્તિ, આગ્રહ, અપેક્ષા વગેરેના વજનને ઘટાડતા રહેવાની તારી તૈયારી છે ખરી ? જો સ, તો તારું મુક્તિગમન નિશ્ચિત્ત છે અને જો ના, તો તારું સંસાર પરિભ્રમણ અસંદિગ્ધ છે. અલબત્ત, પાંખના સહારા વિના પંખીને જેમ આકાશ તરફ ઊડવામાં સફળતા મળતી નથી તેમ ધર્મોપકરણના સહારા વિના આત્મદ્રવ્યને કર્મમુક્ત બનાવવામાં કોઈ પણ સાધકને સફળતા મળતી નથી એનો અમને ખ્યાલ છે અને એટલે જ અમે તને કહીએ છીએ કે ધર્મોપકરણોને સાધનાજીવનમાં સાથે રાખવાં પડે તો જરૂર રાખજે પણ એમાં ય બે બાબતની સાવધગીરી તો ખાસ રાખજે. એક ઃ જરૂરિયાત કરતા વધુ ઉપકરણ રાખીશ નહીં. બે ઃ જરૂરિયાતના ઉપકરણ પ્રત્યે ય મૂર્છા રાખીશ નહીં. આ બે બાબતમાં સાવધ બનીને જો તું સાધના કરતો રહ્યો તો ખાતરી સાથે અમે તને કહીએ છીએ કે સિદ્ધશિલામાં બિરાજમાન થઈ જવાનું તારું નિશ્ચિત્ત જ છે. પ્રશ્ન માત્ર સમયનો જ છે. સો વાતની એક વાત. સંગ્રહનું અને મૂર્છાનું વજન ઘટાડી દે. કર્મોનું વજન કાયમ માટે ઊતરીને જ રહેશે. ૨૪

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51