Book Title: Dharmna Dash Lakshan Author(s): Hukamchand Bharilla, Ramniklal M Shah Publisher: Todarmal Smarak TrustPage 15
________________ ખભા ઉપર જયારે હિન્દી આત્મધર્મના સમ્પાદનનો ભાર આવ્યો, ત્યારે એ વ્યાખ્યાન નિબદ્ધ થઈ સમ્પાદકીયના રૂપમાં ક્રમશઃ આત્મધર્મમાં પ્રકાશિત થયા. આ નિબન્ધોના નિશ્ચય-વ્યવહારના સંધિપૂર્વક માર્મિક વિવેચન જયારે સુબોધ સતર્ક તથા આકર્ષક શૈલીમાં પાઠકો સુધી પહુંચ્યો ત્યારે એ ઝુમી ઉઠયા. સામાન્ય પાઠકો ને જ નહી પૂજ્ય સ્વામીજી એ પણ એમની મુક્ત કંઠથી ભરપૂર પ્રસંશા કરી છે. દરેક જગ્યાથી આ માંગ આવવા લાગી કે આને જલ્દીથી અલગ અલગ ભાષાઓમાં પ્રકાશિત કરી જન-જન સુધી પહુચાડવામાં આવે, આનું વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવે, જેનાથી ડૉ. સાહેબના ચિન્તનનો લાભ જન જન ને મળી શકે. આપ માત્ર લોકપ્રિય લેખક જ નહી, પ્રભાવક વકતા એક સુયોગ્ય સમ્પાદક, કુશળ અધ્યાપક અને સફળ નિયોજક પણ છો. પૂજ્ય ગુરૂદેવ શ્રી કાનજી સ્વામીની આપ પર અસીમ કૃપા રહી છે. એ વારંવાર કહેતા રહે છે. “પંડિત હુકમચંદ તત્વપ્રચારના ક્ષેત્રમાં એક હીરો છે. વર્તમાનમાં થઈ રહેલા તત્વપ્રચારમાં એમનો બહુ મોટો હાથ છે.” આમ જનતાના સાથે સાથે વિદ્વત સમાજે પણ આ કૃતિની દિલ ખોલીને પ્રશંસા કરી છે. સમાજ માન્ય વિદ્વાનોનો અભિપ્રાય પુસ્તકના છેલ્લે આપવામાં આવ્યો છે. પૂજ્ય ગુરૂદેવશ્રી કાનજીસ્વામીએ જયારે આને અધોપાન્ત વાચ્યું તો તે એટલા ગદ્ગદ થઈ ગયા કે લગાતાર બે મહિના સુધી આ કૃતિની પ્રશંસા કરતા રહ્યા, લોકો ને આના અધ્યયનની પ્રેરણા દેતા રહ્યા. આ કૃતિના સન્દર્ભમાં કહેલા કેટલાક ઉગાર આ પ્રમાણે છે. ગજબ કર્યું છે, લખવાની અને કહેવાની શૈલી ગજબ છે. ૪૪ વર્ષની નાની ઉમરમાં લખ્યું છે. ત્યાગધર્મ અને સંયમ ધર્મની વ્યાખ્યામાં તો ગજબ કર્યું છે. દાન અને ત્યાગમાં શું અન્તર છે. - આનું વિસ્તૃત ખુલાસો કર્યો છે. આટલું સુન્દર લખ્યું છે કે વાંચતા વખતે પુસ્તક છોડવાનું મન નથી થતું. આટલીPage Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 218