________________
४२८
दर्शनशुद्धिप्रकरणम् - सम्यक्त्वप्रकरणम्
કરનારો છે અને સંયમ નવા પાપકર્મોથી રક્ષણ કરનારો છે. નિરંતર આ ભાવનાથી મનને ભાવિત કરવું જોઈએ કારણ કે, શ્રી જિનેશ્વરદેવના આગમમાં ફરમાવ્યું છે કે, પૂર્વોક્ત ત્રણેય (જ્ઞાન-તપ અને સંયમ)ના સંગમથી જ મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. ૨૬૫
चंददम-पवरहरि-सूर-रिद्धि-पयनिवह-पढमवन्नेहिं। जेसिं नाम तेहिं परोवयारंमि निरएहिं ।।२६६ ।। इय पायं पुवायरिय-रइय गाहाण संगहो एसो ।
विहिओ अणुग्गहत्थं कुमग्गलग्गाण जीवाणं।।२६७ ।। પરોપકાર કરવામાં પરાયણ તથા ચંદ-દમ-પવર-હરિ-સૂર-રિદ્ધિ આદિ પદોના પ્રથમ વર્ણ વડે જેઓશ્રીનું નામ બન્યું છે. તેવા આચાર્ય શ્રી ચંદ્રપ્રભસૂરિએ ઉન્માર્ગમાં લીન થયેલા જીવોના ઉપકાર માટે આ ગ્રંથમાં લગભગ પૂર્વાચાર્યોએ રચેલી ગાથાઓનો સંગ્રહ કર્યો છે. ૨૧૭-૨૦૭
जे मज्झत्था धम्मत्थिणो य जेसिं च आगमे दिट्ठी।
तेसिं उवयारकरो एसो न उ संकिलिट्ठाणं ।।२६८।। જે આત્માઓને જિનાગમ પ્રત્યે બહુમાન છે, જેઓ મધ્યસ્થ ભાવમાં રમણ કરે છે અને જેઓ શુદ્ધધર્મના અર્થી છે, તેઓને જ આ ગ્રંથ ઉપકાર કરવા સમર્થ બની શકશે. પરંતુ રાગાદિથી કલુષિત ચિત્તવાળા આત્માઓને આ ગ્રંથ ઉપકારક બની શકે તેમ નથી. ૨૦૮
उवएसरयणकोसं संदेहविसोसहिं व विउसजणा।
अहवा वि पंचरयणं दंसणसुद्धिं इमं भणह ।।२६९।। હે પંડિત પુરુષો ! તમે આ ગ્રંથને ઉપદેશરનકોશ', “સંદેહવિષૌષધિ', “પંચરત્ન' અથવા ‘દર્શનશુદ્ધિ” નામથી ઓળખી શકો છો. ૨૭૯
मिच्छमहनवतारणतरियं आगमसमुद्दबिंदुसमं। कुग्गाहग्गहमंतं संदेहविसोसहिं परमं ।।२७० ।। एवं दंसणसोहिं सव्वे भव्वा पढंतु निसुणंतु ।
जाणंतु कुणंतु लहंतु सिवसुहं सासयं ज्झत्ति।।२७१।। આ ગ્રંથ મિથ્યાત્વરૂપ મહાસાગરથી તારવા માટે પ્રવહણ સમાન છે, આગમ સમુદ્રના એક બિંદુ જેવો છે, કદાગ્રહરૂપ ગ્રહનો નાશ કરવા માટે મંત્ર સમાન છે અને સંદેહરૂપ વિષને દૂર કરવા માટે શ્રેષ્ઠ ઔષધ જેવો છે. ૨૭૦
સઘળા ભવ્ય આત્માઓ આ “દર્શનશુદ્ધિ' ગ્રંથને ભણો, શ્રવણ કરો અને જાણો, જાણીને તે મુજબ ધર્માનુષ્ઠાનોને કરો અને વહેલી તકે શાશ્વત એવા શિવસુખને પ્રાપ્ત કરો એવી શુભાભિલાષા. ૨૭૧