________________
सम्यक्त्वामृतरसज्ञजीव: चिरकालाऽऽसेवितमपि
नजातु बहुमन्यते पापम्
- ષોડશક - ૩/૧૫ થી
કુપથ્ય સાથે દોસ્તી ભલે ને બહુ જૂની છે. પરંતુ તંદુરસ્તીજન્ય પ્રસન્નતા જેણે એકાદ વાર પણ અનુભવી લીધી છે એને પછી કુપથ્યનું આકર્ષણ ઊભું રહે એવી સંભાવના લગભગ નથી. બળદગાડીમાં બેસવાનો અનુભવ ભલે ને વરસોનો છે. પરંતુ વિમાનની મુસાફરીની મજા એકાદવાર પણ જેણે લૂંટી લીધી છે. એને પછી બળદગાડીમાં બેસવાનું આકર્ષણ ઊભું રહે એવી સંભાવના નહિવત છે. મુનિ! તારી પાસે જે જીવન છે એ જીવન સંયમનું છે. એ જીવન કાં તો છા ગુણસ્થાનકનું છે અથવા તો સાતમા ગુણસ્થાનકનું છે. એ જીવન પાપમુક્ત તો છે જ પણ સાથે પ્રસન્નતાયુક્ત પણ છે. એ જીવનમાં સંકલેશોની ગેરહાજરી તો છે જ પણ સાથે આનંદ પણ ચિક્કાર છે. એ જીવનમાં બહિર્ભાવોના આકર્ષણનો અભાવ તો છે જ પરંતુ સાથે અંતર્મુખતાન્ય મસ્તીનો અનુભવ પણ ગજબનાક છે. આ વાત અમે તને એટલા માટે યાદ કરાવીએ છીએ કે જેની પાસે માત્ર ચતુર્થ ગુણસ્થાનકની ગૅરન્ટી આપતું સમ્યફદર્શન છે એ સમકિતિ આત્મા સમ્યક્દર્શન રૂપી અમૃતરસના અનુભવના બળે
સ્વજીવનને પાપમુક્ત બનાવવામાં કદાચ સફળ નથી પણ બનતોઅવિરતિના ઉદયના કારણે અથવા તો અનંત અનંતકાળથી પાપસેવનનો અભ્યાસ હોવાના કારણે તો ય પાપના આકર્ષણથી તો એનું મન મુક્ત બની જ ગયું હોય છે. પ્રશ્ન અમારે તને એટલો જ પૂછવો છે કે સમકિતિ આત્માની મનોવૃત્તિ જો આ હોય તો સર્વવિરતિધર એવા તારી મનોવૃત્તિ કેવી હોવી જોઈએ ? તું તો એવા મસ્ત જીવનને પામી ગયો છે કે જે જીવનમાં એક પણ પાપ કરવું તારા માટે અનિવાર્ય નથી. શુભ આલંબનો વચ્ચે જ તારે જીવનભર રહેવાનું છે. સ&િયાઓ અને સદનુષ્ઠાનોના સેવનનું સભાગ્ય જીવનભર માટે તને વરેલું છે. શુભ યોગ અને શુભ ઉપયોગ એ તો તારા પવિત્ર જીવનની એક માત્ર ઓળખ છે. જવાબ આપ તું. આવું પવિત્ર જીવન આજે તારા હાથમાં છે એ પછી ય તારા મનમાં વાસનાનાં સાપોલિયાં કવચિત પણ આંટા લગાવી જાય છે ખરા? કષાયોની ઉત્કટતા તારા મનનો કબજો કવચિત પણ જમાવી દે છે ખરી ? દુર્બાન અને દુર્ભાવના ધુમાડાથી તારું ચિત્ત અવારનવાર લુષિત બની જ જાય છે એવું બને છે ખરું? જો હા, તો તું નિશ્ચિત્ત સમજી રાખજે કે જગત તને ભલે સંયમી તરીકે ઓળખતું હશે, હકીકતમાં તારી પાસે સંયમીનાં કપડાં જરૂર છે પરંતુ અમે જેને ‘સંયમ’ કહીએ છીએ એ સંયમ તો તારી પાસે નથી જ નથી ! સાવધાન ! પાપમુક્ત જીવન પામ્યો જ છે તો મનને પાપઆકર્ષણથી મુક્ત કરીને જ રહે!
Ye
પ0