________________
એક જ્યોતિર્મય વ્યક્તિત્વ-શ્રધ્ધય ઉપાધ્યાયશ્રી સ્વૈયાલાલજી મ, ‘ક્યલ
સંક્ષિપ્ત પરિચય
જ્ઞાન અને ક્રિયાની જીવંત પ્રતિમૂર્તિનો વગાથા' ના ગૌરવપૂર્ણ પદથી સમલંકૃત અનુયોગ પ્રવર્તક શ્રદ્ધેય પૂજયગુરૂદેવ મુનિશ્રી કન્ડેયાલાલજી મ. કમલ'નું જીવદર્શન સ્વ-પરના કલ્યાણાર્થે સમર્પિત રહ્યું છે. વિચાર અને આચારની દ્રષ્ટિએ તેઓ અત્યંત ઉત્કૃષ્ટકોટિનું જીવન જીવનારા સપુરુષ અને
પ્રતિભાશાળી પુરુષ હતાં. જેઓને અહંકાર ક્યારેય સ્પર્શી શક્યો ન હતો. વિદ્વતા, વિનમ્રતા, સૌજન્યતા, સૌમ્યતા, સહિષ્ણુતા, કરુણા, વાત્સલ્ય, ધૈર્ય, પ્રસન્નતા જેવા અનેક સદ્ગુણોની સુવાસથી તેઓ સદા મહેકતાં હતાં
આપનો જન્મ વિક્રમ સંવત્ ૧૯૭૦ ચૈત્રસુદ (રામનવમી) ના દિવસે કેકીન્દ (જસનગર) રાજસ્થાનમાં શ્રી ગોવિંદસિંહજી રાજપુરોહિતના ગૃહે થયો. માતુશ્રી યમુનાદેવીની કૂખ આપે દીપાવી હતી. ચારવર્ષની બાલ્યાવસ્થામાં જ માતા-પિતાની અચાનક જ છત્રછાયા ગુમાવી. સાત વર્ષની ઉંમરે પરમશ્રધ્ધય આચાર્યશ્રી સ્વામીદાસજી મ. ની પરંપરાના પ્રભાવશાળી શ્રમણ શિરોમણી શ્રદ્ધેય શ્રી ફતેહચંદ્રજી મ. અને પંડિત પ્રવર શ્રી પ્રતાપમલજી મ. વગેરેનો સંપર્ક થયો.
આપનું ભવ્ય તેજોમય લલાટ અને સામુદ્રિક લક્ષણો જોતાં જ પૂ. પ્રતાપમલજી મ. ને પ્રતીતિ થઈ કે - “આ બાળક અત્યંત તેજસ્વી પ્રતિભાશાળી શ્રમણ પરંપરાનો તેજસ્વી સિતારો થશે જે શાસન પ્રભાવમાં અભિવૃધ્ધિ કરશે.” ગુરૂદેવના પ્રથમદર્શનથી જ આપે આપનું સર્વસ્વ તેમના ચરણોમાં સમર્પિત કરી દીધું. અગિયાર વર્ષ સુધીના વૈરાગ્યકાળ દરમ્યાન આપે પંડિતો, વિદ્વાનો પાસે અધ્યયન અધ્યાપન કર્યું. વૈશાખસુદ-૬, વિક્રમસંવત ૧૯૮૮ના દિવસે સાંડેરાવ (રાજ.)માં આપે દીક્ષા અંગીકાર કરી. એ સમય દરમ્યાન ઘોડી પરથી પડવા છતાં આપે સહિષ્ણુતા, ધર્મ અને અતૂટ મનોબળથી મુશ્કેલીનો સામનો કર્યો તે જ આપની પરમશક્તિ, ધર્મ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનું ઉત્તમ ઉદાહરણ છે. વડીદીક્ષા સોજતરોડમાં સંપન્ન થઇ. તદ દીક્ષા પછી આપે ૫. બેચરદાસજી દોશી, શોભાચંદજી ભારિલ્લ વગેરે પાસે જૈનાગમ-વાડુમયનું તલસ્પર્શી અધ્યયન કર્યું. જેના પરિણામસ્વરૂપે આપ ન્યાયતીર્થની પરીક્ષામાં પ્રથમ શ્રેણીમાં સમુત્તીર્ણ થયા. પછી આપે આગમોના સંપાદનકાર્યમાં જ પોતાનું લક્ષ કેન્દ્રિત કર્યું. આગમોના મૂળ પાઠોને ક્રમાનુસાર-યોગ્યરીતે સંપાદિત કરી પ્રકાશિત કર્યા, છેદસૂત્રોના સાનુવાદ વિવેચન સહિતના પ્રકાશન માટે ભારે જહેમત ઉઠાવી અતિ જટિલભગીરથ કાર્ય સંપન્ન કર્યું. તે સ્થાનાંગ-સમાવાયાંગનું સાનુવાદ-સંપાદન કાર્ય કર્યું. “જૈનાગમનિર્દેશિકા' જેવી અતિ મહત્વપૂર્ણ કૃતિ પણ આપના અથાગ શ્રમઅને પ્રબળ પુરુષાર્થનું જ પરિણામ છે. | આગમઅનુયોગનું વિશાળ વિસ્તૃત અને ભગીરથ કાર્ય આપે એક જર્મન વિદ્વાનની પ્રેરણાથી યુવાવસ્થામાં શરૂ કર્યું હતું, જે જીવનના અંતિમ શ્વાસ સુધી નિભાવ્યું. માર્ગમાં આવતી પ્રતિકૂળતાઓને આપે અપ્રમત્ત ભાવે
lisin Eduron International
For Private & Personal Use Only
www.lainelibrary og