Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4 Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri Publisher: Andheri Jain Sangh View full book textPage 7
________________ • પ્રસ્તાવના : द्वात्रिंशिका • પા.નં.૯૩૭માં સંસ્કૃત ટીકામાં મયમત્રાશય - દ્વારા ચરમાવર્તકાળ અને અચરમાવર્તકાલમાં જીવની સ્થિતિ કેવી હોય છે ? તે દર્શાવેલ છે. તેમજ હેતુ, સ્વરૂપ, અનુબંધથી મોક્ષમાર્ગની જે વ્યાખ્યા કરી છે તે મુમુક્ષુ જીવે ખૂબ જ આત્મસાત્ કરવા જેવી છે. પ્રાયઃ મોક્ષમાર્ગની આ રીતની વ્યાખ્યા અન્યત્ર જોવા મળવી દુર્લભ છે. • પા.નં.૯૩૯-૪૦ ગુજરાતી વિવેચનમાં અપુનબંધક, માર્ગાભિમુખ, માર્ગપતિત વિ.ની માન્યતા ભિન્ન ભિન્ન મતે કેવી રીતે છે? તે વિષય ઘણો સ્પષ્ટ કર્યો છે. તે આખો વિષય સારી રીતે વિચારવાથી અધ્યાત્મની શરૂઆત કેવી રીતે થાય ? તેનો ખ્યાલ આવે છે. માટે તે ખૂબ જ મનનીય છે. યોગબિંદુ વૃત્તિકાર અને પંચાશકવૃત્તિકારના મત મુજબ બંનેમાં ક્યાં ફેર છે ? તે ખૂબ સ્પષ્ટ કર્યું છે. આ વિષય સ્પષ્ટ નહિ થયો હોય તો સાધકને યોગમાર્ગમાં પ્રવેશ સહેલાયથી નહિ થાય. પા.નં.૯૪રમાં નયેલતા ટીકામાં નિક્ષેપની પરિભાષાથી સકુબંધકાદિને પૂર્વસેવા ઘટાવેલ છે જે પદાર્થ ઉપર કોઈ નવો જ પ્રકાશ પાથરે છે. પા.નં.૯૪૪માં સમૃદુબંધકનું સાધનાચિત્ર અને અપુનબંધકનું સાધનાચિત્ર બરફના ટૂકડા અને આરસના ટૂકડાના દષ્ટાંતથી ગુજરાતી વિવેચનમાં સમજાવ્યું છે જે ખૂબ જ સરસ છે. પા.નં.૯૭૩માં ટીકામાં અન્ય ગ્રંથોમાં તો સમ્યગૃષ્ટિ જીવ પર્યન્ત સુધી દ્રવ્યયોગ જ માનેલો છે તો તમે અહિંયા સમ્યગ્દષ્ટિને ભાવયોગનું વિધાન કેમ કરો છો? તેનો જવાબ નિશ્ચયનયનું આલંબન લઈને આપેલો છે. તે ચર્ચા ખાસ વાંચવા જેવી છે. • પા.નં.૯૭૪માં અપુનબંધકની અપેક્ષાએ સમ્યગૃષ્ટિમાં નૈગમનયની શુદ્ધિના પ્રકર્ષનું કથન કર્યું છે. તેની છણાવટ નયેલતા ટીકામાં ખૂબ જ આનંદ આપે છે. પા.નં.૯૭૫માં સંગ્રહાદિનો સમ્યગુષ્ટિ જીવમાં શુદ્ધાનુષ્ઠાન કેમ ઈચ્છતા નથી? તે અંગેની ચર્ચા ખૂબ જ રસપ્રદ છે “દ્રવ્યયોગ' પદનો પ્રયોગ અપ્રધાન અને પ્રધાન અર્થમાં કયા નયથી છે ? તે વિચાર તેમાં દર્શાવ્યો છે. ટીકા વાંચતા નયોની વિવક્ષા દ્વારા પદાર્થની છણાવટ એટલી સ્પષ્ટ કરી છે કે વાંચનારને એક સાથે અનેક વસ્તુઓનો બોધ થઈ જાય છે. પા.નં.૯૯૬-૯૭ની ટીકામાં વિષયશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધ શુદ્ધ અનુષ્ઠાનમાં નિશ્ચિતરૂપની અપેક્ષાએ અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન કે જે ભિન્નગ્રંથિ જીવને હોય છે ?, તે જ શ્રેષ્ઠ છે. તો પણ તેટલા માત્રથી તે પહેલાંની મિત્રાદિ દષ્ટિઓમાં આત્માની વિશુદ્ધિ સૂચક સ્થિતિનું જે વર્ણન શાસ્ત્રપાઠ દ્વારા કર્યું છે તે વિશેષ ધ્યાન ખેંચે છે અને તેથી સમ્યગુદર્શન ન પામેલા જીવને પણ તે પામવા માટેનું આશ્વાસન મળે છે. અસદ્ગહની નિવૃત્તિ થવા વડે અને સમ્યક તત્ત્વના અભિનિવેશ તેમજ ગુણગ્રાહી દષ્ટિ વડે કરીને મિત્રાદષ્ટિ અંતર્ગત અપુનબંધકપણું પણ મહાન જ છે. એના દ્વારા જ જીવ આગળ જતાં સમ્યક્ત્વ પામે છે. • પા.નં.૧૦૩૩-૩૪માં સમષ્ટિ જીવમાં રાગ હોતે છતે પણ શિષ્ટત્વ ઘટી શકે છે. તેની ચર્ચા ટીકામાં વિસ્તૃત છણાવટ સાથે કરેલી છે તે ખાસ જોવા જેવી છે. • પા નં ૧૦૮૧માં દોષક્ષય રૂપ શિષ્ટત્વ અમને માન્ય છે અને તે અતીન્દ્રિય હોવા છતાં શમ, સંવેગાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 378