Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 10
________________ છ પ્રબળ પુણ્યોદય હોય ત્યારે આવી આરાધના-નિયંમણા કરાવનાર ગુરુનો ભેટો થાય તેમ જ પરમ.સુંદર કોટિની યોગ્યતા હોય ત્યારે આઠ વરસની ઉંમરે છ મહિનામાં આ રીતે સૂત્રથી અને અર્થથી આ સૂત્ર જીવનમાં આત્મસાત્ કરી શકાય. આપણા પુણ્યમાં તો કોઈ જ કમીના નથી ને ? હવે જે કાંઈ ખામી છે તે યોગ્યતાની જ છે ને ? કે પુરુષાર્થની છે ? મનક મુનિ પાસે સંસ્કૃતનું, પ્રાકૃતનું, વ્યાકરણનું કે વ્યવહારનું કોઈ વિશેષ જ્ઞાન ન હતું, રમવાની વય હતી અને વૈરાગ્યનો અભ્યાસ પાડયા વગર તેમણે દીક્ષા લીધી હતી. છતાં આ રીતે ભણી શક્યા ને આરાધી શક્યા. જ્યારે આપણે તો જ્ઞાનથી, વયથી અને વૈરાગ્યથી પણ તેમના કરતાં ચઢિયાતા ગણાઈએ ને ? છતાં આ સૂત્રને આત્મસાત્ ન કરી શકીએ ? આજે આ સૂત્ર કેટલાં સાધુસાધ્વીને કંઠસ્થ હશે ? જેને સૂત્રથી કંઠસ્થ હોય તેને અર્થ આવડે તેવો નિયમ ખરો ? જેને સૂત્રાર્થ આવડતા હોય તેને તે ઉપસ્થિત હોય તેવાં સાધુસાધ્વી ગણ્યાગાંઠયાં જ મળે ને ? અને જેને તેના સૂત્રાર્થ ઉપસ્થિત હોય અને સાથે એ મુજબ જીવન જીવનારા હોય તેવાં સાધુસાધ્વી તો ભાગ્યે જ જોવા મળે ને ? મનકમુનિનું જીવનચરિત્ર જેની નજર સામે આવે તેને આ શ્રી દશવૈકાલિકસૂત્ર આ જ જીવનમાં આત્મસાત્ કરી લેવાનું મન થયા વિના ન રહે. શ્રી મનકમુનિ કાળધર્મ પામ્યા ત્યારે શ્રી શય્યભવસૂરિ મહારાજાનાં નેત્રો સહેજ ભીનાં થઈ ગયાં. તે વખતે તેમના શિષ્ય શ્રી યશોભદ્રસૂરિ મહારાજાએ પૂછ્યું કે ‘ભગવન્ ! ક્યારે ય નહિ ને આજે કેમ આમ ?’ ત્યારે આચાર્યભગવન્તે કહ્યું કે ‘આ હર્ષનાં અને સ્નેહનાં આસું છે. અમારો આની સાથે પિતાપુત્રનો સંબંધ હતો અને તેણે અલ્પકાળમાં સુંદર આરાધના કરી તેથી સ્નેહ અને હષર્ના યોગે આ આંસુ આવ્યાં.' ત્યારે શ્રી યશોભદ્રસૂરિમહારાજા વગેરેએ કહ્યું કે આપે અમને જણાવ્યું કેમ નહિ ? ત્યારે આચાર્યભગવન્તે કહ્યું કે ‘તમે તેને ગુરુપુત્ર માનીને ગુરુતુલ્ય સેવા કરત તો તે આરાધનાથી વંચિત રહી જાત, માટે જ ન કહ્યું.' આના ઉપરથી પણ ખ્યાલ આવે છે ને કે આચાર્યભગવન્દે ગ્રહણશિક્ષા સાથે તેમને આસેવનશિક્ષા પણ આપી હતી. કારણ કે માત્ર ભણવાથી નિસ્તાર નથી થતો. ભણવાની સાથે વૈયાવચ્ચ અને ભક્તિ પણ હોવાં જોઈએ. ભણતર આરાધનાનું અને નિર્જરાનું અંગ ત્યારે જ બને કે જ્યારે તે વિનય, વૈયાવચ્ચ, ભક્તિમાં પરિણમે. ભણનારા ભક્તિના અવસરે આંખ આડા કાન કરે તો તેઓ પોતાના જ ભણતરને વગોવનારા બને છે. શ્રી મનકમુનિ અલ્પ વયમાં અને અલ્પ કાળમાં જે સાધી ગયા તે આપણે આટલી મોટી ઉંમરે અને આટલા (0)

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 162