Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 9
________________ જ્યારે શય્યભવ બ્રાહ્મણે દીક્ષા લીધી ત્યારે તેમની પત્ની ગર્ભવતી હતી. દીક્ષા બાદ તેણીએ પુત્રને જન્મ આપ્યો. લોકોએ તેનું મનક નામ પાડ્યું. આ પુત્ર જ્યારે આઠ વરસનો થયો ત્યારે એક વાર તેણે માતાને પૂછ્યું કે, ‘મારા પિતા કોણ છે ?’ ત્યારે માતાએ કહ્યું કે ‘તારા પિતા તો દીક્ષા લઈને સાધુ થયા છે.’ આ સાંભળી મનકને પણ દીક્ષા લેવાનું મન થયું. આથી ત્યાંથી ભાગીને તે પિતામુનિ જે નગરમાં હતા ત્યાં પહોંચી ગયો. તે વખતે આચાર્યભગવન્ત ચંપાનગરીમાં વિહાર કરતા હતા. પેલો બાળક પણ ચંપાનગરીમાં આવ્યો ત્યારે, આચાર્યભગવન્ત શ્રી શય્યભવસૂરિ મહારાજા તે વખતે બહાર સંજ્ઞાભૂમિએ ગયેલા હતા તે સામે જ મળ્યા. રસ્તામાં આ બાળકને જોતાંની સાથે આચાર્યભગવન્તને તેની પ્રત્યે સ્નેહ જાગ્યો. પેલા બાળકને પણ આચાર્ય ભગવન્તને જોતાંની સાથે સ્નેહ જાગ્યો. સ્નેહના સંસ્કાર કેવું કામ કરે છે ? પરસ્પર એક બીજાને જાણતા ન હોવા છતાં જોવામાત્રથી પરસ્પરની પ્રત્યે સ્નેહને જન્માવે છે. તે બાળકે આચાર્યભગવન્તને વંદન કર્યું એટલે આચાર્યભગવન્તે તેને પૂછ્યું કે ‘હૈ બાલક! તું ક્યાંથી આવ્યો છે અને તું કોનો પુત્ર છે ?' ત્યારે પેલા બાળકે કહ્યું કે ‘હું રાજગૃહ નગરમાં શય્યભવ નામના બ્રાહ્મણનો પુત્ર છું. મારા પિતા સાધુ થયા છે એટલે મારે પણ સાધુ થવું છે. માટે જ મારા પિતાને શોધવા માટે હું અહીં આવ્યો છું. તમે એમને જાણો છો ? ત્યારે આચાર્યભગવન્તે કહ્યું કે ‘હું એમને જાણું છું, તે મારા મિત્ર છે, હું અને એ બન્ને એકજેવા છીએ. તેથી તું મારી પાસે જ દીક્ષા લઈશ ?' ત્યારે બાળકે કહ્યું કે – ‘સારું, એ પ્રમાણે કરીશ’. આ રીતે પોતે જ તેના પિતા છે એ પ્રમાણે તે બાળકને કે અન્ય કોઈ સાધુને જણાવ્યા વગર આચાર્યભગવન્તે તે મનક નામના બાળકને દીક્ષા આપી. ત્યાર બાદ તેમણે ઉપયોગ મૂકીને જોયું કે આ તો માત્ર છ મહિનાનું જ આયુષ્ય ધરાવે છે. હવે શું કરવું- આવી ચિંતાથી તેમણે વિચાર્યું કે - ‘‘ચૌદપૂર્વીઓ જો કોઈ કારણ ઉત્પન્ન થાય તો ચૌદ પૂર્વમાંથી ઉદ્ધાર કરીને સૂત્રની રચના કરે છે. મારે પણ આ પ્રયોજન ઉપસ્થિત થયું છે.’’ એમ સમજીને આ શ્રી દશવૈકાલિક સૂત્રની રચના કરવાનું શરૂ કર્યું. એની રચના પૂરી થઈ ત્યારે દિવસ થોડો જ બાકી હતો. આ રીતે વિકાલે અર્થાત્ સંધ્યાસમયે તેની રચના થઈ હોવાથી તેમ જ તેનાં દશ અધ્યયન હોવાથી આ સૂત્રનું ‘દશવૈકાલિક’ આ પ્રમાણે નામ પડયું. શ્રી મનકમુનિએ અલ્પ કાળમાં જ સૂત્રથી અને અર્થથી આ સૂત્રને કંઠસ્થ કર્યું અને એના અધ્યયન દ્વારા સુંદર સંયમની સાધના કરી છ મહિનાના અંતે સ્વર્ગલોકે સિધાવ્યા. આચાર્યભગવન્તે આત્મકલ્યાણનો માર્ગ કેવી રીતે ચિંતવ્યો ? જ - (૬)

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 162