Book Title: Dhanyakumar Charitra Part 01 and 02
Author(s): Shreyansvijay, 
Publisher: Vishanima Jain Panch Godhra

View full book text
Previous | Next

Page 4
________________ માનવભવમાં ઉત્તમકુળ મળવા સાથે જીનેશ્વર ભગવંત પ્રભુ મહાવીરસ્વામીનું શાસન આપણને પ્રાપ્ત થયું છે જે તેમના તરફથી શ્રદ્ધા સાથે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ ચારીત્ર રૂપી રત્નત્રયીની આરાધના કરવા માટેની સામગ્રી મળી છે. આ ગ્રંથ મૂળ છ હજાર લેકને હતો. આ મૂળ ગ્રંથ ઉપરથી સેમસુંદરસૂરિના વિદ્વાન શિષ્યરત્ન શ્રી જીનકીર્તિસૂરીએ પદ્યમાં શ્રી દાનપદ્રમના નામથી લખ્યો હતો. તે વિસ્તૃત હોવાને કારણે મહોપાધ્યાયશ્રી ધર્મસાગર ગણીના શિષ્ય હર્ષસાગરગણી, તેમના શિષ્યના શિષ્ય શ્રી જ્ઞાનસાગરગણીએ ગદ્યમય ગ્રંથલ. તેના ઉપરથી ભાવનગર શ્રી જૈનધર્મપ્રસારક સભાએ સંશોધન કરી પુસ્તકાકારે પ્રસિદ્ધ કરાવ્યો હતો. સુપાત્રદાન ઉપશ્રી ધન્યકુમાર ત્થા તેમના ભાઈ એ શાલીભદ્ર અને અભયકુમારના પૂર્વભવો તથા તે ભવના ચરિત્રોના આલેખન કરવા દ્વારા દાનનો મહિમા અને તેના ફળનું વર્ણન કરવામાં આવ્યું કે સર્વ મંગળમાં ધર્મ મુખ્ય મંગળ રૂપ છે. ધર્મના આચરણ દ્વારા મનુષ્ય, ચક્રવતી નરેન્દ્ર, દેવેન્દ્ર સ્વર્ગ અને મેક્ષ પર્યન્તની સર્વે રાધીઓને પ્રાપ્ત કરે છે. દાન, શીલ, તપ, ભાવ આ ચાર પ્રકારે જે ધર્મ કહેવામાં આવે છે. તેમાં દાનને પ્રથમ સ્થાન આપેલ છે. દાનના પાંચ પ્રકાર વર્ણવવામાં આવ્યા છે, અભયાન, સુપાત્રદાન, ઉચિતદ્દાન, કીર્તિદાન અને અનુકંપાદાન આમ દાનના પાંચ ભેદ છે પૂર્વની પુણ્યાઈ હોય તેને જ દાન દેવાને ભાવ જાગે સંપતિશાળી આત્મા હોય પણ અંતરાય કમેને કારણે દાન આપી શકતો નથી, દાન આપવા જતા હાથ કપે તે દાન કેવી રીતે આપણે ? અભયદાન અને સુપાત્રદાન એ in Educian Internabang For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 700