Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
द्वात्रिंशिका
(૧૪ થી ૧૮ બત્રીસીનો ટૂંક્યાર)
૧૪. અપુનબંધકદ્વાબિંશિક : ટૂંક્યાર ૧૩મી બત્રીસીમાં મુક્તિઅષના ક્રમથી યોગપૂર્વસેવાનો અધિકાર મળે છે- એમ જણાવેલ. તેમાં પણ સૌપ્રથમ જીવ અપુનબંધક બનતો હોવાથી ૧૪મી બત્રીસીમાં ધર્માધિકારી તરીકે અપુનબંધકનું વિસ્તારથી નિરૂપણ ગ્રંથકારશ્રીએ કરેલ છે. પ્રારંભમાં જ મહોપાધ્યાયજી મહારાજ કહે છે કે અપુનબંધક જીવ ધર્મનો અધિકારી છે. ભવાભિનંદીના દોષો રવાના થતાં સુદ (=શુકલ) પક્ષના ચંદ્રની જેમ પ્રાયઃ વધતા ગુણવાળો જીવ અપુનબંધક કહેવાય છે. (ગા.૧) અપુનબંધક જીવનો પરિણામ આંશિક રીતે મોક્ષને અનુકૂળ હોય છે. ગુરુસેવા વગેરે કરવા પાછળ તેના અંતઃકરણમાં મુખ્યતયા આત્મકલ્યાણનો આશય હોય છે. તેથી તેની પૂર્વસેવા વાસ્તવિક જાણવી. સકૃબંધક વગેરે જીવોની પૂર્વસેવા ઉપચારથી હોય છે. કારણ કે તેઓમાં તેવા પ્રકારનો સંસારનો વૈરાગ્ય હોતો નથી. (ગા.૨) સકૂબંધકમાં ઉપચારથી = ગૌણરૂપે પૂર્વસેવા કહી શકાય. કારણ કે તેવા જીવો પરમાર્થથી આત્મવિચારણા વિનાના અને સંસારના સ્વરૂપ વિષે ઊહાપોહથી રહિત હોય છે. આમ કર્મસ્વરૂપ મલ પુષ્કળ હોવાથી તેમનામાં પૂર્વસેવા ઉપચારથી = ગૌણરૂપે હોય, મુખ્યરૂપે નહિ. માર્ગાભિમુખ અને માર્ગપતિત (= માર્ગપ્રવિષ્ટ) પણ અપુનબંધકની વિશેષ અવસ્થા છે. અમુક આચાર્યના મતે તે બન્ને અપુનબંધક કરતાં નિમ્ન ભૂમિકાએ રહેલા છે. પરંતુ આ વાતનો ગ્રંથકારશ્રી નિષેધ કરે છે. ફલિતાર્થરૂપે પ્રથકારશ્રી કહે છે કે જે જીવમાં તીવ્ર સંકલેશ ન હોય અને ઉત્તરોત્તર ચઢિયાતી કલ્યાણની પરંપરાને લાવે એવી જેની પ્રકૃતિ હોય તેની જ પૂર્વસેવા મુખ્ય કહેવાય. (ગા.૩ થી ૬)
અપુનબંધક જીવ ભદ્રક પ્રકૃતિવાળો હોવાથી શાંત અને ઉદાત્ત બને છે. અને તે પ્રન્થિદેશની નજીક પહોંચતો જાય છે. જે ક્રોધ વગેરેથી હેરાન ન થાય તેને શાંત કહેવાય અને જેનું અંતઃકરણ ઉમદા હોય તે ઉદાત્ત કહેવાય. આવો જીવ સંસારના કારણ, સ્વરૂપ અને ફળની વિચારણા કરે છે. તે આ રીતે - “સંસારમાં જીવ કર્મથી યુક્ત છે અને સાધનાથી કર્મ ખપાવી મુક્ત થાય છે. તેથી તે નિત્યાનિત્ય છે. આમ કર્મ સંસારનું કારણ છે. સંસાર દુઃખોથી વ્યાપ્ત છે અને સ્વરૂપથી જન્મજરા-મરણમય છે. આવા સંસારનું ફળ માત્ર ક્લેશ જ છે.” આવી વિચારણા પછી જીવ સંસારના ઉચ્છેદની વિચારણા કરે છે. અને વિવિધ દર્શનોનો અને આત્મગુણોનો અભ્યાસ કરતા કરતા તેની વિચારણા ઉજ્જવળ બને છે. (ગા.૭ થી ૧૩)
જે જીવને મોક્ષની સાથે જોડે તે યોગ કહેવાય. આ સમયે કર્મપ્રકૃતિનું જીવ પરથી આધિપત્ય ઓછું થાય છે. - આ પ્રમાણે યોગાચાર્ય ગોપેન્દ્રના વચનને સમર્થન કરતા બીજા દર્શનકારો પણ કહે છે કે વિષય-કષાયને પ્રતિકૂળ એવી ચિત્તવૃત્તિવાળા = પ્રતિશ્રોતગામી જીવમાં યોગ હોય છે. અપુનબંધકને પૂજા વગેરે ક્રિયાથી લાંબા સમયે મોક્ષનો યોગ થવાથી તે દ્રવ્યયોગ કહેવાય. અને જેનું ચિત્ત મોક્ષમાં હોય એવા સમકિતી જીવને ભાવથી યોગ હોય છે. જેમ પરપુરુષમાં આસક્ત સ્ત્રી પોતાના પતિની સેવા કરે તે માત્ર દેખાવ છે તે રીતે મોક્ષમાં મન રહેલું હોય તેવા સમકિતીની સંસારની પ્રવૃત્તિ માત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org