Book Title: Dashvaikalik Sutra Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 7
________________ ચિંતાથી તેઓશ્રીએ પોતાના ગણ તથા ચતુર્વિધ શ્રીસંઘમાં ઉપયોગ મૂક્યો. પરંતુ કોઈ એવો યોગ્ય જીવન જણાયો કે જે ગચ્છની પરંપરાને અવિચ્છિન્નપણે ચલાવી શકે. ત્યારે અન્યધર્મીઓમાં ઉપયોગ મૂક્યો અને રાજગૃહ નગરમાં યજ્ઞ કરતા એવા શäભવબ્રાહ્મણને જોયા. આ શય્યભવબ્રાહ્મણને યોગ્ય જાણીને તેમને પ્રતિબોધવા માટે રાજગૃહનગરમાં આવીને બે સાધુઓને કહ્યું કે તમારે યજ્ઞમંડપમાં જઈને ભિક્ષા માટે ધર્મલાભ આપવો અને તે બ્રાહ્મણો તમારો તિરસ્કાર કરે ત્યારે તમારે કહેવું કે - “અહો રુમ્ મહો મુ, તવંત જ્ઞાયતે પરમ્ !” (અહો કષ્ટની વાત છે, કષ્ટકારી છે, પરંતુ તત્ત્વ શું છે – એ જાણતા નથી.) આ રીતે ગુરુના આદેશથી તે બે સાધુઓ યજ્ઞમંડપમાં ગયા અને બ્રાહ્મણોએ તેમને ભિક્ષાનો નિષેધ કર્યો ત્યારે તેમણે કહ્યું કે - ‘પ્રદો ખમ્.....' - આ વચનો દ્વારમાં ઊભા રહેલા શય્યભવ બ્રાહ્મણે સાંભળ્યાં. એ સાંભળીને તેઓ વિચારવા લાગ્યા કે - “આ તો ઉપશાન્ત અને તપસ્વી એવા જૈન સાધુ છે તેઓ ક્યારે પણ ખોટું બોલે નહિ, માટે જરૂર આમાં કાંઈક રહસ્ય છે. એ વખતે જૈનો માટે લોકોના હૈયામાં કેવી છાયા હતી, એ સમજાય છે? જૈન અને જૂઠું બોલે એ બને ? અમે એક સ્થાને ચોમાસા માટે રહેલા ત્યારે અમારા ઉપાશ્રયની, નીચે બે છોકરીઓ રમતી હતી. તેમાં એક ખ્રિસ્તીની છોકરી હતી ને બીજી જૈનની છોકરી હતી. એ જૈનની છોકરી રમતાં રમતાં કંઈક ખોટું બોલી એટલે પેલી ખ્રિસ્તીની છોકરી એને કહેવા લાગી કે, ‘તું જૈન થઈને જૂઠું બોલે છે? શરમ નથી આવતી ?' એ ખ્રિસ્તી છોકરીના મનમાં જૈનો માટે કેવી છાપ હશે ? જૈનો કદી જૂઠું ન જ બોલે ને ? આજના જૈનો માટે આવું કહી શકાય ખરું? અન્યધર્મીઓના હૈયામાં પણ જૈનધર્મની ઊંચામાં ઊંચી છાપ હતી તે છાપ આજે જળવાય એવું લાગે છે ? આજના તમારા વ્યાપારધંધા લગભગ જૂઠ ઉપર જ નભે છે ને? જૂઠું બોલવું – એ તો તમારે ત્યાં વ્યાપારની હોશિયારી ગણાય ને ? આજના જૈનોને એવા વ્યાપારની ફાવટ પણ વધારે હોય ને? જૂઠું ન બોલે એવો જૈન આજે મળવો મુશ્કેલ છે ને? વ્યવહારની વાત તો જવા દો હવે તો શાસ્ત્રના વિષયમાં પણ જૂઠાણાનો પગપેસારો થવા માંડયો છે. જે શાસ્ત્રના જ્ઞાતા સાધુઓ માટે આવી ઊંચી છાપ હતી તે શાસ્ત્રના જાણકાર કહેવાતા સાધુઓ આજે મજેથી શાસ્ત્રના મનફાવતા ઊંધા અર્થ કરી અનેકોને ઉન્માર્ગે દોરી જતા હોય તો તે કેવી વિષમદશા કહેવાય ? ધર્મસ્થાનમાં, ધર્મના વિષયમાં પણ, જૂઠું ન બોલનારા મળવા દુર્લભ છે. આપણું પરમ સદ્ભાગ્ય છે કે આવા કાળમાં પણ આપણને આ શ્રી દશવૈકાલિક સૂત્ર તથા તેનો યથાર્થ બોધPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 162