Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 12
________________ સ. આ સૂત્રનું અધ્યયન સાધુપણામાં ફરજિયાત છે ? સાધુપણું ફરજિયાત છે કે નહિ એ કેમ નથી પૂછતા? આપણને મનુષ્યપણું મળ્યું છે તે સાધુપણા માટે મળ્યું છે અને સાધુપણું શ્રાવક માટે ફરજિયાત છે – એવું લાગશે તો આ સૂત્ર સાંભળવાની મજા આવશે. સાધુપણામાં સાધુભગવન્તોને સૌથી પહેલાં આ સૂત્ર જ જગસહિત ભણાવવામાં આવે છે. ગૃહસ્થપણામાં તો આનાં ચાર જ અધ્યયન ભણી શકાય છે. દસદસ અધ્યયન ભણવાં હશે તો તે માટે સાધુ થવું જરૂરી છે. એક વાર ગૃહસ્થપણાનું પાપમય જીવન નજર સામે આવે, બીજી બાજુ સાધુપણાનું નિષ્પાપ જીવન નજર સામે આવે તો સાધુપણું લેવાનું મન અવશ્ય થાય. શ્રી મનકમુનિ આટલી નાની ઉંમરે પણ જો પોતાના પરિણામ સાચવી શક્યા તો આપણને કયું વિઘ્ન નડે એમ છે? આપણને સાધુપણાના પરિણામ કેમ નથી જાગતા? ઈચ્છા નથી માટે કે શક્તિ નથી માટે : તેનો વિચાર પ્રામાણિકપણે કરવાની જરૂર છે. આ સૂત્રની રચના ક્યા સંયોગોમાં થઈ એ આપણે જોઈ ગયા. હવે આપણે આ સૂત્રના પહેલા અધ્યયનની શરૂઆત કરીએ. આ સૂત્રના દરેક અધ્યયનમાં સાધુપણાના આચારની વાત આવવાની. તમને આચારની વાત ગમે ખરી ? આજે ઘણાને અધ્યાત્મની વાતો ગમે છે, તત્ત્વજ્ઞાનની વાતો ગમે છે પણ સાધુ થવાની કે આચરવાની વાત આવે તો ગમતું નથી, તેનું કારણ શું છે? અધ્યાત્મ કે તત્ત્વજ્ઞાન એ શું સાધુપણાથી જુદી વસ્તુ છે? શાસ્ત્રમાં કહ્યું છે કે પાપથી આઘા રહેવું, સર્વથા પાપરહિત બનવું તેનું નામ અધ્યાત્મ. આગળ વધીને કર્મથી આઘા રહેવું, સર્વથા કર્મરહિત બનવું તે અધ્યાત્મ. આજે તમારે ત્યાં અધ્યાત્મની કઈ વ્યાખ્યા છે? પાપ કરવા છતાં પાપમાં લેપાવું નહિ-તેને જ તમે અધ્યાત્મ માની બેઠા છો ને? પાપ કરવાનું ગમતું હોય, મજેથી બિનજરૂરી પાપ પણ કરવાનું ચાલુ હોય છતાં પાપ કર્યાનો ડંખ છે - એવું બતાવવું એ તો એક પ્રકારનો માયામૃષાવાદ છે. આચાર ઉપર ભાર એટલા માટે આપવો છે કે આચાર એ ધર્મનો પાયો છે. પાયા વિનાનો ખાટલો બેસવા કામ ન લાગે તેમ આચાર વિનાનો ધર્મ તરવા કામ ન લાગે. જ્ઞાન કે શ્રદ્ધા પણ આચાર(ચારિત્ર)ને ઉદ્દેશીને હોય તો તે કામનાં. જાણવાનું શું? આચાર. માનવાનું શું? આચાર. પાળવાનું શું? આચાર. મોક્ષે જવા માટે ભગવાને જે આચાર બતાવ્યો છે તેને જાણવો-તેનું નામ જ્ઞાન અને આચાર જ તત્ત્વ છે એવું - માનવું-તેનું નામ શ્રદ્ધા અને એ આચારને સારી રીતે પાળવો એનું નામ ચારિત્ર. જાણવું, માનવું પણ કરવું નહિ આવી અવસ્થા ક્યાં સુધી નભે ? દીક્ષા લેવાનો

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 162