Book Title: Fari Kyare Malse Aa Jivan
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 16
________________ ૧૬ चतुर्दशपूर्व्वधरा अपि विषयासक्ततया पठन-पाठनादिव्यासङ्गाभावात् चतुर्दशाऽपि पूर्वाणि विस्मारयन्ति, ततो निगोदे भ्रमन्ति - ઇન્દ્રિયપરાજયશતક - ૮૪ પરીક્ષામાં કાયમ પ્રથમ નંબરે જ ઉત્તીર્ણ થતો હતો એ યુવક. પણ આ વખતની પરીક્ષાનું પરિણામ એના હાથમાં આવ્યું અને એ ચોધાર આંસુએ રડી પડ્યો. કારણ ? એનો નંબર પાછળ ચાલ્યો ગયો હતો એવું નહોતું બન્યું; પરંતુ પરીક્ષામાં એ નાપાસ જ થયો હતો ! પોતાની ધારદાર સ્મૃતિ પરના એના ભરોસાએ એને એક બાજુ અધ્યયન તરફ બેપરવા બનાવ્યો હતો તો બીજી બાજુ ક્રિકેટ પાછળ બેહદ પાગલ બનાવ્યો હતો. એનું જ આ દુષ્પરિણામ આવ્યું હતું કે પરીક્ષામાં એ નાપાસ થયો હતો. મુનિ ! ચૌદ પૂર્વીના જ્ઞાનવૈભવનો તો તને ખ્યાલ છે ને ? એ શ્રુતકેવળી કહેવાય છે. સંખ્યાબંધ લબ્ધિઓ એમના ચરણોમાં આળોટતી હોય છે. જિનશાસનના એ મહાપ્રભાવક હોય છે. હજારો-લાખો આત્માઓને એ સમ્યક્દર્શન, દેશવિરતિ, સર્વવિરતિ યાવત્ કેવળજ્ઞાન સુધીના ગુણોનું દાન કરી શકતા હોય છે. આવા મહાન જિનશાસન પ્રભાવક આચાર્ય કાળ કરીને નિગોદમાં રવાના થઈ જાય એવું તું કલ્પી શકે છે ખરો ? ૩૧ પણ, સાંભળી લે તું, એવું બનતું જ હોય છે. કારણ ? એક જ, વિષયો પ્રત્યેની જાલિમ આસક્તિ. પોતે ચૌદ પૂર્વધર હોય એટલે પ્રચંડ પુણ્યના સ્વામી તો હોય જ ને ? ભક્તવર્ગ ચિક્કાર. અનુકૂળતાઓ બેસુમાર. ગોચરી રસભરપૂર. પ્રશંસા પાર વિનાની. પ્રતિષ્ઠા ગજબનાક. પ્રતિભા કલ્પનાતીત. આઠેય નામકર્મનો ઉદય જોરદાર. યશ નામ કર્મની બોલબાલા જોરદાર. આ મદમસ્ત માહોલમાં જીવનમાંથી એ તપ-ત્યાગને આપી દે વિદાય. સ્વાધ્યાયયોગને એ ચડાવી દે અભરાઈએ. ન પઠન-પાઠન કે ન અધ્યયન-અધ્યાપન. બસ, પાંચેય ઇન્દ્રિયોના વિષયોમાં બની જાય એ ગુમભાન. એમના જીવનમાં કરુણતા પાછી એ સર્જાય કે ‘હું તો શાસન પ્રભાવક છું. હજારો આત્માઓનો ઉદ્ધારક છું. સદ્ગતિ દુર્ગતિનાં કારણોની મને પૂરી જાણકારી છે. પ્રભુવચનો મારા રોમરોમમાં રમી ગયા છે. બે-ચાર ભવમાં તો મારો મોક્ષ છે. કર્મસત્તાની શિરોરીથી હું તો મુક્ત થઈ ગયો છું’ આવી ભ્રમણાના શિકાર બનીને એ લેશ પણ હિચકિચાટ વિના ભોગવતા રહે છે મળતી તમામ અનુકૂળતાઓને અને ફળ સ્વરૂપે મરીને રવાના થઈ જાય છે એ નિગોદગતિમાં કે જ્યાં કદાચ અનંત અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી એ કેદ થઈને પડ્યા રહે છે. મુનિ! ઇન્દ્રિયોના વિષયોનું તારા મનમાં આકર્ષણ હોય તો આ ‘નિગોદ’ નું સરનામું સતત આંખ સામે રાખજે. ૩૨

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51