Book Title: Fari Kyare Malse Aa Jivan Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 3
________________ गुरुचित्तं प्रसादयन् शिष्य: सम्यक् श्रुतं लभते। વિશેષાવશ્યક ભાષ્ય - ગા. ૯૩૭ eી પોતાના સદ્વર્તન દ્વારા જેલરને ખુશ કરી દેતો કેદી કદાચ જેલમાંથી વહેલો છુટકારો મેળવી પણ લે છે તો ય એટલા માત્રથી એનું જીવન સમસ્યામુક્ત બની જતું નથી. બની શકે એની પત્નીનો સ્વભાવ કર્કશ હોય, એના દીકરાનો સ્વભાવ ઉદ્ધત હોય, સંપત્તિના ક્ષેત્રે એ કંગાળ હોય, મકાનના ક્ષેત્રે એ ઝૂંપડામાં રહેતો હોય, આબરૂના ક્ષેત્રે એ બેઆબરૂ હોય. શરીરક્ષેત્રે એ રોગિષ્ઠ હોય. જેલમાંથી છુટકારો મળ્યા બાદ પણ આ બધી સમસ્યાઓ તો એના મસ્તક પર તલવારની જેમ લટકતી જ હોય છે. શાંતિનો અને અનુભવ ક્યાં? પ્રસન્નતા એની અકબંધ ક્યાં? સ્વસ્થતા એની નિશ્ચિત્ત ક્યાં? પણ મુનિ! સદ્વર્તન દ્વારા, સદ્વ્યવહારના માધ્યમ તું જો તારા અનંતોપકારી ગુરુદેવના ચિત્તને પ્રસન્ન રાખી શક્યો તો એના ફળ તરીકે તને જે પણ શ્રત પ્રાપ્ત થાય એ શ્રુતને “સમ્યફ’ નું ગૌરવ મળી જાય અને સમ્યફ બની જતું એ શ્રુત આ જગતના કહેવાતા તમામ લાભોની તને પ્રાપ્તિ કરાવીને જ રહે. ‘સમ્યક શ્રુત’ શું કરે એમ તું પૂછે છે? સાંભળી લે એનો જવાબ. પ્રલોભનોની હાજરીમાં એ તને પાપબુદ્ધિનો શિકાર બનવા નથી દેતું, તો પ્રતિકુળતાની હાજરીમાં એ તને અસમાધિથી ગ્રસ્ત બનવા નથી દેતું. સેવાઈ જતા પાપ પાછળ તારા ચિત્તમાં એ પશ્ચાત્તાપની આગ પેદા કર્યા વિના નથી રહેતું તો સુકૃતસેવનના સમાચાર મળવા માત્રથી તારા હૃદયને એ આનંદવિભોર બનાવી દીધા વિના રહેતું નથી. યાદ રાખજે. ગુરુની પ્રસન્નતા છતાંય વિપુલ શ્રુતનું સ્વામિત્વ તારી પાસે ન આવે એ સંભવિત છે. કારણ કે શ્રુતની વિપુલતા તો જ્ઞાનાવરણના ક્ષયોપશમને આભારી છે કે જે કદાચ તારી પાસે પ્રબળ ગુરુભક્તિ હોવા છતાં ન પણ હોય પણ ગુરુની પ્રસન્નતામાં તું નિમિત્ત બનતો હોય અને એ પછી ય સમ્યફ શ્રુતનું સ્વામિત્વ તારી પાસે ન આવે એ તો સંભવિત જ નથી કારણ કે ‘સમ્યક’ ની પ્રાપ્તિ બંધાયેલી છે મોહનીયના ક્ષયોપશમને અને ગુરુભક્તિ એ મોહનીયને માટે તો કાળદૂતનું પ્રતિનિધિત્વ જ ધરાવે છે. શીધ્ર તું મુક્તિમાં જવા માગે છે ને? તો ‘સમ્યફ ને તારા જીવનનું લક્ષ્ય બનાવી દે. અને એ “સમ્યફ’ ગુરુની પ્રસન્નતાને બંધાયેલું છે. એ સત્યની તારા રોમરોમમાં તું પ્રતિષ્ઠા કરી દે. યાદ રાખજે, જમાલિ પાસે ૧૧ અંગનું વિપુલ શ્રુત જરૂર હતું પણ સમ્યફ શ્રુત તો સામાયિકના અર્થની પણ જેમની પાસે જાણકારી નહોતી એ માસ્તુપ મુનિ પાસે જ હતું. શું થયું એ બંનેનું એનો તને ખ્યાલ જ હશે. ચાલ્યો આવ, માખુષના માર્ગે. મોક્ષ તારો હાથવેંતમાં જ છે !Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 51