Book Title: Fari Kyare Malse Aa Jivan
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 8
________________ अनुमोदे इतिहर्ष गोचरता प्रापयामि - પંચસૂત્ર હો. ક્રોધને તમે જોઈ શકશો. કઠોર શબ્દોચ્ચારણ, આકાશસભર હાવભાવ, તનાવસભર મુખમુદ્રા, વિધ્વંસાત્મક પ્રવૃત્તિઓ. બસ, આ તમામનાં દર્શને તમે અનુમાન કરી શકશો કે અન્ને ક્રોધ હાજર છે. અભિમાનની ઉપસ્થિતિને પકડી પાડતા તમને પળની ય વાર નહીં લાગે. ભારેખમ ચહેરો. વજનદાર શબ્દો. ‘હું' શબ્દનો વારંવાર અને ભરપૂર પ્રયોગ. બસ, છાતી ઠોકીને તમે કહી શકશો કે અભિમાન અહીં હાજર છે પરંતુ દંભની ઉપસ્થિતિને પકડી પાડવામાં તમને સફળતા લગભગ નહીં મળે. કારણ કે એનું પોત તો ગટર પરના ઢાંકણા જેવું છે. ઢાંકણાંને જોઈને તમે અનુમાન કરી શકો ખરા કે આ ઢાંકણાંની નીચે માથું ફાડી નાખે એવી દુર્ગધને સંઘરીને એક ગટર બેઠી છે? દંભનું પોત તો ગાદલા પરની ચાદર જેવું છે. એકદમ ઉજ્જવળ ચાદર જોઈને તમે અનુમાન કરી શકો ખરા કે આ ઉજ્જવળ ચાદર પોતાની નીચે એક ગંદું ગાદલું લઈને બેઠી છે ! મુનિ ! જ્યાં ક્યાંય પણ સુકૃતનું સેવન થાય છે અને એના સમાચાર તારા કાને આવે છે ત્યારે તારા મોઢામાંથી શબ્દો નીકળી જાય છે ને કે એના સુક્તની હું ખૂબ ખૂબ અનુમોદના કરું છું. પણ સબૂર ! અનુમોદનાનો સાચો અર્થ તારા ખ્યાલમાં છે ખરો? અનુમોદનાનો સાચો અર્થ છે સામાના સુકૃતને જોતા-સાંભળતા તારું ચિત્ત અત્યંત હર્ષને પામે. તારું હૈયું આનંદવિભોર બની જાય. તારું મન પ્રસન્ન પ્રસન્ન બની જાય. આમાં દંભને કોઈ અવકાશ જ ક્યાં છે? ચાર જણને સારું લગાડવા શબ્દોના સાથિયા પૂરતા રહેવાની વાત જ ક્યાં છે? તારી ખુદની ગુડવિલ વધારતા રહેવા મીઠું મીઠું બોલતા રહેવાની વાત જ ક્યાં છે? યાદ રાખજે, સુકૃત પ્રત્યેના પક્ષપાત વિના, સુકૃત પ્રત્યેની આંતરિક રુચિ વિના, સુકૃત સેવનની ગરજ ઊભી થઈ ગયા વિના સુકૃતની અનુમોદનાના સ્વામી બની શકાય એવી કોઈ જ શક્યતા નથી. અને તારા ખ્યાલમાં ન હોય તો તને જણાવી દઈએ કે તથાભવ્યત્વના પરિપાક માટેનાં જે ત્રણ સાધન છે એમાંનું એક મહત્ત્વનું સાધન છે સુકૃતની અનુમોદના. તારી મુક્તિગમનની યોગ્યતાને પકવી દેવાની તાકાત જે “અનુમોદના' ના યોગમાં પડી હશે એ અનુમોદનાનો યોગ કેટલો બધો મહાન હશે અને દુર્લભ હશે એનું અનુમાન તું આના પરથી કદાચ કરી શકીશ. ભૂલીશ નહીં આ વાત કે સંપત્તિ પ્રત્યેની રુચિ ગૃહસ્થના મનમાં અન્ય શ્રીમંત પ્રત્યે ઇર્ષ્યા જગાવવાનું કામ ભલે કરતી હશે પરંતુ સુત પ્રત્યેની રુચિ તો સાધકના મનમાં અન્ય જીવોના સુત સેવનદર્શને અંતરમાં અનુમોદનાનો ભાવ જ પેદા કરતી હોય છે. આવા ‘સાધક'માં તારો નંબર ખરો કે નહીં ?

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51