________________
प्रथमं परिशिष्टम्
३८३
अट्ठविहं पि य कम्मं अरिभूयं होइ सबजीवाणं ।
तं कम्ममरिं हंता अरिहंता तेण वुच्चंति ।।१२।। આઠ પ્રકારના કર્મ જ સર્વ જીવોના શત્રુ છે. શ્રી તીર્થકરો તે કર્મરૂપી શત્રુનો સંપૂર્ણ ક્ષય કરનારા છે; તેથી તેમને અરિહંત” કહેવાય છે. ૧૨
अरहंति वंदणनमंसणाइं अरहंति पूयसक्कारं ।
सिद्धिगमणं च अरहा अरहंता तेण वुचंति ।।१३।। કર્મશત્રુના ક્ષયથી પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાનાદિ ગુણોના પ્રભાવથી શ્રી અરિહંત પરમાત્માઓ વંદન, નમસ્કાર, પૂજા અને સત્કાર માટે તથા સિદ્ધિ પદ માટે યોગ્ય બનેલા છે, તેથી તેઓ “અરહંત” કહેવાય છે. ૧૩
अनंतं दटुंमि बीयंमि न अंकुरो जहा होइ ।
दटुंमि कम्मबीए न रुहइ भवअंकुरो वि तहा ।।१४।। જેમ સંપૂર્ણ રીતે બીજ બળી ગયું હોય તો તેમાંથી અંકુર પ્રગટ થતો નથી. તેમ દેવાધિદેવ શ્રી અરિહંત પ્રભુનું કમબીજ સર્વથા બળી ગયેલું હોવાથી તેમનો ભવરૂપી અંકુરો પ્રગટ થતો નથી માટે તેઓ અરહંત કહેવાય છે. ૧૪
तं नमह तं पसंसह तं झायह तस्स सरणमल्लियह ।
मा किणह कणयमुल्लेण पित्तलं इत्तियं भणिमो ।।१५।। માટે હે ભવ્ય જીવો! તે દેવાધિદેવને નમસ્કાર કરો, તે દેવાધિદેવની પ્રશંસા કરો, પિંડસ્થાદિ ધ્યાનના ભેદોથી તે દેવાધિદેવનું ધ્યાન કરો, તે દેવાધિદેવનું જ શરણ સ્વીકારો. સોનાના મૂલ્ય પિત્તળને ન ખરીદો અર્થાત્ સુવર્ણતુલ્ય નમસ્કારાદિ વડે પિત્તલ સમાન સરાગી દેવોને ન આરાધો. અમે તમને આટલું જ કહીએ છીએ. ૧૫
मेरुव्व समुत्तुंगं हिमगिरिधवलं लसंतधवलधयं ।
भवणं कारेयव्वं विहिणा सिरिवीयरायस्स ।।१६।। મેરુ પર્વતની જેમ ઉત્તુંગ, હિમગિરિ જેવું ઉજ્જવલ તથા શ્વેતધ્વજાઓથી શોભતું એવું શ્રી વીતરાગદેવનું મંદિર વિધિપૂર્વક કરાવવું જોઈએ. ૧૬
जिणभवणकारणविही सुद्धा भूमीदलं च कट्ठाई ।
भियगाणऽतिसंधाणं सासयवुड्डी य जयणा य ।।१७।। શ્રી જિનભવન નિર્માણ વિધિ :જિનભવન બનાવવાની વિધિ આ પ્રમાણે છે. જિનભવન માટે ભૂમિદળ અને કાષ્ટ આદિ સઘળાં