Book Title: Dashvaikalik Sutra Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 5
________________ ગૃહસ્થપણામાં પણ પરમપદ હથેળીમાં હોય. આજે વરસોથી ધર્મ કરનારાએ ક્યારે ય વિચાર્યું છે કે સાધુપણાની ઈચ્છા કેટલી છે અને સાધુપણા માટે પુરુષાર્થ કેટલો કર્યો ? આજે મોટાભાગના આરાધકવર્ગની એ મનોદશા છે કે ધર્મ કરવો છે પણ સાધુ નથી થવું. શાસ્ત્રમાં કહ્યું છે કે - માર્ગાનુસારીપણાનો ધર્મ તેને અપાય કે જેને સમ્યક્ત્વ જોઈતું હોય, સમ્યક્ત્વ તેને અપાય કે જેને દેશવિરતિ જોઈતી હોય, દેશવિરતિ તેને અપાય કે જેને સર્વવિરતિ જોઈતી હોય અને સર્વવિરતી તેને અપાય કે જેને વીતરાગતા જોઈતી હોય. જેને ફળ જોઈતું હોય તેને ઉપાયમાં પ્રવૃત્તિ કરાવાય. ફળની ઇચ્છા વિના ઉપાયમાં પ્રવર્તે તે ઉપાયને પણ બગાડયા વગર ન રહે. સાધુપણાની ઇચ્છા વિના જે શ્રાવકપણાના આચાર પાળે તેના શ્રાવકપણામાં ભલીવાર ન આવે. તમે ગૃહસ્થપણામાં રહ્યા છો, તે સાધુ થઇ શકાતું નથી માટે રહ્યા છો કે સાધુ થવું નથી માટે રહ્યા છો ? સાધુપણાની ઇચ્છા વગર ઊંચામાં ઊંચો ગૃહસ્થપણાનો ધર્મ પાળવામાં આવે તોય તે ફળદાયી બનતો નથી, માત્ર કાયકષ્ટસ્વરૂપ બની રહે છે. ધર્મનું ફળ મોક્ષ છે અને એ મોક્ષને મેળવવાનો મૂળભૂત માર્ગ સાધુપણું છે. જેને મોક્ષે જવાનું મન હોય તેને એ મોક્ષના મૂળભૂત માર્ગને જાણવાનું, જાણીને પામવાનું મન ન હોય એ બને ? મોક્ષ માટે ધર્મ કરનારને સાધુપણું ન મળે તેનો રંજ ન હોય એ કેમ ચાલે ? સ. મોટી ઉંમરે તો સાધુપણાની ઇચ્છા ક્યાંથી થાય ? મોટી ઉંમરે ખવાતું નથી, ખાધેલું પચતું નથી, છતાં ખાવાની ઇચ્છા થાય છે ને ? મોટી ઉંમરે કમાવાનું માંડી વાળ્યું ? ખાવાપીવાનું માંડી વાળ્યું ? કે ચાલુ છે ? પચતું ન હોય તો પાચન માટેની ગોળી લઈને પણ ખાવાની તૈયારી છે ને ? ખાવાની રુચિ ન જાગે તો તેને માટે પણ દવા લેવાની તૈયારી છે ને ? ખવાતું ન હોય, પિવાતું ન હોય તો નળી દ્વારા પણ આહારપાણી લઈને જીવન ટકાવવું છે અને અહીં સાધુપણાની મોક્ષની ઇચ્છા જીવતી રાખવા માટે કોઈ પ્રયત્ન નહિ ? મોટી ઉંમરે પણ અર્થકામ વગર ન ચાલે અને ધર્મ-મોક્ષ વગર ચાલે ? આહારપાણી એ જીવનનો આધાર નથી, ધર્માત્મા માટે તો મોક્ષની અને સાધુપણાની ઇચ્છા એ જ જીવનનો આધાર હોય. આ આધાર ગુમાવી બેઠા હોય અને પાછી એની ચિંતા પણ ન હોય એવાઓને ધર્મ કઈ રીતે ફળે ? સાધુપણા ઉપર નજર સ્થિર કર્યા વગર કોઈ પણ રીતે કલ્યાણ થાય એવું નથી. એક વાર સાધુપણાનું સાચું સ્વરૂપ તમારી નજર સામે આવી જાય તો આ જ જીવનમાં સાધુપણું પામવાની ઇચ્છા થયા વગર રહે નહિ. એટલે આ શ્રી (૨) -Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 162