Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 4
________________ શ્રી દશવૈકાલિક સૂત્ર * પ્રથમ શ્રી કુમપુષ્પક અધ્યયન ક અનન્તોપકારી શ્રી અરિહન્ત પરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિઓનો પ્રયત્ન એક જ હોય છે કે આ અસાર સંસારમાંથી આપણે સૌ મુક્ત બનીએ-તેવો ઉપાય બતાવવો. અત્યાર સુધીમાં આવા અનેક મહાપુરુષોએ આપણા હિત માટે પ્રયત્ન કર્યો છે. એ મહાપુરુષોના પ્રયત્નને અનુરૂપ આપણે પણ આપણા હિતને સાધવા માટે તત્પર બનવું છે. એ જ આશયથી આજે આપણે આપણા પરમોપકારી ચૌદપૂર્વી શ્રી શય્યભવસૂરિ મહારાજાએ રચેલું “શ્રી દશવૈકાલિક સૂત્ર’ વાંચવાની શરૂઆત કરવી છે. આ સૂત્ર એવું છે કે જે આ પાંચમા આરાના છેડા સુધી ટકવાનું છે. આ પાંચમા આરામાં શ્રુતજ્ઞાનનો હાસ થતો આવ્યો છે અને હજુ થતો રહેવાનો. છતાં અંતે આ સૂત્ર રહેવાનું છે. પાંચમા આરાના છેડા સુધી જે સૂત્ર ટકવાનું છે એ સૂત્ર આપણને સાંભળવા મળે, એનો અર્થ આપણને સમજવા મળે – એ આપણી પરમભાગ્યશાલિતા મનાય ને ? આ ભાગ્યશાલિતાને સફળ કરવાના આશયથી જ આ વખતની વાચનાશ્રેણીમાં આપણે આ વિષય પસંદ કર્યો છે. તેમ જ કેવળ સાધુભગવન્તોને ઉદ્દેશીને રચાયેલા આ સૂત્રનાં દસમાંથી ચાર અધ્યયન સૂત્રથી અને અર્થથી ભણવાની શ્રાવકોને પણ અનુજ્ઞા છે-એ કારણથી પણ આ સૂત્રનાં ચાર અધ્યયન વાંચવાનું નક્કી કર્યું છે. આ સૂત્રમાં સાધુપણાના આચારનું વર્ણન હોવા છતાં શ્રાવકો આગળ એ વાંચવાનું પ્રયોજન એ છે કે શ્રાવકપણામાં રહેવા છતાં શ્રાવકની નજર તો સાધુપણા ઉપર જ મંડાયેલી હોય. સાધુપણા સિવાય કલ્યાણ નથી-એવું જેના હૈયામાં વસેલું હોય તેનામાં સાચું શ્રાવકપણું આવે. જેને સાધુપણા પ્રત્યે પ્રેમ હોય, જેને સાધુ થવાનું મન હોય તે સાધુના આચાર સાંભળવા સદા તત્પર હોય ને ? શ્રાવક કોને કહેવાય? શ્રાવકપણાના આચાર પાળે અને સાધુ થવા માટે સાધુપણાના આચાર સાંભળે તેનું નામ શ્રાવક. આવા શ્રાવક માટે આ સૂત્રનાં ચાર અધ્યયન ભણવાની અનુજ્ઞા છે. સાધુ થવું નથી માટે જેઓ ગૃહસ્થપણામાં રહ્યા હોય તેમને આ અધિકાર નથી. સાધુ થવાતું ન હોય માટે ગૃહસ્થપણામાં રહ્યા હોય તેવાઓને આ અધિકાર છે. સાધુપણાનો પુરુષાર્થ પાંગળો પડે-એ બને, પરંતુ તેની ઈચ્છા તો કોઈ સંયોગોમાં પાંગળી ન બનવી જોઈએ. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી - સાધુપણું લઈ ન શકીએ એ બને પણ “સાધુપણું લેવું છે' એવી ઈચ્છા વિનાનો એક સમય પણ ન જવો જોઈએ. જેના શ્વાસોશ્વાસમાં સાધુપણાનું રટણ હોય તેવાને (૧)

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 162