Book Title: Dashvaikalik Sutra
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

Previous | Next

Page 8
________________ કરાવનાર ગુરુભગવન્તોનો ભેટો થઈ ગયો. તમે કે અમે ઉન્માર્ગના પ્રવાહમાં તણાઈ ન જઈએ એ માટે શાસ્ત્રના સમ્યમ્ અર્થ કરવાનું શીખવનારા મહાપુરુષની છાયા આપણને મળી એ કાંઈ જેવીતેવી ભાગ્યશાલિતા છે? ભગવાનનું શાસન એકવીસ હજાર વરસ સુધી ચાલવાનું છે. શાસનના છેડે તો આ સૂત્રનાં માત્ર ચાર જ અધ્યયન રહેવાનાં છે. આપણને તો આ સૂત્રનાં દસદસ અધ્યયન અને ઉપરથી બે ચૂલિકા જાણવા, સમજવા, આચરવા માટે મળી છે. આમ છતાં સંસારના સુખ ખાતર કે ગમે તેવા સાહિત્ય માટે આપણા કીમતી જીવનને વેડફી નાખવું-એ બુદ્ધિમત્તાનાં લક્ષણ નથી. અન્યદર્શની જેટલી પણ શ્રદ્ધા આપણને આપણા પરમતારક દેવ-ગુરુ-ધર્મ ઉપર થઈ જાય તોય આપણા જીવનમાં પરિવર્તન આવ્યા વિના ન રહે. આ બાજુ શય્યભવબ્રાહ્મણને તત્ત્વમાં શંકા પડવાથી પોતાના અધ્યાપક પાસે જઈને પૂછે છે કે, “આમાં તત્ત્વ શું છે?' તેમના અધ્યાપક કહે છે કે-વેદ જ આમાં પ્રમાણભૂત છે. ત્યારે શય્યભવબ્રાહ્મણ કહે છે કે – “આ જૈન સાધુ ખોટું બોલે નહિ માટે જરૂર તત્ત્વ કાંઈક જુદું છે. જો મને સાચું નહિ કહો તો તમારું મસ્તક છેદી નાખીશ.' આથી તેમના અધ્યાપકે શિરચ્છેદના ભયે કહ્યું કે – “આ યજ્ઞના સ્તંભની નીચે અરિહંત પરમાત્મા શ્રી શાંતિનાથ ભગવાનની સર્વ રત્નમયી પ્રતિમા છે. એ અરિહંત પરમાત્માએ જણાવેલો ધર્મ એ જ તત્ત્વ છે. આ રીતે અધ્યાપકે સાચી વિગત જણાવી તેથી તે શય્યભવબ્રાહ્મણ અધ્યાપકના પગમાં પડ્યા અને યજ્ઞસંબંધી ઉપકરણ વગેરે અધ્યાપકને સોંપી પોતે પેલા બે સાધુઓને શોધતા શોધતા આચાર્ય ભગવન્ત શ્રી પ્રભવસ્વામી મહારાજ પાસે આવ્યા. તત્ત્વ અને અતત્ત્વનો ભેદ સમજાયા પછી અતત્ત્વનો ત્યાગ કરી તત્ત્વનો સ્વીકાર કરવા કેટલી વાર લાગે ? જેને સત્યનો ખપ હોય અને કોઈ પણ જાતનો સ્વાર્થ નડતો ન હોય તેને સાચું સમજાયા પછી વરસોથી આચરેલું પણ ખોટું છોડતાં વાર ન લાગે. આજે સાચું સમજનારા પણ સાચાને સ્વીકારવા જ તૈયાર ન થતા હોય તો તેનું કારણ તેમણે જાતે જ વિચારી લેવું. શäભવબ્રાહ્મણ આચાર્યભગવન્તને તથા બીજા બધા સાધુ ભગવન્તને નમસ્કાર કરીને કહે છે કે – “સાચો ધર્મ શું છે – એ મને સમજાવો'. આથી આચાર્યભગવનને તે શય્યભવબ્રાહ્મણને, સાધુપણાનો ધર્મ જ તત્ત્વ છે- એ પ્રમાણે સમજાવ્યું. એ સાંભળતાંની સાથે જ તેઓ પ્રતિબોધ પામ્યા અને આચાર્યભગવન્ત પાસે પ્રવ્રયા (દીક્ષા) ગ્રહણ કરી. આચાર્ય ભગવાન પાસે શાસ્ત્રોનું અધ્યયન કરી અને સંયમનું સુંદર પાલન કરી અનુક્રમે તેઓશ્રી ચૌદ પૂર્વના જ્ઞાતા થયા.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 162