Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 11
________________ પર્યાયમાં પણ ન સાધી શકીએ તો તેનું કારણ વિચારવું પડે ને? એ બાલસાધુ હતા છતાં તેમને કયાંય જાહેરમાં લાવવા માટે આચાર્યભગવન્તાદિએ મહેનત નથી કરી. આજે તો નાની ઉંમરે દીક્ષા લેતા હોય તો તેને જાહેરમાં લાવવાં કેટલી મેહનત કરાય?. છાપામાં ચમકાવે, ટી.વી.માં આપે, પર્ષદામાં આગળ બેસાડી પરિચય આપે. જાણે પોતાની પ્રસિદ્ધિ કરવાનું એક સાધન મળી ગયું! આમાં પોતાના અને એના (બાલસાધુના): બંન્નેના હિતની ચિંતા બાજુએ રહી જાય છે. આપણે ત્યાં શ્રી અઈમુત્તા મુનિ, શ્રી મનકમુનિ, શ્રી વજસ્વામી મહારાજા વગેરે અનેક બાલમુનિ થઈ ગયા, પણ કોઈ મહાપુરુષોએ, શાસનના નામે પોતાની પ્રભાવનાનું સાધન તેઓને બનાવ્યા ન હતા. કારણ કે એવું કરવાથી તો ઊલટી એની સાધના સિદાય અને હિત જોખમાય. બાલસાધુઓનું હિત જે હૈયે વસ્યું હોય તો તેમને વિશેષ કરીને લોકસંપર્કથી દૂર રાખવા જોઈએ. વર્તમાનમાં જેઓ આવું કરે છે તેમની ટીકા માટે આ વાત નથી. આપણે આવું કરનારા ન બનીએ અને આવું કરનારાઓથી આઘા રહીએ એટલું સમજાવવા પૂરતી આ વાત છે. જે માર્ગ નથી તેને માર્ગ માની તેને શાસનપ્રભાવનાનું સ્વરૂપ આપવું એ તો એક પ્રકારની આત્મવંચના છે. માર્ગે ચાલનારાય માર્ગ કઈ રીતે ભૂલે છે – એ પણ જાણવું જરૂરી છે. આપણે માર્ગે ચાલવું હોય તો માર્ગની જેમ જે ઉન્માર્ગ હોય તેને પણ ઓળખી લેવો પડે ને ? ઉન્માર્ગને ઉન્માર્ગ તરીકે ઓળખવો કે ઓળખાવવો એ ઉન્માર્ગગામીની ટીકા નથી, આપણી જાતને બચાવી લેવાનો એક પ્રયાસ છે. લોકોને અટકાવવા એ આપણું કામ નથી કે આપણા હાથની વાત નથી. યોગ્યને સમજાવીએ, પૂછનારને જણાવીએ-એ વાત જુદી છે. બાકી તો આપણે પોતે આવા પ્રકારની આત્મવંચના કરી માર્ગથી વંચિત ન રહીએ-એ જ એક આશયથી આટલું સમજી લેવું છે. શ્રી મનકમુનિ કાળ કરી ગયા પછી શ્રી શય્યભવસૂરિ મહારાજાએ આ સૂત્રને સંહરી લેવાની વાત કરી ત્યારે શ્રી યશોભદ્રસૂરિ મહારાજે વિનંતિ કરી કે આ પડતા કાળમાં ભવિષ્યના જીવોને આ સૂત્ર ખૂબ ઉપકારક નીવડશે. તેથી તેમણે આ સૂત્ર સંધ્યું નહિ અને આપણા સદ્ભાગ્યે આપણા સુધી આ સૂત્ર પહોંચ્યું. પહેલાંના કાળમાં શ્રી આચારાંગસૂત્રનું પહેલું શ્રી શસ્ત્રપરિજ્ઞા અધ્યયન ભણાવ્યા પછી વડી દીક્ષા અપાતી હતી. વર્તમાનમાં આ શ્રી દશવૈકાલિક સૂત્રનાં પહેલાં ચાર અધ્યયન ભણાવ્યા વગર વડી દીક્ષા અપાતી નથી. (૮)

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 162