________________
४२२
दर्शनशुद्धिप्रकरणम् - सम्यक्त्वप्रकरणम्
ચાર ભેદ થતા હોવાથી આઠ પ્રકારનો યોગ થાય છે, તથા ૧-ઔદારિક, ૨-વૈક્રિય, ૩-આહારક, ૪-દારિક મિશ્ર, ૫-વૈક્રિયમિશ્ર, ૬-આહારકમિશ્ર અને ૭-કાશ્મણ એમ કાયયોગના સાત પ્રકાર છે. આ રીતે કુલ પંદર પ્રકારના યોગ છે. ૨૩૧
नाणं पंचवियप्पं अनाणतिगं च सव्वसागारं ।
चउदंसणमणगारं उवओगा बारस हवंति।।२३२।। ઉપયોગ વિચાર :
પાંચજ્ઞાન અને ત્રણ અજ્ઞાન એમ આઠ સાકાર ઉપયોગ છે તથા ચાર દર્શનનો અનાકાર ઉપયોગ છે. એમ કુલ બાર પ્રકારનો ઉપયોગ હોય છે. ૨૩૨
मिच्छद्दिट्ठी सासायणे य तह सम्ममिच्छदिट्ठी य । अविरयसम्मट्ठिी विरयाविरए पमत्ते य।।२३३ ।। तत्तो य अप्पमत्ते नियट्टिअनियट्टिबायरे सुहुमे ।
उवसंतखीणमोहे होइ सजोगी अजोगी य ।।२३४ ।। ગુણસ્થાનક વિચાર :
૧-મિાદષ્ટિ, ૨-સાસ્વાદન, ૩-મિશ્ર, ૪-અવિરતિસમ્યગ્દષ્ટિ, પ-દેશવિરતિ, ૬-પ્રમત્ત, ૭-અપ્રમત્ત, ૮-નિવૃત્તિ, ૯-અનિવૃત્તિનાદર, ૧૦-સૂક્ષ્મસંપરાય, ૧૧-ઉપશાંતમોહ, ૧૨-ક્ષીણમોહ, ૧૩-સયોગી અને ૧૪-અયોગી ગુણસ્થાનક એમ કુલ ચૌદ ગુણસ્થાનક છે. ૨૩૩-૨૩૪
गइइंदिए य काए जोए वेए कसायनाणे य ।
संयम-दंसण-लेसा भवसम्मे सनिआहारे।।२३५ ।। માર્ગણા વિચાર :
ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, વેશ્યા, ભવ્ય, સમ્યક્ત્વ, સંજ્ઞી અને આહાર આ ચૌદ માર્ગણાકાર છે. ૨૩૫
धम्माधम्मागासा तियतियभेया तहेव अद्धा य ।
खंधा देसपएसा परमाणु अजीव चउदसहा ।।२३६।। અજીવ વિચાર :
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણેયના સ્કંધ, દેશ અને પ્રદેશ એમ ત્રણ ત્રણ ભેદ છે, એટલે આ ત્રણના નવ ભેદ થાય છે. પુદ્ગલના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ, એમ ચાર પ્રકાર છે અને કાળનો એક પ્રકાર છે. આ રીતે અજીવના કુલ ચૌદ પ્રકાર છે. ૨૩૬