Book Title: Fari Kyare Malse Aa Jivan
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 26
________________ @ ૨૬ @ @ » २ यत्र भावोऽधिकस्तत्र फलमप्यधिकं भवति। - ષોડશક - ૭/૧૨ અધિક સંપત્તિ, અધિક સામગ્રી ખરીદી શકે છે. અધિક સાકર મીઠાઈને અધિક સ્વાદિષ્ટ બનાવી શકે છે. અધિક વૃક્ષો, અધિક વરસાદને ખેંચી લાવે છે. અધિક સ્યાહી અધિક લખાણ કરી શકે છે. પણ મુનિ ! આ તો બહિર્જગતની વાત છે. આભ્યન્તર જગતની વાત જો તું જાણવા માગતો હોય તો એ છે કે જે પણ યોગમાં, જે પણ અનુષ્ઠાનમાં, જે પણ ક્રિયામાં તારો ભાવ અધિક છે એ યોગનું, એ અનુષ્ઠાનનું, એ ક્રિયાનું ફળ અધિક છે. પછી ભલે એ યોગ કદાચ મામૂલી છે, એ અનુષ્ઠાન કદાચ નાનું છે, એ ક્રિયા કદાચ પ્રારંભિક છે. ખ્યાલ તો છે ને તને કે દિવસ દરમ્યાન ઈરિયાવહીની જે ક્રિયા તું કદાચ ૨૦૨૫ વાર કરી રહ્યો છે એ જ ઈરિયાવહીની ક્રિયા કરતા અઈમુત્તા મુનિવર કેવળજ્ઞાન પામી ગયા છે. જે પૂંજવા-પ્રમાર્જવાની ક્રિયા આ જીવનમાં તું ડગલે ને પગલે કરી રહ્યો છે, પૂંજવા-પ્રમાર્જવાની એ જ ક્રિયા કરતા વલ્કલચિરીએ ઘનઘાતી કર્મોના ભુક્કા બોલાવી દીધા છે. જે એકાશનનો તપ આ જીવનમાં તને કોઠે પડી ગયો છે એ જ એકાશનનો તપ કરતા કૂરગેડુ મુનિવરે કેવળજ્ઞાન ઉપાર્જ લીધું છે. જે ગુરુબહુમાનનો ભાવ તું આજે હૃદયમાં સંઘરીને બેઠો છે એ જ ગુરુ બહુમાનના ભાવને સહારે જ્ઞાનાવરણના તીવ્ર ઉદયકાળમાં ય માતુષ મુનિ કેવળજ્ઞાન પામી ચૂક્યા છે. તાત્પર્યાર્થ આ બધાં દૃષ્ટાન્નોનો સ્પષ્ટ છે. આરાધના, અનુષ્ઠાન કે. આલંબન ભલે નાનું છે, મામૂલી છે એના પ્રત્યેના અહોભાવને જો તમે પરાકાષ્ટાએ લઈ જઈ શકો છો તો તમને એના અંતિમ ફળ સુધી પહોંચવામાં કોઈ જ તકલીફ પડે તેમ નથી. મુનિવર! વાસ્તવિકતા જ્યારે આ જ છે. ત્યારે અમારી તને એક ખાસ સલાહ છે કે તું વિશિષ્ટ આરાધના, વિશિષ્ટ અનુષ્ઠાન કે વિશિષ્ટ આલંબનોની અપેક્ષા રાખવાને બદલે તને જે પણ આરાધના, અનુષ્ઠાન કે આલંબનો મળ્યા છે એ તમામ પ્રત્યે તારા હૃદયના ભાવોને વિશિષ્ટ બનાવતો જા . શું કહીએ તને? ભાવોની વિશિષ્ટતા પામીને જો છબસ્થ ગુરુને સહારે ય કેવળજ્ઞાન પામી શકાય છે તો કેવળજ્ઞાની ગુરુ મળવા છતાં ય ભાવો જો શુષ્ક જ છે, હૈયું જો સંવેદનહીન જ છે. તો સદ્ગતિના સ્વામી બનવું ય મુશ્કેલ બની જાય એ સંભવિત છે. દડો તારી કોર્ટમાં છે. જીતવું કે હારવું એનો નિર્ણય તારે કરવાનો છે.

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51