Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03 Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious Trust View full book textPage 8
________________ મહાદેવજીની અત્યુઝ (શ્રેષ્ઠ) પૂજા કરીને મનુષ્ય શરીરનો ત્યાગ કરી તે જન્મમાં જ દેવના શરીરને ધારણ કરી તે અમર થયો હતો. આ રીતે દેવતાના આરાધનથી આ જન્મમાં જ તેને વિશિષ્ટ જાતિ, આયુષ્ય અને ભોગ સ્વરૂપ ફળની પ્રાપ્તિ થઈ હતી. આ પ્રમાણે જન્મ, શરીર, આયુષ્ય, ઇન્દ્રિયો વગેરેના પરિણામોમાં ફેરફાર કઈ રીતે થાય ? અર્થાતુ એ શક્ય નથી..” આવી શંકા નહીં કરવી જોઈએ. કારણ કે દેવપૂજાદિ સદનુષ્ઠાનના પ્રભાવથી; તે તે વસ્તુની પ્રાપ્તિના પ્રતિબંધકની નિવૃત્તિ થવાથી એક ક્યારામાંથી બીજા ક્યારામાં જેમ જળ પૂરાય છે તેમ પ્રકૃતિના આપૂરણથી (પૂર્વપ્રકૃતિના જ આપૂરણથી) ઉપર જણાવ્યા મુજબ સિદ્ધિવિશેષની પ્રાપ્તિ થાય છે. તેથી તેમાં (જાત્યાદિના પરિણામોતરમાં) કોઈ અનુપપત્તિ થતી નથી. ખેતરમાં પાણી પાનાર ખેડૂતને જ્યારે એક ક્યારામાંથી બીજા ક્યારામાં પાણી લઈ જવાનું થાય છે ત્યારે તે જેમ તે ક્યારામાં પાણી નાંખવા જતો નથી. પરંતુ પહેલાંની જેમ જ એ પાણી નાખ્યા કરે છે. તે વખતે તે ખેડૂત બીજા ક્યારામાં પાણી જે કારણે જતું ન હતું તે પાળ વગેરે દૂર કરી દે છે. તેથી પ્રતિબંધકના દૂર થવાથી ત્યાં પાણી પહોંચી જાય છે. આવી જ રીતે આ જન્મમાં જન્માંતરસંબંધી વિશિષ્ટ જાતિ, આયુષ્ય વગેરે ફળની પ્રાપ્તિ જે પ્રતિબંધકને લઇને થતી ન હતી તે અધર્મસ્વરૂપ પ્રતિબંધકને, અત્યંત તીવ્ર સંવેગથી સદનુષ્ઠાન કરવા દ્વારા દૂર કરાય છે. તેથી પૂર્વવત્ પ્રકૃતિના આપૂરણથી જ આ જન્મમાં તે તે વિશિષ્ટ જાતિ, આયુષ્ય અને ભોગ સ્વરૂપ ફળાંતર (પરિણામાંતર) પ્રાપ્ત થાય છે. આ વાતને જણાવતાં “ગન્મધમતા સમાધિના સિદ્ધા” (૪-૧) . આ પાતંજલયોગસૂત્રમાં વર્ણવ્યું છે કે જન્મ, ઔષધિ, મંત્ર, તપ અને સમાધિના કારણે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. પક્ષીઓ આકાશમાં ગમન કરે છે.. વગેરે સિદ્ધિઓ જન્મના કારણે છે. લોહગુગુલાદિના સેવનથી જે અચિંત્ય દિવ્યશક્તિ વગેરે પ્રાપ્ત થાય છે તે ઔષધિના કારણે પ્રાપ્ત થતી સિદ્ધિઓ છે. મંત્રના પ્રયોગથી પ્રાપ્ત થતી આકાશગમનાદિની શક્તિ સ્વરૂપ સિદ્ધિઓ મંત્રના કારણે પ્રાપ્ત થતી હોય છે. તપોબળથી પ્રાપ્ત થનારી શક્તિ તપના કારણે થનારી સિદ્ધિ કહેવાય છે અને સમાધિથી પ્રાપ્ત થનારી અણિમાદિ... વગેરે સ્વરૂપ સિદ્ધિઓ છે, જે યોગીજનોને પ્રાપ્ત થાય છે. કાર્ય અને કારણની સિદ્ધિ તેના ઉત્કર્ષ સ્વરૂપ છે. પૂર્વાવસ્થાના તેના પરિણામની અપેક્ષાએ ઉત્કૃષ્ટ પરિણામાંતરની પ્રાપ્તિ સિદ્ધિસ્વરૂપ છે. આ રીતે ઉત્કૃષ્ટ પરિણામ સ્વરૂપ જાત્યંતર પરિણામ પ્રકૃતિના આપૂરથી થાય છે. આશય એ છે કે આ પ્રકૃતિઓનું આપૂર પ્રકૃતિઓનો સ્વાભાવિક ધર્મ છે કે ધર્માદિના કારણે તે થતો હોવાથી ધર્માદિથી જન્ય છે? આ શંકાના સમાધાન માટે “નાત્યન્તરપરિમ: પ્રાપૂરા” (૪-૧); આ સૂત્ર પછી “નિમિત્તમપ્રયોગ પ્રતીનાં વરળમેવસ્તુ તતઃ ત્રિવ” (૪-૬) આ સૂત્ર છે. શંકાનું કારણ એ છે કે પ્રકૃતિનો આપૂર પ્રકૃતિનો સ્વાભાવિક ધર્મ હોય તો તેનાથી બધાને જ સિદ્ધિ પ્રાપ્ત થશે અને તે જો ધમદિથી જન્ય હોય તો ધર્માદિને એક પરિશીલનPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 274