Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 10
________________ द्वात्रिंशिका • પ્રસ્તાવના : નયલતામાં આવા અનેક અનેક વિષયોની ચર્ચા પ્રસંગે ઊંડાણ અને વિસ્તારપૂર્વક ગ્રંથોના સ્થળનિર્દેશપૂર્વક સાક્ષીપાઠો આપીને મુનિશ્રીએ તે તે વિષયનું વિસ્તૃત અને વિશદ ચિત્ર પૂરું પાડ્યું છે. વાચકને અહીં કુત્રિકાપણની જેમ એક જ સ્થળે અનેકાનેક ગ્રંથોના પાઠો જોવા મળે છે. મઝિમનિકાય વગેરે બૌદ્ધગ્રંથોના અનેક અવતરણો (પૃ.૩૮૮ થી ) જોવા મળે છે. ચોથી જિનમહત્ત્વ દ્વાત્રિશિકાના વિવેચનમાં “નયલતા' માં અનેક બૌદ્ધગ્રંથોના સાક્ષીપાઠો આપ્યા છે. મઝિમનિકાય, દીઘનિકાય વગેરેના સંખ્યાબંધ પાઠો અને જૈન ગ્રંથોના પ્રચુર પાઠો આપીને બુદ્ધ કરતાં જિનનું મહત્ત્વ કઈ કઈ રીતે છે ? તે વિશદ રીતે સ્પષ્ટ કર્યું છે. તીર્થકર ભગવાનના આચાર, વ્રત, જીવન ઘટનાઓ અને બુદ્ધની ઘટનાઓને તે-તે ગ્રંથોના પાઠ સાથે રજૂ કરી બન્ને વચ્ચે ભેદ, વિશેષતા વગેરે બાબતોને ઉજાગર કરી છે. (૪/૧૫ પૃ.૨૩૮ થી) અનેષણીયાએષણીય બાબતની પણ ચર્ચા (૪/૧૬) કરી છે. ૯ મી બત્રીસીમાં કથાનિરૂપણ પ્રસંગે “નયેલતા'માં દિગંબરમાન્ય ગ્રંથોના પણ અવતરણો આપ્યા છે. પાંચમી બત્રીસીમાં “પ્રતિષ્ઠા' વિષયક ચર્ચા પ્રસંગે તત્ત્વચિંતામણિકાર ગંગેશ ઉપાધ્યાયનો મત અને તેનું ખંડન છે. (૫૯ પૃ.૩૦૬ થી ). બૌદ્ધ વગેરે બધાં દર્શનોના પ્રાચીન ગ્રંથોમાં અનેકાંતનું સમર્થન કરતાં પાઠો છે. આવા અનેક પાઠો “નયલતા” માં વાંચતાં આપણને વીતરાગસ્તોત્રનું “નાનેકાન્ત પ્રતિક્ષિપેત પદ યાદ આવી જાય છે. પ્રાચીન બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં છે. મુનિશ્રીએ આ સાહિત્યનું અવગાહન કરી બૌદ્ધદર્શનની માન્યતાઓ મૂળ પાઠો સાથે રજૂ કરી છે. ગ્રંથગત વિષયના સમર્થનમાં પણ બૌદ્ધગ્રંથોના પાઠો આપ્યા છે. (૧૦/૨૫). ૧૧ મી બત્રીસીમાં ૧ થી ૧૦ ગાથામાં પાતંજલ માન્યતા અને પછી એનું ખંડન છે. નયલતામાં પાતંજલ યોગસૂત્રની વિવિધ ટીકાના અવતરણો આપી દરેક વિગતો સ્પષ્ટ કરી છે. ૧૦ મી બત્રીસીની ૨૨ મી ગાથામાં જૂની પ્રતમાં “ભાવસ્ય મોક્ષહેતુત્વે તેને મોક્ષે વ્યવસ્થિતમ્ આ પાઠ મુદ્રિત અને હસ્તલિખિત આદર્શમાં છે પણ અહીં “મોક્ષહેતુત્વના બદલે “મુખ્ય હેતુત્વ” પાઠ જોઈએ એવું નયેલતામાં અનેક દાખલાઓ આપી સ્પષ્ટ કર્યું છે. ભાવથી જુદા જુદા લાભ પ્રાપ્ત કરનારના અનેક ઉદાહરણો આગમ વગેરે ગ્રંથોના પાઠપૂર્વક ન લતામાં આપ્યા છે. ભાવથી જાતિસ્મરણ પામનાર મેઘકુમાર-સુદર્શન, ભાવથી વિભેગંજ્ઞાન મેળવનાર શિવરાજર્ષિ, ભાવથી અવધિજ્ઞાન પામનાર મહાશતક, ભાવથી કેવલજ્ઞાન મેળવનાર તેટલીપુત્ર, ગજસુકુમાર, ભરતચક્રી, મલ્લીનાથ ભ. વગેરે ઉદાહરણો દર્શાવી મોક્ષ પ્રત્યે ભાવની મુખ્યકારણતાનું સમર્થન કરેલ છે. (પૃ.૭૧૩ થી ૭૧૬). છલ અને જાતિ વગેરેનું વિવેચન કરતાં શાબ્દિક છળ માટે “તમાચો ખાધો' નું ઉદાહરણ આપ્યું છે. રોજ-બરોજના ઉપયોગમાં આવતાં આવા ઉદાહરણથી શેય પદાર્થો મગજમાં તરત બેસી જાય છે. આ જ પ્રસંગમાં “નયલતા' માં નવકમ્બલઃ ઉદાહરણ આપ્યું છે. જો આનો અર્થ નવી કાંબળવાળો કરે તો ૯ કાંબળ અર્થ કાઢવો અને ૯ કાંબળ અર્થ કરો તો નવી કાંબળવાળો અર્થ કરવો તે છળ કહેવાય તેમ દર્શાવેલ છે. (પૃ.૪૪૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 372