Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 9
________________ • પ્રસ્તાવના ૦ द्वात्रिंशिका અંતે એક મહત્વની વાત કે વ્યવહારનય વસ્તુનો સ્થૂલ બોધ કરાવે છે. નિશ્ચયનય દ્વારા આત્માદિ પદાર્થોની સૂક્ષ્મતાને આંબી શકાય છે. પ્રમાણ દ્વારા વસ્તુનો સંપૂર્ણ અને યથાર્થ બોધ થાય છે. આમ નય અને પ્રમાણ વસ્તુનો બોધ કરાવીને ચરિતાર્થ થઈ જાય છે. પરંતુ તેનાથી મોક્ષમાર્ગ એક ડગલું પણ સાધકો આગળ વધી શકતા નથી. તેથી નય અને પ્રમાણ દ્વારા આત્મા વિ.નો યથાર્થ બોધ થાય તે જ પર્યાપ્ત નથી. આપણે તો આત્માનું જેવું વાસ્તવિક શુદ્ધ સ્વરૂપ છે તેવું પામીને દુઃખથી સદાને માટે મુક્ત બની આત્માનંદના મહોદધિમાં ઝીલવાનું છે. તેને માટે ત્યાં નયપક્ષ કામ લાગતા નથી. ત્યાં તો સાધનાની જ જરૂર છે અને સાધના દ્વારા આનંદની પ્રાપ્તિ એ તો સ્વભાવના અવલંબને જ પ્રાપ્ત થાય છે. તે સ્વભાવ છે દ્રવ્યસ્વભાવ અને પર્યાયસ્વભાવ. વસ્તુ માત્રમાં આ બે સ્વભાવ રહેલા છે. જેમાં દ્રવ્યસ્વભાવ ત્રિકાળ સ્થાયી છે. પર્યાયસ્વભાવ ક્ષણિક છે. પોતાના ત્રિકાળ સ્થાયી સ્વરૂપમાં રહીને સમયે સમયે પલટાવું તે વસ્તુનો સ્વભાવ છે. આનંદ વેદન પર્યાયમાં અનુભવાય છે પણ તે માટે ક્ષણે ક્ષણે પરિવર્તન પામતા પર્યાય સ્વભાવ ઉપર દૃષ્ટિ કરવાથી તે પ્રાપ્ત થતું નથી. તે માટે તો જ્ઞાનીઓ પર્યાય દૃષ્ટિની સર્વથા ઉપેક્ષા કરી, નય પક્ષથી પણ અતિક્રાન્ત થઈ ત્રિકાળી, ધ્રુવ દ્રવ્યસ્વભાવ કે જે કારણ-પરમાત્મા છે જે કારણ-સમયસાર છે તેના ઉપર જ સદા દૃષ્ટિ રાખવાનું અને તેના મય બનવાનું કહે છે. ત્રિકાળી, ધ્રુવ, દ્રવ્ય સ્વભાવ ઉપર દષ્ટિને સ્થિર કરવાથી ત્રિકાળી, દ્રવ્ય પોતે પરમ પારિણામિકભાવ રૂપ શુદ્ધ હોવાથી અને પર્યાયે તેનું સતત અવલંબન લીધેલ હોવાથી પર્યાયમાં સમયે સમયે વિશુદ્ધિ અનુભવાય છે અને આગળ જતા દ્રવ્યદૃષ્ટિનું આલંબન પ્રબળ થયે છતે પર્યાયમાં સંપૂર્ણ વિશુદ્ધિ અનુભવાતા આત્મા પોતે પરમાત્મા બને છે. કારણ પરમાત્માના-કારણ સમયસારના અવલંબને કાર્ય પરમાત્મા, કાર્ય સમયસારની પ્રાપ્તિ થાય છે અને આત્મા સર્વથા દુઃખથી મુક્ત બનીને સાદિ અનંતકાળ સુધી અનંત આનંદનો ભોક્તા બને છે. સૌ કોઈ આત્માઓ પ્રસ્તુત ગ્રંથના તલસ્પર્શી અભ્યાસ દ્વારા નયપક્ષના અવલંબને વસ્તુ તત્ત્વનો યથાર્થ બોધ પામી- વસ્તુ તત્ત્વનો યથાર્થ નિર્ણય કરી આખરે નયપક્ષથી પણ અતિક્રાન્ત થઈ દ્રવ્યદૃષ્ટિ પ્રધાન સાધના માર્ગ અપનાવી કારણ સમયસારમાંથી કાર્ય સમયસારને પામે એ જ એકની એક સદાની શુભાભિલાષા. शिवास्ते पन्थानः વિ.સં.૨૦૫૯ના સિદ્ધાન્તદિવાકર, ગચ્છાધિપતિ અષાડ સુદ-૧૫ આચાર્યદેવશ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી બાબુ અમીચંદ પન્નાલાલ જૈન દહેરાસર મહારાજના આજ્ઞાવર્તી પંન્યાસ રીઝ રોડ, વાલકેશ્વર, મુક્તિદર્શન વિજય ગણી મુંબઈ-૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 378