________________
४२४
रणम् - सम्यक्त्वप्रकरणम्
दुविहं लोइयमिच्छं देवगयं गुरुगयं मुणेयव्वं ।
लोउत्तरं पि दुविहं देवगयं गुरुगयं चेव।।२४३।। મિથ્યાત્વ વિચાર :
લૌકિક મિથ્યાત્વ દેવગત અને ગુરુગત એમ બે પ્રકારે જાણવા યોગ્ય છે. લોકોત્તર મિથ્યાત્વ પણ દેવગત અને ગુરુગત એમ બે પ્રકારે જાણવા યોગ્ય છે. ૨૪૩
चउभेयं मिच्छत्तं तिविहं तिविहेण जो विवज्जेइ।
अकलंकं सम्मत्तं होइ फुडं तस्स जीवस्स।।२४४ ।। જે આત્મા ઉપર્યુક્ત ચાર પ્રકારના મિથ્યાત્વનો ત્રિવિધ ત્રિવિધ પરિત્યાગ કરે છે, તે આત્માને નિષ્કલંક સમ્યક્ત્વ સ્પષ્ટપણે પ્રગટ થાય છે. ૨૪૪
कुणमाणो वि हि किरियं परिचयंतो वि सयणधणभोगे।
दितो वि दुहस्स उरं न जिणइ अंधो पराणीयं ।।२४५।। જેમ પ્રહારાદિ ક્રિયાઓને કરતો, સ્વજન-ધન અને ભોગોને ત્યજતો અને સામી છાતીએ દુઃખની સામે ધસતો એવો પણ આંધળો માણસ શત્રુના સૈન્યને જીતી શકતો નથી. ૨૪૫
कुणमाणो वि निवित्तिं परिचयंतो वि सयणधणभोगे।
दितो वि दुहस्स उरं मिच्छद्दिट्टी न सिज्झइ उ।।२४६।। તેમ અન્ય દર્શનોમાં દર્શાવેલી નિવૃત્તિને કરતો, સ્વજન-ધન-ભોગાદિનો પરિત્યાગ કરતો અને સામી છાતીએ દુઃખની સામે ધસતો મિથ્યાદષ્ટિ સિદ્ધિને પામી શકતો નથી. ૨૪૬
तम्हा कम्माणीयं जेउमणो दंसणंमि पयइज्जा।
दसणवओ हि सफलाणि हुंति तवनाणचरणाणि।।२४७।। સમ્યગ્દર્શનનો મહિમા :
તેથી કર્મરૂપ સૈન્યને જીતવાની અભિલાષાવાળા આત્માએ સમ્યગ્દર્શનમાં પ્રયત્ન કરવો જોઈએ. સમ્યગ્દર્શનને પામેલો આત્મા જે તપ, જ્ઞાન અને ચારિત્ર આચરે છે તે સફળ થાય છે. ૨૪૭
भट्टेण चरित्ताओ सुट्टयरं दंसणं गहेयध्वं।
सिझंति चरणरहिया दंसणरहिया न सिझंति ।।२४८।। ચારિત્રથી ભ્રષ્ટ થયેલા આત્માએ પણ સુંદરતર સમ્યગ્દર્શનને જ ગ્રહણ કરવું જોઈએ. કેમ કે ચારિત્ર વિનાના આત્માઓ સિદ્ધ થાય છે, પણ સમ્યગ્દર્શન વિનાના આત્માઓ સિદ્ધ થતા નથી. ૨૪૮