Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 6
________________ દશવૈકાલિકસૂત્રના આધારે આપણે ભગવાને ભાખેલું સાધુપણું કેવું હોય છે તે સમજી લેવું છે. આ સૂત્ર શ્રી શષ્યભવસૂરિ મહારાજાએ સંસારીપક્ષે પોતાના પુત્ર શ્રી મનક મુનિ માટે આત્મપ્રવાદ વગેરે પૂર્વોમાંથી ઉદ્ધરીને રચ્યું છે. તેના ઉપર નિયુક્તિ શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજાએ રચી છે અને ભાષ્યની રચના શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે કરી છે. સૂત્રની, નિર્યુક્તિની તેમ જ ભાષ્યની ગાથાઓ ઉપર ટીકા શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ કરી છે. મોક્ષે જવા માટે નીકળેલા મુમુક્ષુઓને માર્ગના સ્વરૂપના જ્ઞાનમાં તથા પાલનમાં કોઈ પણ જાતની દ્વિધા ન થાય તે રીતે સ્પષ્ટપણે સાધુપણાનો માર્ગ આ ચાર ચાર મહાપુરુષોએ આમાં સમજાવ્યો છે. ચાર ચાર મહાપુરુષોએ આ શ્રી દશવૈકાલિક સૂત્ર દ્વારા મોક્ષને સાધી આપનાર સાધુપણાને સમજાવવા માટે જે પુરુષાર્થ કર્યો છે, એના ઉપરથી પણ આ સૂત્રની તેમ જ સાધુપણાની કિંમત આપણા હૈયામાં અંકાઈ જવી જોઈએ. મોક્ષે જવાની ઇચ્છા થયા પછી અને મોક્ષે જવા માટેનું આ સુંદર સાધન છે એવું જાણ્યા પછી પણ આ જીવનમાં આપણે સાધુપણું પામી ન શકીએ કે પામીને સારી રીતે આરાધી ન શકીએ તો, કાં તો આપણે મૂર્ખશિરોમણિ છીએ કાં તો કમનસીબ છીએ-એમ માનવું જ રહ્યું. આ સૂત્ર વાંચવાની શરૂઆત કરવા પહેલાં તેની રચના કેવા સંયોગોમાં થઈ તે વૃત્તાન્ત પણ જાણવાજેવો છે. મહાપુરુષો પોતાના જીવનમાં મહાપુરુષતાને કેવી રીતે પામતા હોય છે, તે તેમના જીવનપ્રસંગો ઉપરથી જાણી શકાય છે. માત્ર ગુણગાન ગાવા માટે મહાપુરુષોના પ્રસંગો શાસ્ત્રમાં આલેખવામાં નથી આવતા, પરંતુ આપણી દષ્ટિએ જે અશક્ય કે અઘરું લાગે તે, મહાપુરુષોએ પોતાના જીવનમાં કેટલી સહેલાઈથી શક્ય બનાવ્યું હતું તે જાણવા દ્વારા આપણે પણ આપણા જીવનમાંથી માર્ગ પ્રત્યેની ઉદાસીનતાને ટાળીને માર્ગની આરાધનામાં સમુત્સુક બનીએ – એ પણ એક આશય આ કથાનકોનાં નિરૂપણમાં રહેલો હોય છે. શાસ્ત્રના પાને લખાયેલા સિદ્ધાન્તો જીવનમાં અપનાવી શકાય એવા છે – એવી શ્રદ્ધા આપણા હૈયામાં બેસે એ માટે મહાપુરુષોના જીવનવૃત્તાંતો ખૂબ ઉપકારક નીવડે છે. આ શ્રી શય્યભવસૂરિ મહારાજાના કથાવૃત્તાન્તને જણાવતાં શ્રી ટીકાકાર પરમર્ષિ ફરમાવે છે કે - આ ચોવીસીના ચરમ તીર્થંકર શ્રમણ ભગવાન શ્રી મહાવીરપરમાત્માના શિષ્ય શ્રી સુધર્માસ્વામી નામના ગણધર હતા. તેમના શ્રી જમ્બુસ્વામી નામના શિષ્ય હતા અને તેમના પણ શ્રી પ્રભવસ્વામી નામના શિષ્ય હતા. આ શ્રી પ્રભવસ્વામી મહારાજાને કોઈ એક મધ્યરાત્રિએ એ પ્રમાણે ચિંતા થઈ કે મારી પાટે કોણ આવશે ? આવી (૩)

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 162