Book Title: Fari Kyare Malse Aa Jivan
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 19
________________ ૧૯ अविहिते बीजक्षेपे यथा सुवर्षेऽपि नैव भवति सस्ये, तथा धर्मवीजविर (सम्यत्वादिसमुत्पादकाना धर्म प्रशंसादिकानां हेतुनां परिहारे) न सुषमायामपि धर्म भवति । - ઉપદેશપદ - ૨૨૪ જમીન ફળદ્રુપ, ખાતર તંદુરસ્ત, પાણી સરસ. સૂર્યપ્રકાશ બરાબર અને માળી હોશિયાર. અને છતાં બન્યું એવું કે એ જમીનમાં પાક ઊગ્યો જ નહીં. કારણ ? એ જમીનમાં બીજક્ષેપ જ ન થયો. બીજક્ષેપ વિના પાક ? સર્વથા અસંભવ ! મુનિ ! ધાર કે કાળ ચોથા આરાનો છે. ધરતી પર સાક્ષાત્ તીર્થંકર ભગવંત વિચરી રહ્યા છે. એમના જ વરદહસ્તે રજોહરણ સ્વીકારવાનું સદ્ભાગ્ય તને સાંપડ્યું છે. સ્થવિર-ગીતાર્થ મુનિઓના ગચ્છમાં તારે રહેવાનું બન્યું છે. તારા ખુદના જીવનમાં સ્વાધ્યાય-તપ-વૈયાવચ્ચાદિ આરાધનાઓની તેં વણઝાર ઊભી કરી દીધી છે અને છતાં જેને ‘ધર્મ’ કહી શકાય એવો ધર્મ તારા જીવનમાં હોય નહીં એવું બની શકે છે. સદ્ગુણોનો જે ઉઘાડ તારા માટે પરમગતિનું કારણ બનવો જોઈએ, એવા સદ્ગુણોના ઉઘાડનું સદ્ભાગ્ય તને સાંપડે જ નહીં એવું બની શકે છે. આત્મસ્વરૂપની જે રમણતા તારા અનુભવનો વિષય બનવી જોઈએ એ સ્વરૂપરમણતા તારા સ્વપ્નનો વિષય પણ ૩૭ ન બને એવું બની શકે છે. પણ ક્યારે ? ત્યારે જ કે જ્યારે તારી પાસે ધર્મબીજ જ ન હોય. અન્ય આત્માઓના જીવનમાં સમ્યક્ત્વાદિ સમુત્પાદક જે પણ ધર્મો હોય, એની મુક્ત કંઠે પ્રશંસા કરતા રહેવું એ છે ધર્મબીજ. અને એનો તારા જીવનમાં સર્વથા અભાવ જ હોય. યાદ રાખજે તું. તારા ખુદના જીવનમાં રહેલ આરાધનાઓનું સ્વરૂપ પાણીનું, ખાતરનું કે સૂર્યપ્રકાશનું હોઈ શકે છે પણ બીજનું સ્વરૂપ તો અન્ય આત્માઓનાં સુકૃતોની પ્રશંસા એ જ છે. જો તારી પાસે એ જ નથી અને બાકીનું ઘણું બધું છે તો ય તારી મુક્તિ નથી અને જો તારી પાસે એ છે જ અને બીજું બધું થોડુંક ઓછું-વત્તું છે તો ય તારી મુક્તિ અસંદિગ્ધ છે. ભૂલીશ નહીં તું આ વાત કે સ્વજીવનમાં સુકૃતોના સેવન માટે તારું મન જેટલું જલદી તૈયારી થઈ જશે એટલું જલદી એ અન્યોનાં જીવનમાં સેવાઈ રહેલ સુકૃતોની પ્રશંસા માટે તૈયાર નહીં થાય. કારણ ? આ જ કે સ્વજીવનમાં સેવાતાં સુકૃતોથી અહંને હજી પુષ્ટ કરી શકાય છે પરંતુ અહંની છાતી પર ચડી જવાની મર્દાનગી દાખવ્યા વિના અન્યોનાં જીવનમાં સેવાઈ રહેલાં સુકૃતોની પ્રશંસા તો નથી જ કરી શકાતી. હકીકત આ હોવા છતાં અમે તને ભારપૂર્વક જણાવીએ છીએ કે આત્મભૂમિ પર તું જો સદ્ગુણોનો પાક લેવા માર્ગ જ છે તો ‘વીનું સત્પ્રશંસાવિ’ આ વચનના આધારે દિલ દઈને સહુના સુકૃતની પ્રશંસા કરતો જા. તું ન્યાલ થઈ જઈશ. ૩૮

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51