Book Title: Fari Kyare Malse Aa Jivan
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 21
________________ @ @ @ ૨૧ @ @ मिथ्यात्वोदयकारकश्चाऽयं दु:षमानामारक: - દર્શનશુદ્ધિપ્રકરણ ગા. ૧૨ . @ @ @ @ @ @ ' ચારેય બાજુ ગુંડાઓ જ હોય જ્યાં, ત્યાં સંપત્તિને સુરક્ષિત રાખી દેવામાં સફળતા મળે ? રામ રામ કરો. કેમિકલની ફૅક્ટરીઓ વધુ ને વધુ હોય જ્યાં, ત્યાં તંદુરસ્તીને જાળવી રાખવામાં સફળતા મળે ? રામ રામ કરો. ગંધાતા પાણીની ગટરો વહેતી હોય જ્યાં, ત્યાં વાતાવરણને પ્રદૂષણ મુક્ત રાખવામાં સફળતા મળે ? રામ રામ કરો. વેશ્યાઓના વસવાટ વચ્ચે જ રહેવાનું હોય જ્યાં, ત્યાં પવિત્રતાને અકબંધ રાખવામાં સફળતા મળે ? રામ રામ કરો. મુનિ ! અત્યારે તું જે કાળમાં જીવી રહ્યો છે. એ છે ‘દુષમ’ નામનો પાંચમો આરો. આ આરાની એક ગજબનાક વિશેષતા તારા ખ્યાલમાં છે ખરી ? આ આરો છે મિથ્યાત્વના ઉદયને જન્મ આપનારો. આ આરામાં આચરણને પવિત્ર રાખવું તો મુશ્કેલ છે જ પરંતુ સમ્યક શ્રદ્ધાને ટકાવી રાખવી એ પણ આ આરામાં જીવી રહેલ વ્યક્તિ માટે મુશ્કેલ છે. કારણ ? પાર વિનાનાં પ્રલોભનો અને પાર વિનાની બે-શરમી. આ બે પરિબળોથી વ્યાપ્ત છે આજનો કાળ. એક બાજુ હોય પાણી અને બીજી બાજુ સર્વત્ર હોય ઢાળ જ ઢાળ. પાણીને નીચે ઊતરતું અટકાવી શકાય? જરાય નહીં. એક બાજુ મનનું પોત હોય પાણીનું અને બીજી બાજુ સર્વત્ર હોય પ્રલોભનોની વણઝાર. જીવનને આચરણભ્રષ્ટ થતું અને મનને શ્રદ્ધાભ્રષ્ટ થતું અટકાવી શકાય ? બિલકુલ નહીં. એક વાસ્તવિકતાને તું સતત આંખ સામે રાખજે. પ્રલોભનો જો જીવનને આચારભ્રષ્ટ બનાવે છે તો વારંવારની આચારભ્રષ્ટતા મનને શ્રદ્ધાભ્રષ્ટ બનાવીને જ રહે છે. જેમ મગજની નસ તૂટી ગયા પછી મોતને ખાસ છેટું હોતું નથી તેમ સદાચરણથી જીવન ભ્રષ્ટ થઈ ગયા પછી મનનું સમ્યક શ્રદ્ધાથી ભ્રષ્ટ થવાનું બહુ દૂર રહેતું નથી. કારણ ? આ જ કે આત્માનો અનાદિનો અભ્યાસ એમ કહે છે કે સુખ ઇન્દ્રિયોના વિષયોમાં જ છે. જ્યાં વિષયોના માધ્યમે જીવને સુખનો અનુભવ થતો રહે છે ત્યાં ઘીમેધીમે એ વિષયો પ્રત્યે ઉપાદેયબુદ્ધિ જાગી જાય એવી પૂરી સંભાવના છે. અમે કહીએ છીએ, વિષયો હેય છે. તારું મન બોલવા લાગે છે, વિષયો ઉપાદેય છે. મિથ્યાત્વ આખરે છે શું? હેય તત્ત્વો ઉપાદેય લાગવા માંડે. ઉપાદેય તત્ત્વો હેય લાગવા માંડે. આ જ તો મિથ્યાત્વ છે. તું સાચે જ તારા આત્માને શ્રદ્ધાભ્રષ્ટ થતો બચાવી લેવા જો માગે છે તો એક જ કામ કરતો જા. આચરણને ભ્રષ્ટ થતું બચાવતો જા અને એમાં સફળતા મેળવવા પ્રલોભનોથી તારી જાતને દૂર રાખતો જા. ફાવી જઈશ. ૪૧

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51