Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4 Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri Publisher: Andheri Jain Sangh View full book textPage 8
________________ द्वात्रिंशिका • પ્રસ્તાવના : લિંગથી ગમે છે અને દર્શનકારોએ કરેલ શિષ્ટત્વનું લક્ષણ ખૂબ જ ક્લિષ્ટ છે અને તે સહેલાઈથી ઓળખી શકાતું નથી... વગેરે બાબતો દ્વારા જૈનદર્શનની શ્રેષ્ઠતા પુરવાર કરી છે. • પા.નં.૧૧૧૦માં ટીકામાં પરમાત્માની આજ્ઞાનું પાલન તે જ પરમાત્માનો અનુગ્રહ છે તે બાબતને બતાવતા ઉપમિતિ, લલિત વિસ્તરા વગેરેના પાઠો મૂકીને જૈન દર્શનનો ઈશાનુગ્રહ અન્યદર્શનકારોની માન્યતાથી કઈ રીતે જુદો પડે છે ? તે બતાવ્યું છે. • પા.નં.૧૧૧લ્માં ગુજરાતી વિવેચનમાં વિશેષાર્થમાં જ્ઞાનની શુદ્ધિ અને મલિનતા અંગે વિચારવિમર્શ ખાસ જોવા જેવો છે. • પા.નં.૧૧૨૨માં ગુજરાતી વિવેચનમાં મધ્યસ્થતાનો અર્થ વિશેષ ધ્યાન ખેંચે છે. • પા.નં.૧૧૪૪માં કર્મને પોતાનું ફળ બતાવવા જીવના પ્રયત્નની અપેક્ષા રહે છે. એ વિષયને સ્પષ્ટ કરવા ગુજરાતી વિવેચનમાં નંદિષેણ અને સાવઘાચાર્યનું દષ્ટાંત ખૂબ જ સુંદર છે. • પા.નં.૧૨૦૨-૩માં ટીકામાં ચરમાવર્તમાં સામાન્યથી પુરુષાર્થની બળવત્તા હોવા છતાં બધા જ જીવો કેમ એક સાથે મોક્ષે જતા નથી ? તે માટે કાલનય અને ભાવનયની અપેક્ષાએ કરેલું સમાધાન તેમજ તે માટેની સમગ્ર ચર્ચા સારી રીતે જોવા જેવી છે. • પા.નં.૧૨૦૫માં સ્યાદ્વાદ અને સર્વવસ્તુ નિયતાનિયત છે. અર્થાત્ નિશ્ચયનયથી બધું જ નિયત જ છે, નિશ્ચિત જ છે, જ્ઞાનીના જ્ઞાનમાં જોવાયેલું જ થાય છે. છતાં વ્યવહારનયે બધું અનિયત જ છે. કારણ કે આપણે અજ્ઞાની છીએ. તેથી જ વ્યવહારનયે મોક્ષમાર્ગમાં પુરુષાર્થની આવશ્યકતા છે અને તેથી જ નિશ્ચયનયથી જૈન શાસનને નિયતિવાદ માન્ય હોવા છતાં આજીવકમત જ્યારે એકાંત નિયતિવાદનું સ્થાપન કરીને કાર્યસિદ્ધિ માને છે ત્યારે ભગવાનના શાસનમાં એકાંત નિયતિવાદનું ખંડન કરીને પુરુષાર્થ દ્વારા કાર્યસિદ્ધિનું વિધાન પણ બતાવવામાં આવ્યું છે. કારણ કે એક નયનું વિચિત્ર રીતે પ્રતિપાદન કરીને કાર્યની સિદ્ધિ બતાવવામાં આવે તો ત્યાં અન્ય નયની ઉપેક્ષા થતાં પ્રસ્તુતનય દુર્નય બની જાય છે. પરંતુ જ્યારે સ્યાદ્વાદ પદ્ધતિથી નિયતાનિયત કાર્યની વ્યવસ્થા માન્ય કરવામાં આવે છે ત્યારે તેમાં આપેક્ષિક સત્ય હણાતું ન હોવાથી કોઈ પણ નય દુર્નય બનતો નથી- એ બતાવવા દ્વારા યુક્તિપૂર્વક દૈવ અને પુરુષાર્થની વ્યવસ્થા ખૂબ સંગીન રીતે બતાવવામાં આવી છે અને દરેક કાર્ય દેવ પુરુષકાર ઉભય જન્ય હોવા છતાં ચરમાવર્તમાં પુરુષાર્થની જ મહત્તા હોવાથી ગ્રંથિભેદજનિત સમ્યકત્વની પ્રાપ્તિ માટે પ્રચંડ અંતર્મુખી પુરુષાર્થની જ આવશ્યકતા છે- એ નિષ્કર્ષ આપ્યો છે. સમગ્ર ગ્રંથમાં આવા આવા તો ઘણા રસ ઝરણા મૂક્યા છે જેનો સાચો આસ્વાદ તો ગ્રંથને સારી રીતે વાચવાથી અને માણવાથી જ આવે. પ્રસ્તુત ગ્રંથની ટીકા અને વિવેચન કરનાર મુનિપ્રવરશ્રી વયમાં અને શ્રમણપર્યાયમાં મારાથી નાના હોવા છતાં જ્ઞાનાદિગુણોએ કરી અધિકાધિક છે. તેથી પોતે તીર્થસ્વરૂપ છે અનેકને તારવામાં નિમિત્ત બની રહ્યા છે. મહાપુરુષોના ગ્રંથો ઉપરની તેમની ટીકાઓ જોતાં તેમના અગાધ જ્ઞાનની પ્રતીતિ થાય છે. “આટલા થોડા સમયમાં આટલો વિપુલ શાસ્ત્ર અભ્યાસ અને વિપુલ સાહિત્યનું સર્જન કેવી રીતે કરી શક્યા હશે ?' તેની કલ્પના કરતાંય આશ્ચર્ય મુગ્ધ બની જવાય છે તો તેમના વિપુલ સાહિત્યને સારી રીતે વાંચતા તો કયો આનંદ ન પમાય? તે ખાસ વિચારણીય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 378