Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2 Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri Publisher: Andheri Jain Sangh View full book textPage 9
________________ • પ્રસ્તાવના ૦ द्वात्रिंशिका સ્વોપજ્ઞટીકા (૪/૧૨) માં સ્યાદ્વાદ કલ્પલતા જોવાની ભલામણ છે. એટલે “સ્યાદ્વાદ કલ્પલતા' ની રચના તત્ત્વાર્થદીપિકા પૂર્વે થઈ છે એમ નિશ્ચિત થાય છે. બત્રીસ-બત્રીસી ગ્રંથમાં ઉપાધ્યાયજી મ.એ ઘણાં ઘણાં વિષયો આવરી લીધા છે. આ. હરિભદ્રસૂરિજીનું સમગ્ર યોગસાહિત્ય યોગવિંશિકા, યોગશતક, યોગબિંદુ આદિના પદાર્થો બત્રીસીમાં આવરી લેવાયા છે. ૯ પ્રસ્તુત ગ્રંથની દરેક બત્રીસીમાં આવતાં પદાર્થો આ. હરિભદ્રસૂરિ મ. વગેરેના કયા ગ્રંથમાં ક્યાંથી ક્યાં સુધી આવે છે એ જણાવતું એક તુલનાત્મક કોષ્ટક પં. અભયશેખરવિ. ગણિવરે એમના દ્વત્રિશદ્ર દ્વિત્રિશિકા ભા.૧ ની પ્રસ્તાવનામાં અને ઉપા. યશોવિજય સ્વાધ્યાય ગ્રંથમાં આપેલ છે. • “નચલતા ટીકા' . નયલતા ટીકામાં પ્રચુર પ્રમાણમાં અવતરણો, સાક્ષીપાઠો, ટીકાગ્રંથોના અંશો આવતાં હોવાથી સામાન્યવાચકને રસ ન પડે તે સ્વાભાવિક છે. પરંતુ વિદ્વાનો માટે તો નયલતા ટીકા એ જૈનશાસ્ત્રોનો એન્સાયક્લોપીડિયા જ જોઈ લો. જે જે વિષય ચર્ચાતો હોય તે તે વિષયને લગતાં આગમગ્રંથો, પ્રકરણગ્રંથો, સ્વદર્શનના ગ્રંથો, ઈતર દર્શનના ગ્રંથો આદિ અનેકાનેક ગ્રંથના પાઠો એક જ સ્થળે મળી જવાથી વિદ્વાનોને તો ઓછી મહેનતે એક જ સ્થળે જ્ઞાનામૃતનો થાળ સાંપડી જાય છે. આત્માને એકાંત નિત્ય માનતા સાંખ્યદર્શનનું ખંડન (૭/૧૫) કરી એ મતે હિંસાની અસંગતિ બતાવી છે. એ રીતે ૭/૧૬ માં નૈયાયિક મતે હિંસા ઘટતી નથી અને બૌદ્ધ મતે પણ (૭/૨૦) હિંસા સિદ્ધ થતી નથી એ બાબતે સુંદર વિવેચન છે. બત્રીસીમાં આવતાં સમગ્ર વિષયનું ઝીણવટભર્યું દર્શન તો વિષયસૂચિ જોવાથી જ થઈ શકે. કેટલીક બાબતો અહીં જોઈએ. ૭મી બત્રીસીમાં માંસભક્ષણ બાબતે બૌદ્ધમતનું ખંડન છે. બૌદ્ધમતે માંસ પણ પ્રાણીનું અંગ છે. અનાજ આદિ પણ પ્રાણીના અંગ છે. આજના કાળે પણ કેટલાક લોકો દૂધને પણ ઈંડાની જેમ પ્રાણીનું અંગ માનતા હોય છે અને બન્નેને સમાન ગણવા કુતર્કો કરતાં હોય છે. ઉપાધ્યાયજી મહારાજે અહીં બૌદ્ધોને દલીલ પુરસ્સર ઉત્તર આપ્યો છે. જૈન મતે માંસ અભક્ષ્ય છે તે એમાં સતત થતી જીવોત્પત્તિના કારણે છે. પ્રાણીસંગને અભક્ષ્યનો હેતુ જૈનોએ માન્યો નથી. કેટલાક વર્ષો પૂર્વે એક બૌદ્ધ પંડિત ધર્માનંદ કૌશાંબીએ ભગવાન મહાવીર પ્રભુ ઉપર માંસાહાર કરવાનો આરોપ મુક્યો હતો. આ મનઘડંત આરોપનું પાછળથી બીજા એક અર્જન ગુજરાતી પંડિત સમર્થન કરેલું. એ વખતે જૈનસંઘમાં ઘણો ઉહાપોહ થયેલો. વિદ્વાન જૈનાચાર્યો વગેરેએ આનો સજ્જડ પ્રતિકાર અનેક શાસ્ત્રપાઠો વગેરે આપીને કરેલો. નયલતા માં વિદ્વદર્ય મુનિવરે આ બધી ચર્ચાનો સાર, શાસ્ત્રપાઠો, નિઘંટુ વગેરે વૈદક સાહિત્યના અનેક નવા પાઠો આપી આચારાંગસૂત્ર, શ્રીભગવતીસૂત્ર વગેરેમાં આવતા પાઠોનો અર્થ વનસ્પતિ પરક જ સાચો છે- એ સિદ્ધ કર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 372